Forbes’ New Billionaire : અદાણીના તારણહાર રાજીવ જૈન Forbes ના ધનકુબેરોની યાદીમાં સ્થાન પામ્યા, જાણો કોણ છે આ અબજોપતિ રોકાણકાર

રાજીવ જૈનનો જન્મ ભારતમાં થયો હતો. તેમણે પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી એકાઉન્ટિંગમાં ડિગ્રી મેળવી છે. જ્યારે અજમેર યુનિવર્સિટીમાંથી તેણે ફાઇનાન્સમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી છે. એટલું જ નહીં, તે ફાઇનાન્સ અને ઇન્ટરનેશનલ બિઝનેસમાં MBA કરવા માટે મિયામી ગયાહતા.

Forbes’ New Billionaire : અદાણીના તારણહાર રાજીવ જૈન Forbes ના ધનકુબેરોની યાદીમાં સ્થાન પામ્યા, જાણો કોણ છે આ અબજોપતિ  રોકાણકાર
| Edited By: | Updated on: Apr 08, 2023 | 7:01 AM

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ વર્ષ 2023ની શરૂઆતમાં જ ‘અરશ-ઓ-ફરશ’નો સમય જોયો હતો. હિંડનબર્ગ રિસર્ચના અહેવાલ પછી જ્યારે તેના મુશ્કેલ દિવસો શરૂ થયા ત્યારે એક વ્યક્તિ તેના તારણહાર  તરીકે સામે આવ્યો હતો. રાજીવ જૈન નામના આ રોકાણકારે હિંડનબર્ગના સંકટ છતાં અદાણી ગ્રુપમાં રૂ. 15,446 કરોડનું રોકાણ કરીને વિશ્વાસ દર્શાવ્યો હતો. હવે આ વ્યક્તિએ પણ પહેલીવાર ફોર્બ્સની અમીરોની યાદીમાં એન્ટ્રી કરી છે. રાજીવ જૈને જ્યારે અદાણી ગ્રુપને ચારે બાજુથી નિરાશાનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે તેમને મદદનો હાથ લંબાવ્યો હતો. ગ્રૂપ કંપનીઓ પર વહેલી તકે લોન ચૂકવવાનું દબાણ હતું અને કંપનીઓના શેર તૂટતા હતા. આ સમયમાં  રાજીવ જૈનના રોકાણે રાહતનો શ્વાસ આપ્યો અને અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં લોકોનો વિશ્વાસ ફરી વધવા લાગ્યો હતો.

રાજીવ જૈનની સંપત્તિ 16,000 કરોડથી વધુ છે

ફોર્બ્સની રિચ લિસ્ટ 2023 મુજબ રાજીવ જૈનની કુલ સંપત્તિ લગભગ $2 બિલિયન છે. જો તમે રૂપિયામાં ગણતરી કરો છો તો તે 16,300 કરોડથી વધુ થાય છે. રાજીવ જૈન જીક્યુજી પાર્ટનર્સ નામની ઇન્વેસ્ટમેન્ટ કંપનીના સહ-સ્થાપક અને ચેરમેન છે. GQG પાર્ટનર્સમાં તેમનો હિસ્સો 69 ટકા જેટલો છે જે $2 બિલિયન સુધી છે.

7.5 લાખ કરોડનો બિઝનેસ સંભાળે છે

ગયા મહિને ફોર્બ્સની યાદી અનુસાર રાજીવ જૈને વર્તમાન સીઈઓ ટિમ કાર્વર સાથે 2016માં પોતાની કંપનીની શરૂઆત કરી હતી. આજે આ કંપની રૂ. 7.5 લાખ કરોડથી વધુનો બિઝનેસ સંભાળે છે. મતલબ કે કંપનીની એસેટ અંડર મેનેજમેન્ટ $92 બિલિયનથી વધુ છે.

રાજીવ પંજાબ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે

રાજીવ જૈનનો જન્મ ભારતમાં થયો હતો. તેમણે પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી એકાઉન્ટિંગમાં ડિગ્રી મેળવી છે. જ્યારે અજમેર યુનિવર્સિટીમાંથી તેણે ફાઇનાન્સમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી છે. એટલું જ નહીં, તે ફાઇનાન્સ અને ઇન્ટરનેશનલ બિઝનેસમાં MBA કરવા માટે મિયામી ગયાહતા.રાજીવ જૈન સ્વિસ બેન્ક કોર્પોરેશનથી લઈને સ્વિસ એસેટ મેનેજમેન્ટ કંપની વોન્ટોબેલમાં કામ કરી ચૂક્યા છે. તેઓ તેમના યુગના મુખ્ય પોર્ટફોલિયો મેનેજર રહ્યા છે.

રિલાયન્સ થી  SBI સુધી રોકાણ

રાજીવ જૈને માત્ર અદાણી ગ્રૂપની કંપનીઓમાં જ રોકાણ નથી કર્યું પરંતુ તેઓ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, HDFC, ICICI બેન્ક અને ITCમાં પણ રોકાણ ધરાવે છે.