FPI Withdrawal: ભારતીય શેરબજાર પર રહેશે દબાણ, વિદેશી રોકાણકારો કરી રહ્યા છે બમ્પર ઉપાડ, જાણો શું છે કારણ

|

Jun 12, 2022 | 6:53 PM

વિદેશી રોકાણકારો (foreign investors) દ્વારા વેચવાલીની પ્રક્રિયા ચાલુ છે. જૂનમાં અત્યાર સુધીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ 14 હજાર કરોડ પાછા ખેંચી લીધા છે.

FPI Withdrawal: ભારતીય શેરબજાર પર રહેશે દબાણ, વિદેશી રોકાણકારો કરી રહ્યા છે બમ્પર ઉપાડ, જાણો શું છે કારણ
Foreign Portfolio Investors (Symbolic Image)

Follow us on

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) સ્થાનિક અને વૈશ્વિક મોરચે ઘટનાક્રમોથી ચિંતિત છે, તેઓએ ભારતીય શેરબજારમાં (Stock Market) વેચવાલી ચાલુ રાખી છે. FPIએ આ મહિને અત્યાર સુધીમાં ભારતીય બજારોમાંથી રૂ. 14,000 કરોડ ઉપાડી લીધા છે. ડિપોઝિટરી ડેટા અનુસાર FPIએ આ વર્ષે અત્યાર સુધીમાં ભારતીય શેરબજારોમાંથી રૂ. 1.81 લાખ કરોડ ઉપાડી લીધા છે. જિયોજીત ફાઈનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે આગળના સમયમાં પણ FPI ઉપાડ ચાલુ રહેશે. જો કે ટૂંકા અને મધ્યમ ગાળામાં વેચાણમાં થોડો ઘટાડો થઈ શકે છે. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન FPIsએ ઈક્વિટી સિવાય ડેટ અથવા બોન્ડ માર્કેટમાંથી રૂ. 600 કરોડ ઉપાડી લીધા છે.

નાયરે કહ્યું આનું કારણ એ છે કે બજાર પહેલાથી જ અર્થતંત્રમાં મંદી, સુસ્ત નાણાકીય વલણ, સપ્લાય બાજુની સમસ્યાઓ અને ઊંચી મોંઘવારીને સ્વીકારી ચૂક્યું છે. લાંબા ગાળે જ્યારે મોંઘવારી દર ઊંચો હોય ત્યારે જ મધ્યસ્થ બેન્કો દ્વારા આક્રમક નાણાકીય વલણ ચાલુ રહેશે. માહિતી અનુસાર FPIsએ 1થી 10 જૂન દરમિયાન ભારતીય શેરબજારોમાંથી રૂ. 13,888 કરોડનો ચોખ્ખો ઉપાડ કર્યો છે. તેમનું વેચાણ ઓક્ટોબર, 2021થી ચાલુ છે. નાયરે જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વના આક્રમક વલણને કારણે હાલમાં FPIsનું વેચાણ ચાલુ છે.

યુએસમાં વ્યાજદરમાં વધારાને કારણે બોન્ડ માર્કેટ પણ આકર્ષક નથી

સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન FPIs એ ઈક્વિટી સિવાય ડેટ અથવા બોન્ડ માર્કેટમાંથી રૂ. 600 કરોડ ઉપાડી લીધા છે. મોર્નિંગસ્ટાર ઈન્ડિયાના એસોસિયેટ ડિરેક્ટર-મેનેજર રિસર્ચ હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું કે જોખમના દૃષ્ટિકોણથી યુએસમાં પણ વધતા વ્યાજ દરોને કારણે ભારતીય બોન્ડ માર્કેટ વિદેશી રોકાણકારો માટે રોકાણનો આકર્ષક વિકલ્પ નથી. ભારત ઉપરાંત FPI સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન તાઈવાન, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ અને ફિલિપાઈન્સ જેવા ઊભરતાં બજારોમાંથી પણ બહાર નીકળી ગયા છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

બજાર પર શું અસર થશે?

રેલિગેર બ્રોકિંગના વાઈસ પ્રેસિડેન્ટ – રિસર્ચ અજિત મિશ્રાએ કહ્યું કે આ અઠવાડિયે આવનારા આંકડા અને મહત્વની ઘટનાઓને કારણે માર્કેટમાં ઘણી અસ્થિરતા જોવા મળી શકે છે. મિશ્રાએ જણાવ્યું હતું કે બજારના સહભાગીઓ પ્રથમ યુએસ મોંઘવારીના ડેટા અને સ્થાનિક ઔદ્યોગિક ઉત્પાદન (IIP) ડેટા પર પ્રતિક્રિયા આપશે. અમેરિકામાં મોંઘવારી 40 વર્ષની ટોચે પહોંચી ગઈ છે. શુક્રવારે બજાર બંધ થયા બાદ IIPના આંકડા સામે આવ્યા હતા. તેમણે કહ્યું કે આગળ જતાં CPI આધારિત મોંઘવારીના ડેટા 13 જૂને અને WPI આધારિત મોંઘવારીના ડેટા 14 જૂને આવવાના છે. વૈશ્વિક મોરચે, 15 જૂને યુએસ સેન્ટ્રલ બેંકની બેઠકના પરિણામો આવશે.

Next Article