IRCTC નો પાસવર્ડ ભૂલી ગયા છો? આ 10 સ્ટેપ્સ ફોલો કરી સરળતાથી રિકવર કરો

|

Jan 07, 2022 | 6:07 AM

જો તમારી પાસે IRCTC માં ખાતું નથી, તો તમારે ટિકિટ માટે પહેલા એક એકાઉન્ટ બનાવવું પડશે.

IRCTC નો પાસવર્ડ ભૂલી ગયા છો? આ 10 સ્ટેપ્સ ફોલો કરી સરળતાથી રિકવર કરો
Indian Railway Catering and Tourism Corporation (IRCTC)

Follow us on

મોટાભાગના લોકો રેલવે ટિકિટ બુક કરવા માટે IRCTCનો ઉપયોગ કરે છે. IRCTC પર બુકિંગ માટે ID અને પાસવર્ડની જરૂર પડે છે. નિયમિત જરૂરના અભાવે કેટલીકવાર કેટલાક યુઝર્સ ટ્રેનની ટિકિટ બુક કરાવતી વખતે પાસવર્ડ ભૂલી જાય છે. જો તમને એવું થયું હોય કે તમે IRCTC એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા છો અથવા ખોવાઈ ગયો છો તો તમે તેને ફરીથી જનરેટ કરી શકો છો અથવા પાસવર્ડ રિકવર કરી શકો છો.

અમે તમને IRCTC પાસવર્ડ ઓનલાઈન કેવી રીતે મેળવી શકાય તે જણાવી રહ્યા છીએ. આ સ્ટેપ્સ તમારું કામ સરળ બનવશે.

  • IRCTC સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને તમારું IRCTC એકાઉન્ટ લોગિન ID દાખલ કરો
  • Forgot Password વિકલ્પ પર જાઓ
  • તમારું રજીસ્ટર્ડ ઇમેઇલ , IRCTC USER ID, જન્મ તારીખ અને કેપ્ચા કોડ દાખલ કરો
  • હવે IRCTC તમને તમારા રજીસ્ટર્ડ ઇમેઇલ પર વિગતો મોકલશે જેનો ઉપયોગ કરીને તમે તમારું યુઝર ID અને પાસવર્ડ રિકવર કરી શકો છો.
  •  તમે તમારા IRCTC એકાઉન્ટમાં લૉગ ઇન થઈ જશો
  • હવે તમે તમારા IRCTC એકાઉન્ટના પાસવર્ડને તમે યાદ રાખી શકો તેવા બીજા પાસવર્ડમાં બદલી શકો છો.
  • IRCTCની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને પછી Forgot Password page પર જાઓ.
  • તમારા જૂના પાસવર્ડ તરીકે નવો જનરેટ કરેલ પાસવર્ડ દાખલ કરો અને તમારી પસંદગીનો પાસવર્ડ દાખલ કરો જે તમે યાદ રાખી શકો.
  • તમારી બધી વિગતો સબમિટ કરો, હવે તમારો પાસવર્ડ બદલાઈ ગયો છે.
  • હવે તમે નવા પાસવર્ડ સાથે ફરીથી IRCTC એકાઉન્ટમાં લોગ ઇન કરી શકો છો.

જો તમારી પાસે IRCTC માં ખાતું નથી, તો તમારે ટિકિટ માટે પહેલા એક એકાઉન્ટ બનાવવું પડશે. IRCTC વેબસાઈટ પર જઈને તમે તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આઈઆરસીટીસી આઈડી અને પાસવર્ડ દાખલ કરીને સરળતાથી નવું એકાઉન્ટ બનાવી શકો છો અને ટ્રેન, બસ કે ફ્લાઈટ ટિકિટ મેળવી શકો છો.

આ પણ વાંચો : Air India Disinvestment: ભાજપના સાંસદ સુબ્રમણ્યમને ઝટકો,દિલ્હી હાઈકોર્ટ સુબ્રમણ્યમ સ્વામીની અરજી ફગાવી

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચો : આધાર કાર્ડની મદદથી કોવિડ વેક્સિન સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય? આ 5 સ્ટેપમાં આખી પ્રક્રિયાને સમજો

Next Article