સોનું તેની ટોચ પર છે. ચાલુ વર્ષે સોનામાં 14 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. રોકાણકારોમાં સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે શું ગોલ્ડ વેચીને નફો મેળવવો કે તેને હોલ્ડ કરી રોકાણ કરી વધુ રોકાણ કરવુ? આ સવાલના જવાબ માટે આપે ગોલ્ડ અને ઇક્વિટીના રેશિયોને સમજવો ખૂબ જરૂરી છે. તેમજ આગામી દિવસોમાં કયા સંજોગો જોવા મળી શકે છે તે પણ સમજવું જરૂરી છે. લગભગ 75 દિવસમાં સોનાએ રોકાણકારોને 14 ટકા સુધીનું વળતર આપ્યું છે. ખાસ વાત એ છે કે આ પહેલા સતત ત્રણ વર્ષ સુધી સોનાએ રોકાણકારોને 17 ટકાની વાર્ષિક કમાણી કરાવી છે. જે સેન્સેક્સના 11.5 ટકાના રિટર્ન કરતાં ઘણું વધારે છે. હાલના સમયમાં ગોલ્ડે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંનેમાં શેરબજારમાં વૃદ્ધિ જાળવી રાખી છે.. પરંતુ આ સરખામણી ત્યારે થઈ રહી છે જ્યારે સોનું તેની નવી ઊંચાઈ પર છે અને શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. શું સોના પર આવશે સંકટ? નિષ્ણાંતોનું માનવું છે કે ગોલ્ડમાં ચાલી રહેલી સતત તેજી ટૂંક સમયમાં સમાપ્ત થઈ...
Published On - 4:33 pm, Tue, 18 March 25