Gujarati NewsBusiness। Gautam Adani becomes 6th richest person in the world with net of 118 bn dollar
ગૌતમ અદાણી બન્યા વિશ્વના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ, 2022માં અત્યાર સુધીની કમાણીમાં ટોચ પર
વર્ષ 2022માં ગૌતમ અદાણીની સંપત્તિમાં 41.6 બિલિયન ડોલરનો વધારો થયો છે. આ મહિને 4 એપ્રિલે, તેઓ 100 બિલિયન ડોલર ગ્રુપમાં સામેલ થયા છે. હાલમાં તેમની સંપત્તિ મુકેશ અંબાણી કરતા 20 બિલિયન ડોલર વધુ છે.
Gautam Adani
Follow us on
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી(Gautam Adani) વિશ્વના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગની અબજોપતિઓની યાદીમાં તેને આ સ્થાન મળ્યું છે. તે યાદીમાં સામેલ ટોચના 10 અમીર લોકોના જૂથમાં તેમજ 100 બિલિયન ડોલરથી વધુની સંપત્તિ ધરાવતા એક માત્ર ભારતીય છે. એક સમયે એશિયાના સૌથી અમીર વ્યક્તિ એવા મુકેશ અંબાણીની તુલનામાં તેમની સંપત્તિમાં 20 બિલિયન ડોલરથી વધુનો વધારો થયો છે. અદાણીની સંપત્તિમાં આ ઉછાળો તેમની કંપનીઓના શેરોમાં થયેલા વધારાને કારણે જોવા મળ્યો છે. ઘણી ગ્રુપ કંપનીઓના શેરો તેમના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. હાલમાં ગૌતમ અદાણીની નેટવર્થ 118 બિલિયન ડોલરના સ્તરથી ઉપર પહોંચી ગઈ છે.
2022 માં સૌથી વધુ કમાણી
બ્લૂમબર્ગ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની નેટવર્થ હાલમાં 118 બિલિયન ડોલરના સ્તરે છે. એક વર્ષમાં તેમની સંપત્તિમાં 57 બિલિયન ડોલરનો વધારો થયો છે. વર્ષ 2022 માં, ગૌતમ અદાણી કમાણીના મામલામાં ટોચ પર છે. વર્ષ 2022માં ટોચના 50 અબજોપતિઓમાંથી માત્ર 12ની સંપત્તિમાં વધારો થયો છે.
બ્લૂમબર્ગ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની નેટવર્થ હાલમાં 118 બિલિયન ડોલરના સ્તરે છે. એક વર્ષમાં તેમની સંપત્તિમાં 57 બિલિયન ડોલરનો વધારો થયો છે. જ્યારે, વર્ષ 2022 માં, ગૌતમ અદાણી કમાણીના મામલામાં ટોચ પર છે. વર્ષ 2022માં ટોચના 50 અબજોપતિઓમાંથી માત્ર 12ની સંપત્તિમાં વધારો થયો છે. જેમાં ગૌતમ અદાણી 41.6 બિલિયન ડોલરના વધારા સાથે સૌથી આગળ છે. ત્યારબાદ 18 અબજ ડોલરની કમાણી સાથે વોરેન બફેટ બીજા ક્રમે, અમેરિકાના કેન ગ્રિફીન 9.21 બિલિયન ડોલરની કમાણી સાથે ત્રીજા
અને મુકેશ અંબાણી 7.45 બિલિયન ડોલરના વધારા સાથે ચોથા સ્થાને છે.
ગૌતમ અદાણીએ 4 એપ્રિલે જ 100 બિલિયન ડોલરના ગ્રુપમાં પ્રવેશ કર્યો હતો. હાલમાં તેમની સંપત્તિ 118 અબજ ડોલરના સ્તરે છે. અદાણી ગ્રૂપના પ્રમુખની સંપત્તિમાં વધારો શેરબજારમાં તેમની જૂથની કંપનીઓના શાનદાર પ્રદર્શનને કારણે થયો છે. તેમના ગ્રુપની એક કંપની દેશની ટોચની 10 કંપનીઓમાં સામેલ થઈ છે.
ટોપ 10ની યાદીમાં કોણ સામેલ છે
હાલમાં, એલોન મસ્ક વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ટોચ પર છે, જેમની કુલ સંપત્તિ 249 અબજ ડોલર છે. મસ્કને આ વર્ષે અત્યાર સુધીમાં 21 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. બીજા સ્થાને જેફ બેઝોસ છે, જેમની કુલ નેટવર્થ 176 બિલિયન ડોલર છે. બેઝોસને પણ આ વર્ષે અત્યાર સુધી નુકસાન થયું છે અને 2022માં તેમની સંપત્તિમાં 16.7 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે.
ત્રીજા સ્થાને ફ્રાન્સના બર્નાર્ડ ઓરનોલ્ટ છે, જેમની કુલ સંપત્તિ 139 બિલિયન ડોલર છે. વર્ષ 2022માં અત્યાર સુધીમાં તેમની સંપત્તિમાં 39 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. તેમણે આ વર્ષે સૌથી વધુ નુક્સાન સહન કર્યું છે. બિલ ગેટ્સ ચોથા સ્થાને છે અને તેમની સંપત્તિ 130 અબજ ડોલરના સ્તરે છે. બિલ ગેટ્સને પણ આ વર્ષે નુકસાન થયું છે અને તેમની સંપત્તિમાં 8 બિલિયન ડોલરથી વધુનો ઘટાડો થયો છે.
5માં નંબરે વોરેન બફેટ છે, જેમની નેટવર્થ 127 બિલિયન ડોલરના સ્તરે છે અને તેમણે આ વર્ષે 18 બિલિયન ડોલરથી વધુનો વધારો નોંધાવ્યો છે. ભારતના મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 97.4 બિલિયન ડોલર છે. હાલમાં તે યાદીમાં 11મા ક્રમે છે, વર્ષ 2022માં તેની સંપત્તિમાં 7 અબજ ડોલરથી વધુનો વધારો થયો છે.