Forex Reserve : વિદેશી મુદ્રા ભંડારમાં સતત ત્રીજા સપ્તાહમાં વધારો થયો, જાણો દેશની તિજોરીમાં કેટલું ધન છે

|

Dec 03, 2022 | 8:24 AM

જો આપણે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં મોટા વધારાના કારણો પર નજર કરીએ તો એવું માનવામાં આવે છે કે તાજેતરના સમયમાં આરબીઆઈએ ડોલરની જબરદસ્ત ખરીદી કરી છે. તો યુએસ ડૉલરની મજબૂતી પર બ્રેક લાગી છે આવી સ્થિતિમાં ક્રાંતિના લાભને કારણે વિદેશી મુદ્રા ભંડારમાં પણ વધારો થયો છે.

Forex Reserve : વિદેશી મુદ્રા ભંડારમાં સતત ત્રીજા સપ્તાહમાં વધારો થયો, જાણો દેશની તિજોરીમાં કેટલું ધન છે
Foreign exchange reserves increased

Follow us on

વિદેશી મુદ્રા ભંડારમાં સતત ત્રીજા સપ્તાહમાં વધારો થયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દેશના વિદેશી મુદ્રા ભંડારના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ, 25 નવેમ્બર 2022 ના રોજ પૂરા થતા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 2.89 અબજ ડોલરના ઉછાળા સાથે 550.14 અબજ ડોલર પર પહોંચી ગયો છે.આ અગાઉ ગયા સપ્તાહે વિદેશી મુદ્રા ભંડાર 547.25 અબજ ડોલર હતું. 3 સપ્ટેમ્બર 2021 સુધીમાં 642.45 અબજ ડોલર વિદેશી વિનિમય ભંડાર હતું. 21 ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં 117.93 અબજ ડોલરનો ઘટાડો થયો હતો જ્યારે વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 524.52 અબજ ડોલર પર આવી  ગયું હતું. અને તે સ્તરો પરથી  સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 સપ્તાહમાંથી 11 સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો નોંધાયો હતો. મોંઘી આયાત અને રશિયા-યુક્રેન યુદ્ધ પછી વિદેશી મુદ્રા ભંડારમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો.

RBIએ ડેટા જાહેર કર્યો

RBIએ શુક્રવારે આ જાણકારી આપી છે જેમાં 25 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 2.89 અબજ ડોલર  વધીને 550.14 અબજ ડોલર  થઈ ગયું છે. 25 નવેમ્બરે પૂરા થતા સપ્તાહમાં વિદેશી ચલણની અસ્કયામતોમાં પણ 3 અબજ ડોલરનો ઉછાળો જોવા મળ્યો હતો અને તે 487.29 અબજ ડોલર સુધી પહોંચી ગયો હતો. જોકે ગોલ્ડ રિઝર્વ 73 મિલિયન ડોલર ઘટીને 39.94 બિલિયન ડોલર પર આવી ગયું છે. 25 નવેમ્બરે રૂપિયામાં થોડો ફેરફાર થયો છે. ડોલર સામે રૂપિયો 81.3175 રૂપિયા પર પહોંચી ગયો છે. જો કે ડોલર ઈન્ડેક્સ નીચા સ્તરે પહોંચી ગયો છે.

જો આપણે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં મોટા વધારાના કારણો પર નજર કરીએ તો એવું માનવામાં આવે છે કે તાજેતરના સમયમાં આરબીઆઈએ ડોલરની જબરદસ્ત ખરીદી કરી છે. તો યુએસ ડૉલરની મજબૂતી પર બ્રેક લાગી છે આવી સ્થિતિમાં ક્રાંતિના લાભને કારણે વિદેશી મુદ્રા ભંડારમાં પણ વધારો થયો છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

પાકિસ્તાની અર્થવ્યવસ્થા ચિંતાજનક સ્થિતિમાં પહોંચી

નવેમ્બર મહિનામાં પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને એક પછી એક બે ઝટકા લાગ્યા છે. કથળતી આર્થિક સ્થિતિ સામે ઝઝૂમી રહેલા દેશનો વિદેશી હૂંડિયામણનો ભંડાર વધુ ઘટી ગયો છે. આ સાથે સતત ત્રીજા મહિને નિકાસમાં ઘટાડો નોંધાયો છે. પાકિસ્તાન સરકાર દાવો કરે છે કે પરિસ્થિતિ સુધરી રહી છે અને આયાત પર અંકુશ લગાવવામાં આવી રહ્યો છે, જો કે, માહિતગાર આંકડાઓના આધારે, એવી આશંકા છે કે અર્થવ્યવસ્થા રિકવરીના બદલે દબાણ હેઠળ છે અને જો આવતા વર્ષે વૈશ્વિક બજારમાં મંદીનો ભય સાબિત થાય છે. જો આવું થાય તો પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પાટા પરથી ઉતરી શકે છે.

 

 

Published On - 8:24 am, Sat, 3 December 22

Next Article