વડાપ્રધાન મોદીના સપનાને પૂરૂ કરવા માટે ગૌતમ અદાણીએ બનાવ્યો 5 લાખ કરોડનો મેગા પ્લાન, વાંચો આ અહેવાલ

|

Nov 11, 2021 | 10:58 PM

ગૌતમ અદાણીએ કહ્યું કે અદાણી ગ્રુપ દુનિયાની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની હશે. આ કંપની દુનિયામાં સૌથી ઓછી કિંમત પર હાઈડ્રોજન પેદા કરશે. તેના માટે ગ્રુપ આગામી 10 વર્ષમાં 70 બિલિયન ડોલરની રકમનું રોકાણ કરશે.

વડાપ્રધાન મોદીના સપનાને પૂરૂ કરવા માટે ગૌતમ અદાણીએ બનાવ્યો 5 લાખ કરોડનો મેગા પ્લાન, વાંચો આ અહેવાલ
Gautam Adani (File Image)

Follow us on

તાજેતરની ક્લાઈમેટ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદી (PM Modi)એ 2070 સુધીમાં દેશને શૂન્ય કાર્બન ઉત્સર્જનવાળો દેશ બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું. તેમને સાથે જ તે પણ કહ્યું હતું કે 2030 સુધી રિન્યુએબલ એનર્જી (Renewable Energy)માંથી પોતાની ઉર્જાની જરૂરિયાતોને 50 ટકા પુરી કરવાનું લક્ષ્ય બનાવીને રાખ્યું છે. દેશને ગ્રેન એનર્જી મામલે આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી બિલિયનેયર ગૌતમ અદાણી (Gautam Adani)એ આગામી 10 વર્ષ માટે 70 બિલિયન ડોલર એટલે કે 5 લાખ કરોડથી વધારેનો મેગા પ્લાન તૈયાર કર્યો છે.

 

 

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

ગૌતમ અદાણીએ કહ્યું કે અદાણી ગ્રુપ દુનિયાની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની હશે. આ કંપની દુનિયામાં સૌથી ઓછી કિંમત પર હાઈડ્રોજન પેદા કરશે. તેના માટે ગ્રુપ આગામી 10 વર્ષમાં 70 બિલિયન ડોલરની રકમનું રોકાણ કરશે.

 

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) હાલમાં દુનિયાની સૌથી મોટી સોલર પાવર ડેવલપર છે. કંપનીનું લક્ષ્ય 2030 સુધી 45 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પેદા કરવાની છે. તે સિવાય 2022-23 સુધી કંપની દર વર્ષે 2 ગીગાવોટ સોલર એનર્જી પેદા કરવા માટે ક્ષમતા પર 2 અરબ ડોલરનું રોકાણ કરશે.

 

સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટર પાવર ટ્રાન્સમિશન કંપની

Adani Transmission Ltd હાલમાં ભારતની સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટર પાવર ટ્રાન્સમિશન કંપની છે. વર્તમાનમાં પાવર પ્રોક્યોરમેન્ટમાં રિન્યુએબલ એનર્જીની ભાગીદારી 3 ટકા છે. કંપનીનું લક્ષ્ય 2023 સુધી તેને વધારીને 30 ટકા કરવા અને 2030 સુધી 70 ટકા કરવાની યોજના છે. બ્લૂમબર્ગ ઈન્ડિયા ઈકોનોમિક ફોરમ પર વાત કરતા ગૌતમ અદાણીએ કહ્યું કે તેમનું સપનું છે કે રિન્યુએબલ એનર્જી એટલું સસ્તુ હોય કે અશ્મિભૂત ઈંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલની જગ્યા લે.

 

સૌથી મોટી સોલર પાવર ડેવલપર

તેમને કહ્યું કે અદાણી ગ્રુપ પહેલાથી દુનિયાની સૌથી મોટી સોલાર પાવર ડેવલપર છે. ત્યારે કંપની જ્યારે આટલા મોટા પ્રમાણમાં રોકાણ કરશે તો રિન્યુએબલ એનર્જીના મામલે કંપની દુનિયામાં નંબર વન બની શકે છે. હાલમાં તેમને પોતાના આ લક્ષ્યને લઈ પ્લાનની કોઈ વિશેષ જાણકારી આપી નથી.

 

શું છે વડાપ્રધાન મોદીનું સપનું?

ગ્લાસાગોમાં આયોજિત ક્લાઈમેટ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન ધરાવતો દેશ બની જશે. તે સિવાય 2030 સુધી ઘણા લક્ષ્ય નિર્ધારિત કર્યા છે. ભારત 2030 સુધીમાં તેની ઓછી કાર્બન પાવર ક્ષમતાને 500 GW સુધી વધારવાનું અને 2030 સુધીમાં તેની 50 ટકા ઉર્જાની જરૂરિયાતોને પુનઃપ્રાપ્ય ઉર્જામાંથી પૂરી કરવાનું લક્ષ્ય ધરાવે છે.

 

આ પણ વાંચો: Wrestling: હત્યાની અફવાઓ થી પરેશાન નિશા દહિયાએ દેખાડ્યો દમ, નેશનલ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ

 

આ પણ વાંચો: Aryan Khan Drugs કેસના સાક્ષી કિરણ ગોસાવીને પૂણે પોલીસે કબ્જે કર્યો, છેતરપિંડી મામલે મળી હતી કસ્ટડી

Next Article