ગૌતમ અદાણી વોરેન બફેટને પાછળ છોડી વિશ્વના પાંચમા સૌથી અમીર વ્યક્તિ બન્યા

|

Apr 25, 2022 | 4:49 PM

ગૌતમ અદાણીનો (Gautam Adani) બિઝનેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોમોડિટી, પાવર જનરેશન, પોર્ટ, એરપોર્ટ, રિયલ એસ્ટેટમાં ફેલાયેલો છે. અદાણી પાસે વિશ્વની સૌથી મોટી કોલસાની ખાણ, ઓસ્ટ્રેલિયામાં આવેલી કાર્માઈકલ કોલ માઈનનો અધિકાર છે.

ગૌતમ અદાણી વોરેન બફેટને પાછળ છોડી વિશ્વના પાંચમા સૌથી અમીર વ્યક્તિ બન્યા
Gautam Adani - Warren Buffett

Follow us on

આ સમયે ગૌતમ અદાણીનો (Gautam Adani) સિતારો ચમકી રહ્યો છે. અદાણી ગ્રૂપ ઓફ કંપનીઝ સારું પ્રદર્શન કરી રહ્યું છે. કંપનીઓની કામગીરીમાં તેજીના કારણે તેમની સંપત્તિ દિવસે બમણી અને રાત્રે ચાર ગણી વધી રહી છે. ગૌતમ અદાણી વિશ્વના પાંચમા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેણે બર્કશાયર હેથવેના વોરેન બફેટને (Warren Buffett) પાછળ છોડી દીધા છે. ફોર્બ્સ બિલિયોનેર્સ ઈન્ડેક્સ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, ગૌતમ અદામીની કુલ સંપત્તિ $122.4 બિલિયન થઈ ગઈ છે, જ્યારે વૉરન બફેટ $121.7 બિલિયન સાથે પાછળ રહી ગયા છે. બિલ ગેટ્સ, બર્નાર્ડ આર્નોલ્ટ, જેફ બેઝોસ અને એલોન મસ્ક અદાણીથી આગળ છે.

જેફ બેઝોસની કુલ સંપત્તિ $270 બિલિયન છે. તે પછી જેફ બેઝોસની સંપત્તિ $170 બિલિયન, બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિ $162.4 બિલિયન અને બિલ ગેટ્સની સંપત્તિ $130.2 બિલિયન છે. ગૌતમ અદાણી બિલ ગેટ્સથી માત્ર $8 બિલિયન દૂર છે. જો આ ગતિ ચાલુ રહેશે તો તે આગામી બે અઠવાડિયામાં બિલ ગેટ્સથી પણ આગળ નીકળી શકે છે.

કોરોના સમયગાળા દરમિયાન સંપત્તિમાં તેજી આવી હતી

કોરોનાના સમયમાં ગૌતમ અદાણીની પ્રોપર્ટીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. 2020માં તેમની સંપત્તિ માત્ર $8.9 બિલિયન હતી. જે 2021માં વધીને $50.5 બિલિયન થઈ ગયું. 2022માં તે 90 બિલિયન ડૉલર પર પહોંચી હતી. વર્ષ 2022માં ગૌતમ અદાણીની સંપત્તિમાં અત્યાર સુધીમાં 43 અબજ ડોલરનો ઉછાળો આવ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

એક વર્ષમાં પ્રોપર્ટી બમણીથી વધુ

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, તેમની સંપત્તિ માત્ર એક વર્ષ પહેલા એટલે કે 24 એપ્રિલ, 2021ના રોજ $56.1 બિલિયન હતી. આજે તેમની સંપત્તિ વધીને 119 અબજ ડોલર થઈ ગઈ છે. અદાણી ગ્રુપની સાત કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. આમાંથી છ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 1 લાખ કરોડથી વધુ છે.

તેમનો વ્યવસાય ઘણા ક્ષેત્રોમાં ફેલાયેલો છે

ગૌતમ અદાણીનો બિઝનેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોમોડિટી, પાવર જનરેશન, પોર્ટ, એરપોર્ટ, રિયલ એસ્ટેટમાં ફેલાયેલો છે. અદાણી પાસે વિશ્વની સૌથી મોટી કોલસાની ખાણ, ઓસ્ટ્રેલિયામાં આવેલી કાર્માઈકલ કોલ માઈનનો અધિકાર છે. આ સિવાય તેમની પાસે ગ્રીન એનર્જીમાં પણ મોટી યોજનાઓ છે. ગૌતમ અદાણી વિશ્વની સૌથી મોટી ગ્રીન એનર્જી કંપની બનવાની યોજના ધરાવે છે. આ મેગા પ્રોજેક્ટ માટે તેઓ આગામી સમયમાં $70 બિલિયનની જંગી રકમનું રોકાણ કરશે.

આ પણ વાંચો : દુનિયાના સૌથી અમીર માણસને આનંદ મહિન્દ્રાએ દેખાળી દીધું બળદ ગાડું, જાણો પછી શું થયું?

આ પણ વાંચો : શું ઈ-સ્કૂટર બંધ થશે? ઓલાએ 1,441 વાહનો પાછા ખેંચ્યા, બીજી કંપનીઓ પણ ચાલે છે આ પગલે, જાણો શું છે કારણ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article