Foreign Portfolio Investors :વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs) એ ભારતીય શેરબજાર(Share Market)માં રસ દર્શાવતા મે મહિનાના પ્રથમ પખવાડિયામાં રૂપિયા 23,152 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ વધારાના અવકાશમાં ઘટાડો, મજબૂત મેક્રોઇકોનોમિક આઉટલૂક અને કંપનીઓના સારા ત્રિમાસિક પરિણામો વચ્ચે ભારતીય શેરબજાર તરફ વિદેશી રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે. ડિપોઝિટરી ડેટા અનુસાર FPIs એ વર્ષ 2023માં રૂ. 8,572 કરોડ ના રોકાણ સાથે ચોખ્ખા ખરીદદાર બન્યા છે. FPI ઇનફ્લો મજબૂત રહેવાની ધારણા છે. ” FPI નાણાપ્રવાહ બાકીના મહિના માટે મજબૂત રહેવાની ધારણા છે કારણ કે યુએસ નોન-ફાર્મ પેરોલ્સ અને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફુગાવાના ડેટા અપેક્ષાઓ અનુસાર આવ્યા હતા” તેમ મનીષ જેલોકા, પ્રોડક્ટ્સ એન્ડ સોલ્યુશન્સના કો-હેડ, સેન્કટમ વેલ્થએ જણાવ્યું છે.
Date | Gross Purchase / Sale (Rs Cr) |
Net Inv. (Rs Cr) |
Gross Purchase / Sale (Rs Cr) |
Net Inv. (Rs Cr) |
12-May-23 | 7947.13 / 6956.78 |
990.35 | 5457.40 / 6379.59 |
-922.19 |
11-May-23 | 8127.78 / 5832.22 |
2295.56 | 7026.38 / 7226.47 |
-200.09 |
10-May-23 | 9387.85 / 7387.07 |
2000.78 | 5061.73 / 5851.40 |
-789.67 |
9-May-23 | 9385.45 / 6222.93 |
3162.52 | 7148.35 / 6743.65 |
404.7 |
8-May-23 | 16826.30 / 12973.69 |
3852.61 | 6252.52 / 6007.25 |
245.27 |
5-May-23 | 0.00 / 0.00 |
0 | 4956.49 / 7155.26 |
-2198.77 |
4-May-23 | 7537.46 / 6148.04 |
1389.42 | 5611.15 / 5169.59 |
441.56 |
3-May-23 | 10113.21 / 7121.48 |
2991.73 | 5390.76 / 5974.75 |
-583.99 |
2-May-23 | 16900.08 / 10431.24 |
6468.84 | 5649.54 / 6043.59 |
-394.05 |
જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે “રૂપિયો મજબૂત છે અને નજીકના ભવિષ્યમાં ડૉલરમાં ઘટાડો થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં FPIs ભારતમાં ખરીદી ચાલુ રાખશે. ભારતના મેક્રો સૂચકાંકોમાં સુધારાથી અહીં પ્રવાહમાં પણ વધારો થશે.ડિપોઝિટરી ડેટા અનુસાર, FPIsએ મે 2-12 દરમિયાન ભારતીય શેરબજારમાં રૂ. 23,152 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે. અગાઉ એપ્રિલમાં તેણે શેરમાં રૂ. 11,630 કરોડ અને માર્ચમાં રૂ. 7,936 કરોડનું રોકાણ કર્યું હતું.
હિમાંશુ શ્રીવાસ્તવે, એસોસિયેટ ડાયરેક્ટર-મેનેજર રિસર્ચ, મોર્નિંગસ્ટાર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, “ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ વધારાની શક્યતામાં ફેડરેશન, મજબૂત સ્થાનિક મેક્રો દૃશ્ય અને સારા ત્રિમાસિક પરિણામોએ FPIsનું ભારતીય બજાર તરફ આકર્ષણ વધાર્યું છે.” મેના પ્રથમ પખવાડિયામાં, શેર સિવાય, FPIsએ ડેટ અથવા બોન્ડ માર્કેટમાં રૂ. 68 કરોડ રોકાણ કર્યું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…