અદાણી ગ્રૂપ(Adani Group) નાણાં ની જરૂરિયાત પુરી કરવા દેવું વધારશે. ગૌતમ અદાણી(Gautam Adani) ફરી એકવાર બોન્ડ(Bond) નો આશરો લઈ શકે છે. રોઇટર્સના અહેવાલો અનુસાર ગ્રુપની 2 કંપનીઓ બોન્ડ માર્કેટ(bond market)માંથી રૂપિયા 1500 કરોડનું ભંડોળ એકત્ર કરવા માંગે છે. અહેવાલો માનવામાં આવે છે કે ગ્રુપ આ નાણાકીય વર્ષમાં રૂપિયા 10,000 કરોડનું ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે.
અદાણી ગ્રુપની યોજના પર હિંડનબર્ગના અહેવાલે પાણી ફેરવી દીધું હતું. જાન્યુઆરીમાં બહાર પાડવામાં આવેલા આ રિપોર્ટમાં અદાણી ગ્રુપની કંપનીઓ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. ત્યારથી અદાણી ગ્રુપે બોન્ડ માર્કેટ અંગે વધારાની તકેદારી રાખવાનું શરૂ કર્યું હતું. હવે આ રિપોર્ટ આવ્યાને ઘણા મહિનાઓ વીતી ગયા છે. અને આ જૂથને ઘણી ખાનગી ફંડ કંપનીઓ પાસેથી રોકાણ મળ્યું છે.
બેન્કર્સે રોઇટર્સને જણાવ્યું છે કે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ અને અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કંપની બોન્ડ દ્વારા રૂ. 1,000 કરોડથી રૂ. 1,500 કરોડ એકત્ર કરવા માગે છે. બંને કંપનીઓ 5 વર્ષના બોન્ડ લાવવા માંગે છે. આ યોજનાથી વાકેફ બેન્કર્સના જણાવ્યા અનુસાર, આ બોન્ડ સપ્ટેમ્બરમાં જારી કરી શકાય છે. જો કે આ મુદ્દે અદાણી ગ્રુપ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
અહેવાલો અનુસાર અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી ઈલેક્ટ્રિસિટી પણ સંભવિત લોન મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ બાબતની જાણકાર વ્યક્તિના જણાવ્યા અનુસાર, જૂથ હિંડનબર્ગ કેસમાં સેબીની ચાલી રહેલી તપાસની રાહ જોઈ રહ્યું છે. સોમવારે સબમિટ થવાની ધારણા છે.
આ વર્ષે જુલાઇમાં અદાણી એન્ટરપ્રાઇઝે બોન્ડ માર્કેટમાંથી રૂ. 12,500 કરોડ એકત્ર કર્યા હતા. જૂથ આ 3 વર્ષના બોન્ડ માટે 10 ટકા વ્યાજ ચૂકવી રહ્યું છે. અને એક વર્ષ પહેલાં, જ્યારે અદાણી પોર્ટ્સે 3-વર્ષના બોન્ડ્સ દ્વારા રૂ. 1,000 કરોડ એકત્ર કર્યા હતા, ત્યારે વ્યાજ દર 6.25 ટકા હતો.
ગયા મહિને, અદાણીના ચેરમેન ગૌતમ અદાણીએ હિંડનબર્ગના અહેવાલને સમૂહની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો “દુર્ભાવનાપૂર્ણ પ્રયાસ” ગણાવ્યો હતો અને કહ્યું હતું કે પેનલને કોઈ ક્ષતિઓ ન મળી તે પછી જૂથ તેના ગવર્નન્સ અને ડિસ્ક્લોઝર ધોરણો પર વિશ્વાસ ધરાવે છે.