Forex Reserve :સોનાના ચળકાટે દેશની આર્થિક સ્થિતિ મજબૂત કરી, જાણો RBI ની તિજોરીમાં કેટલું છે ધન

|

Feb 26, 2022 | 1:23 PM

ભારતીય રિઝર્વ બેંકે(Reserve Bank of India) શુક્રવારે આ માહિતી આપી હતી. અગાઉના સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 1.763 અબજ ડોલર ઘટીને 630.19 અબજ ડોલર થયું હતું.

Forex Reserve :સોનાના ચળકાટે દેશની આર્થિક સ્થિતિ મજબૂત કરી, જાણો RBI ની તિજોરીમાં કેટલું છે ધન
Foreign Exchange Reserves of India

Follow us on

18 ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશની વિદેશી હૂંડિયામણ અનામત(Foreign Exchange Reserves) 2.762 અબજ ડોલર વધીને 632.95 અબજ ડોલર થયું છે. મુદ્રા ભંડારમાં મુખ્યત્વે સોનાના ભંડાર(Gold reserves)ના મૂલ્યમાં વધારો અને મુખ્ય ચલણ અસ્કયામતોમાં વધારો થવાને કારણે ચલણ અનામતમાં વધારો થયો છે.

ભારતીય રિઝર્વ બેંકે(Reserve Bank of India) શુક્રવારે આ માહિતી આપી હતી. અગાઉના સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 1.763 અબજ ડોલર ઘટીને 630.19 અબજ ડોલર થયું હતું. શુક્રવારે જાહેર કરાયેલ આરબીઆઈના સાપ્તાહિક ડેટા અનુસાર વિદેશી મુદ્રા ભંડારમાં વધારો ફોરેન એક્સચેન્જ એસેટ્સ (FCA)માં વધારો થવાને કારણે થયો હતો. FCA એ એકંદર અનામત અને સોનાના અનામતનો મુખ્ય ઘટક છે. માહિતી અનુસાર FCA 18 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં 1.496 અબજ ડોલર વધીને 567.06 અબજ ડોલર થયું છે.

ડોલરમાં દર્શાવવામાં આવેલ વિદેશી મુદ્રા ભંડારમાં વિદેશી ચલણ અસ્કયામતોયુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ કરન્સીના અવમૂલ્યનની અસરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સમીક્ષા હેઠળના સપ્તાહમાં સોનાનો ભંડાર 1.274 અબજ ડોલર વધીને 41.509 અબજ ડોલર થયો છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે જમા કરાયેલા સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDRs) 1.11 મિલિયન ડોલર ઘટીને 19.162 અબજ ડોલર થઈ ગયા છે. દેશનું IMF અનામત 40 લાખ ડોલર વધીને 5.221 અબજ ડોલર થયું છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

રૂપિયો 27 પૈસા નબળો પડ્યો

ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો અને સ્થાનિક શેરબજારમાં તેજીના કારણે વિદેશી વિનિમય બજારમાં શુક્રવારે યુએસ ડોલર સામે રૂપિયો 27 પૈસા મજબૂત થઈને 75.33 પર બંધ થયો હતો. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 75.31 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન 75.18 ની ઊંચી અને 75.46 ની નીચી સપાટીને સ્પર્શ્યા પછી તે અંતે 27 પૈસા વધીને 75.33 પ્રતિ ડોલર પર બંધ થયો. ગુરુવારે ડોલર સામે રૂપિયો 99 પૈસા ઘટીને 75.60 ના સ્તર પર બંધ થયો હતો. યુક્રેન સામે રશિયાનું લશ્કરી અભિયાન શરૂ થયું ત્યારથી જોખમી અસ્કયામતો વિશેની ધારણાઓ પ્રભાવિત થઈ છે.

સોનામાં રૂ.1274નો ઘટાડો

દિલ્હી બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનું રૂ. 1,274 ઘટીને રૂ. 50,913 પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું હતું. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી હતી. આંતરરાષ્ટ્રીય બજારો નબળું પડતાં અને રૂપિયો સુધરતાં સોનું ઘટ્યું હતું. રશિયા-યુક્રેન સંકટ વચ્ચે ગુરુવારે સોનું 1,656 વધીને રૂ. 51,627 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું. ચાંદીનો ભાવ પણ રૂ. 2,219 ઘટીને રૂ. 64,809 પ્રતિ કિલોગ્રામ થયો હતો. અગાઉના ટ્રેડિંગ સેશનમાં ચાંદી રૂ. 67,028 પ્રતિ કિલોગ્રામ પર બંધ હતી.

આ પણ વાંચો : LIC IPO : વિદેશી રોકાણનો માર્ગ મોકળો કરવા આજે મંત્રીમંડળની બેઠક મળશે, FDI પોલિસીમાં ફેરફાર પર નિર્ણય લેવાશે

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે ક્રૂડના ભાવમાં ઘટાડો થયો, શું પેટ્રોલ – ડીઝલ મામલે મળી શકે છે રાહતના સમાચાર?

Published On - 1:21 pm, Sat, 26 February 22

Next Article