ગૌતમ અદાણી રચશે ઈતિહાસ! ગુજરાતમાં 10 હજાર કરોડમાં વિશ્વનો સૌથી મોટો કોપર પ્લાન્ટ નાખશે

|

Feb 08, 2024 | 12:06 PM

ચીન અને અન્ય દેશોની જેમ ભારત પણ તાંબાના ઉત્પાદનમાં ઝડપથી વધારો કરી રહ્યું છે, જે અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ઘટાડવા માટે મહત્વની ધાતુ છે. ઈલેક્ટ્રિક વાહનો (EV), ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર ફોટોવોલ્ટેઈક (PV), પવન ઉર્જા અને બેટરી જેવી ઉર્જા સંક્રમણ માટે મહત્વપૂર્ણ ટેક્નોલોજીઓને તાંબાની જરૂર પડે છે.

ગૌતમ અદાણી રચશે ઈતિહાસ! ગુજરાતમાં 10 હજાર કરોડમાં વિશ્વનો સૌથી મોટો કોપર પ્લાન્ટ નાખશે
Gautam Adani copper plant to be built in Gujarat

Follow us on

એશિયાના બીજા સૌથી ધનિક બિઝનેસમેન ગૌતમ અદાણી ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. આ કામમાં તેઓ લગભગ 10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. ગૌતમ અદાણી ગુજરાતના મુન્દ્રામાં વિશ્વનું સૌથી મોટું સિંગલ લોકેશન કોપર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા જઈ રહ્યું છે.

માહિતી અનુસાર, આ પ્લાન્ટ ભારતની આયાત પર નિર્ભરતા ઘટાડવામાં અને ઊર્જા સંક્રમણમાં મદદ કરશે. આ બાબતની જાણકારી ધરાવતા બે સૂત્રોએ જણાવ્યું હતું કે 1.2 બિલિયન યુએસ ડૉલરના રોકાણથી બનેલ આ પ્લાન્ટ માર્ચના અંત સુધીમાં પ્રથમ તબક્કાનું કામકાજ શરૂ કરશે. તેમણે કહ્યું કે આ પ્લાન્ટ 2029 સુધીમાં 10 લાખ ટનની ક્ષમતા સાથે સંપૂર્ણ પાયે કામગીરી શરૂ કરશે.

તાંબાના ઉત્પાદન માટે સૌથી મોટો પ્લાન્ટ નાખશે

ચીન અને અન્ય દેશોની જેમ ભારત પણ તાંબાના ઉત્પાદનમાં ઝડપથી વધારો કરી રહ્યું છે, જે અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ઘટાડવા માટે મહત્વની ધાતુ છે. ઈલેક્ટ્રિક વાહનો (EV), ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર ફોટોવોલ્ટેઈક (PV), પવન ઉર્જા અને બેટરી જેવી ઉર્જા સંક્રમણ માટે મહત્વપૂર્ણ ટેક્નોલોજીઓને તાંબાની જરૂર પડે છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL)ની પેટાકંપની કચ્છ કોપર લિમિટેડ (KCL) બે તબક્કામાં વાર્ષિક 1 મિલિયન ટન ક્ષમતાનો કોપર રિફાઇનરી પ્રોજેક્ટ સ્થાપી રહી છે.

zero calorie : આ 7 ઝીરો-કેલરીવાળા ખોરાકનો સમાવેશ કરો, તમે રહેશો ફિટ
Knowledge : નદીમાં સિક્કા કેમ ફેંકીએ છીએ, કાયદાની નજરમાં આ ગુનો છે?
આજનું રાશિફળ તારીખ : 02-01-2025
નવા વર્ષમાં આ જાણીતી એક્ટ્રેસની તસવીરો થઈ વાયરલ, જુઓ
ભારતનું એવું રેલવે સ્ટેશન જ્યાં ઉતરીને ચાલતા વિદેશ જવાશે
Neem Karoli Baba : વ્યક્તિનું ભાગ્ય બદલતા પહેલા મળે છે આ 5 શુભ સંકેતો, જાણો

આ પણ વાંચો : ગૌતમ અદાણી રચશે ઈતિહાસ! ગુજરાતમાં 10 હજાર કરોડમાં વિશ્વનો સૌથી મોટો કોપર પ્લાન્ટ નાખશે

ભારતમાં કેટલો વપરાશ થાય છે?

પ્રથમ તબક્કામાં પ્રતિવર્ષ પાંચ લાખ ટનની ક્ષમતા શરૂ કરવામાં આવશે. આ માટે KCLએ જૂન 2022માં ધિરાણ મેળવ્યું હતું. એક સૂત્રોએ જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપ રિસોર્સિસ બિઝનેસ, લોજિસ્ટિક્સ, રિન્યુએબલ એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેની મજબૂત સ્થિતિનો લાભ લઈને કોપર બિઝનેસમાં વૈશ્વિક લીડર બનવા માંગે છે. તેમણે કહ્યું કે ભારતમાં માથાદીઠ તાંબાનો વપરાશ લગભગ 600 ગ્રામ છે, જ્યારે વૈશ્વિક સરેરાશ 3.2 કિગ્રા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્વચ્છ ઉર્જા પ્રણાલી તરફ ભારતની ઝુંબેશ, ઈલેક્ટ્રિક વાહનોની વધતી જતી ઘૂંસપેંઠ અને ઘણી સંબંધિત એપ્લિકેશનોને કારણે 2030 સુધીમાં સ્થાનિક કોપરની માંગ બમણી થવાની ધારણા છે.

આ પણ વાંચો : મુકેશ અંબાણીને લાગ્યો જેકપોટ ! એક જ ડીલમાં 100થી વધુ ચેનલો આવી જશે હાથમાં

2030 સુધીમાં માંગ બમણી થશે

અદાણી ગ્રૂપ આ પરિવર્તનમાં ભારે રોકાણ કરી રહ્યું છે, જેમાં કોપર મુખ્ય ભૂમિકા ભજવશે. સ્ટીલ અને એલ્યુમિનિયમ પછી કોપર એ ત્રીજી સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઔદ્યોગિક ધાતુ છે. ઝડપથી વિકસતા રિન્યુએબલ એનર્જી, ટેલિકોમ અને ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગોને કારણે તેની માંગ વધી રહી છે. દેશનું તાંબાનું ઉત્પાદન આ માંગને પહોંચી વળવામાં અસમર્થ રહ્યું છે અને સ્થાનિક પુરવઠામાં વિક્ષેપને કારણે આયાતી કોપર પર નિર્ભરતા વધી છે. છેલ્લા પાંચ વર્ષથી દેશની આયાત સતત વધી રહી છે.

 

Published On - 4:56 pm, Sun, 4 February 24

Next Article