હવેથી આ પ્રોડક્ટસ પર પણ TCS વસૂલવામાં આવશે, જુઓ CBDTએ જાહેર કરેલી લિસ્ટ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ હવે 1% TCS વસૂલવા માટેનું એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ આદેશ 22 એપ્રિલથી અમલમાં આવ્યો છે. હવે જાણી લો કે, કઈ પ્રોડક્ટ્સ પર TCS વસૂલવામાં આવશે.

હવેથી આ પ્રોડક્ટસ પર પણ TCS વસૂલવામાં આવશે, જુઓ  CBDTએ જાહેર કરેલી લિસ્ટ
| Updated on: Apr 23, 2025 | 6:28 PM

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ લક્ઝરી પ્રોડક્ટ્સ પર 1 % TCS વસૂલવા માટેનું એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. એટલે કે હવે લક્ઝરી પ્રોડક્ટ્સ ખરીદવી હોય તો તેમાં વધારે પૈસા ચૂકવવા પડશે. સીબીડીટીએ જે પ્રોડક્ટ્સ પર TCS લાદ્યો છે તેનું નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. ઘડિયાળ, ચશ્મા, બૂટ અને બેગ સહિતની તમામ વસ્તુઓની ખરીદી પર 1 % TCS વસૂલવામાં આવશે. આ નવો ટેક્સ 22 એપ્રિલથી અમલમાં આવ્યો છે.

સીબીડીટીએ સ્પષ્ટતા કરી છે કે, જે ગ્રાહકોએ 21 એપ્રિલ પહેલા આ માલ ખરીદ્યો છે તેમની પાસેથી 1 % ટીસીએસ વસૂલવામાં આવશે નહીં. ટેક્સ નિષ્ણાતો એમ પણ કહે છે કે, સીબીડીટી નોટિફિકેશન 22 એપ્રિલના રોજ જારી કરવામાં આવ્યું છે, તેથી આ પછી જ ટેક્સ લાગુ કરવામાં આવશે.

 

સીબીડીટી યાદીમાં શું સમાવવામાં આવ્યું ?

કાંડા ઘડિયાળ, ઍન્ટિક પીસ જેમ કે પેઇન્ટિંગ અને મૂર્તિઓ, સનગ્લાસ, લક્ઝરી હેન્ડબેગ્સ, પાકીટ, શૂઝ, રમતગમતનો સામાન જેમ કે ગોલ્ફ કિટ્સ, હોમ થિયેટર સિસ્ટમ વગેરે જેવી બાબતોને યાદીમાં સમાવવામાં આવી છે.

કેટલા ખર્ચ પર ટેક્સ લાગશે?

સીબીડીટીએ એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે, જો માલ ખરીદવામાં ખર્ચવામાં આવેલ રકમ 10 લાખ રૂપિયાથી વધુ હોય તો જ તેના પર ટીસીએસ વસૂલવામાં આવશે. આનો અર્થ એ થયો કે, જો તમે 10 લાખ રૂપિયાની ઓમેગા ઘડિયાળ ખરીદો છો, તો દુકાનદાર ગ્રાહક પાસેથી 1 ટકા TCS વસૂલશે. તેવી જ રીતે, જો તમે 10 લાખ રૂપિયાથી વધુ કિંમતનું હોમ થિયેટર સિસ્ટમ ખરીદો છો, તો વેચનાર વ્યક્તિ તમારી પાસેથી ટેક્સ વસૂલશે. હાલમાં, 10 લાખ રૂપિયાથી વધુ કિંમતના વાહનો પર પણ TCS વસૂલવામાં આવે છે.

બિઝનેસને લગતા નાના મોટા તમામ મહત્વના સમાચાર જાણવા માટે આપ અમારા આ ટોપિક પર ક્લિક કરો.