આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર લાગેલા પ્રતિબંધના કારણે કથળી રહી રહી છે એરલાઈન્સ કંપનીઓની નાણાકીય સ્થિતિ

|

Nov 21, 2021 | 4:42 PM

વિસ્તારાના સીઈઓ વિનોદ કન્નને કહ્યું કે ઉડ્ડયન ક્ષેત્ર ફરી શરૂ થવાની તમામ ભવિષ્યવાણીઓ ખોટી સાબિત થઈ છે. ભારતીય ઉડ્ડયન ઉદ્યોગ સંપુર્ણપણે મુશ્કેલીમાંથી બહાર આવી ગયો છે તે કહેવું ઘણું વહેલું છે.

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર લાગેલા પ્રતિબંધના કારણે કથળી રહી રહી છે એરલાઈન્સ કંપનીઓની નાણાકીય સ્થિતિ
File Image

Follow us on

કોરોના મહામારીની વચ્ચે વિસ્તારા એરલાઈન્સે (Vistara Airlines) કહ્યું કે ભારતમાં અને ત્યાંથી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું લાંબા સમય સુધી સ્થગિત રહેવું મોટાભાગની એરલાઈન્સના નાણાકીય સ્વાસ્થ્યને અસર કરી રહ્યું છે. આ સાથે વિસ્તારાએ ચેતવણી આપી હતી કે ઉડ્ડયન ક્ષેત્ર કટોકટીમાંથી બહાર આવશે તેવું તારણ કાઢવું ​​ખૂબ જ વહેલું છે.

 

વિસ્તારાના સીઈઓ વિનોદ કન્નને કહ્યું કે ઉડ્ડયન ક્ષેત્ર ફરી શરૂ થવાની તમામ ભવિષ્યવાણીઓ ખોટી સાબિત થઈ છે. ભારતીય ઉડ્ડયન ઉદ્યોગ સંપુર્ણપણે મુશ્કેલીમાંથી બહાર આવી ગયો છે તે કહેવું ઘણું વહેલું છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

 

મહામારી દરમિયાન 8 સ્થળો માટે શરૂ કરવામાં આવી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ

વિસ્તારાએ કોરોના મહામારી દરમિયાન 8 આંતરરાષ્ટ્રીય સ્થળો માટે ઉડાનો શરૂ કરી છે. કેટલાક દેશોમાં વધતા ચેપ વચ્ચે આ અણધારી પરિસ્થિતિમાં પણ એરલાઈન્સે કામ કરવા માટે ‘કાર્યક્ષમ’ અભિગમ અપનાવ્યો છે. સ્થાનિક લેવલે હવાઈ ટ્રાફિક કોવિડ-19 પહેલાના સ્તરે પહોંચી ગયો છે. એક વર્ષ અગાઉની સરખામણીમાં સ્થાનિક હવાઈ ટ્રાફિકમાં 70 ટકાનો વધારો થયો છે.

 

આંતરરાષ્ટ્રીય ઉડાનો સ્થગિત રહેવાના કારણે આવક પર વધ્યું દબાણ

કન્નનને કહ્યું “નિર્ધારિત આંતરરાષ્ટ્રીય કામગીરીના લાંબા સમય સુધી સ્થગિત થવાથી મોટાભાગની એરલાઈન્સના નાણાકીય સ્વાસ્થ્યને અસર થઈ રહી છે, જેનાથી તેમની કમાણી પર દબાણ આવી રહ્યું છે.” કન્નને ઈ-મેલ દ્વારા આપવામાં આવેલા આ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “જોકે રસીકરણથી સમગ્ર વિશ્વમાં સકારાત્મકતા પેદા થઈ છે, તેમ છતાં પરિસ્થિતિ હજુ પણ અણધારી છે.” કન્નન હાલમાં વિસ્તારાના CEO છે.

 

એરબબલ દ્વારા 25 દેશ માટે સેવાઓ આપી રહ્યું છે ભારત

 

તેમણે કહ્યું કે વિશ્વના વિવિધ ભાગોમાં સતત મુસાફરી પ્રતિબંધોને કારણે આંતરરાષ્ટ્રીય સેગમેન્ટમાં માંગ હજુ પણ જૂના સ્તરે પહોંચવાથી ઘણી દૂર છે. મહામારીના કારણે માર્ચ 2020થી ભારત માટે અને ભારતમાંથી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. ભારત એરબબલ વ્યવસ્થા હેઠળ 25થી વધારે દેશ માટે હવાઈ ઉડાનોનું સંચાલન કરી રહ્યું છે.

 

30 નવેમ્બર સુધી સ્થગિત છે આંતરરાષ્ટ્રીય ઉડાનો

તમામ આંતરરાષ્ટ્રીય ઉડાનો 30 નવેમ્બર સુધી સ્થગિત છે પણ આગળની સ્થિતિ હજુ સાફ નથી. ઘણા દેશોમાં કોરોના વાઈરસ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે આંતરરાષ્ટ્રીય ઉડાનો સામાન્ય થઈ શકશે કે નહીં, તે હાલમાં નક્કી નથી.

 

આ અઠવાડિયાની શરૂઆતમાં નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સેવાઓને સામાન્ય કરવાના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી રહી છે. મહામારી દરમિયાન વિસ્તારા એરલાઈન્સે 8 આંતરરાષ્ટ્રીય સ્થળો લંડન હીથ્રો, ઢાકા, દુબઈ, દોહા, ફ્રેન્કફર્ટ, શારજાહ, માલે અને પેરીસ માટટે ઉડાનો શરૂ કરી હતી.

 

આ પણ વાંચો: અમદાવાદમાં આકાર પામશે વિશ્વનું સૌથી ઉંચુ 504 ફૂટ મા ઉમિયાનું મંદિર, સોમવારથી થશે નિર્માણ કાર્યનો શુભારંભ

Published On - 4:42 pm, Sun, 21 November 21

Next Article