દેશની ટોચની કંપનીઓએ તેમના બોર્ડમાં ઓછામાં ઓછી એક સ્વતંત્ર મહિલા ડિરેક્ટરનો સમાવેશ કરવો જરૂરી: નાણામંત્રી નિર્મલા સીતારમણ

|

Feb 21, 2022 | 11:59 PM

નાણામંત્રીએ કહ્યું કે તેમને બોર્ડમાં તેમના અનુભવની જરૂર છે. પરંતુ તેની પાસે પૂરતી મહિલાઓ આવી રહી નથી. આ એક ગંભીર સમસ્યા છે.

દેશની ટોચની કંપનીઓએ તેમના બોર્ડમાં ઓછામાં ઓછી એક સ્વતંત્ર મહિલા ડિરેક્ટરનો સમાવેશ કરવો જરૂરી: નાણામંત્રી નિર્મલા સીતારમણ
Finance Minister Nirmala Sitharaman

Follow us on

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) સોમવારે કંપનીઓના બોર્ડમાં મહિલાઓના જોડાવા માટેના ખચકાટ પર ખેદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે મહિલા ઉમેદવારોને આમ કરવા માટે સમજાવવામાં તેમને પોતે સમસ્યા હતી. સીતારમણે દેશની વ્યાપારી રાજધાની મુંબઈમાં (Mumbai) બજેટ પછીના એક કાર્યક્રમમાં કહ્યું કે તેમણે પોતે મંત્રી તરીકે કેટલાક લોકોને કંપનીઓના બોર્ડમાં જોડાવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. નાણામંત્રીએ કહ્યું કે તેમને બોર્ડમાં તેમના અનુભવની જરૂર છે. પરંતુ તેની પાસે પૂરતી મહિલાઓ આવી રહી નથી, આ એક ગંભીર સમસ્યા છે. કાયદાકીય જોગવાઈઓ અનુસાર, દેશની ટોચની 1,000 કંપનીઓએ તેમના બોર્ડમાં ઓછામાં ઓછી એક સ્વતંત્ર મહિલા ડિરેક્ટરનો સમાવેશ કરવો જરૂરી છે.

આ અંગે સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશેઃ સીતારમણ

સીતારમણને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, તેમને તે પ્રકારની મહીલાઓ વિશે જણાવે જેમને બોર્ડમાં સામેલ કરી શકાય છે. આવી સ્ત્રીઓ ક્યાં છે. ઉદ્યોગને આ સમસ્યાના યોગ્ય ઉકેલ સાથે આગળ આવવા વિનંતી કરતા તેમણે કહ્યું કે તેમને સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. આ પ્રસંગે મહેસૂલ સચિવ તરુણ બજાજે જણાવ્યું હતું કે હાલમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સમાં અડધાથી વધુ સભ્યો મહિલાઓ છે અને તેમની સાથે કામ કરવાનો અનુભવ ઘણો સારો રહ્યો છે.

આ સિવાય સીતારમણે કહ્યું છે કે બાકીના સેક્ટરની જેમ રિયલ એસ્ટેટ સેક્ટર પણ બેંકો પાસેથી સરળતાથી લોન મેળવી શકે, આ માટે તેઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) સાથે ચર્ચા કરશે. આજે બજેટ પર ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે ચર્ચા દરમિયાન નાણામંત્રીએ આ ખાતરી આપી હતી.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

દેશની આર્થિક રાજધાનીમાં સોમવારે પોસ્ટ-બજેટ ચર્ચામાં સીતારમણે કહ્યું કે ટેક્સટાઇલ સેક્ટરના કાચા માલ પર GST પર અભિપ્રાય હોવો પણ જરૂરી છે. નાણામંત્રીએ કહ્યું કે, બજેટમાં આગામી 25 વર્ષની બ્લૂ પ્રિન્ટ બહાર આવી છે. બજેટમાં રિવાઇવલ એ સરકારની પ્રથમ પ્રાથમિકતા છે.

નાણામંત્રીએ એમ પણ કહ્યું કે આ બજેટ એવા સમયે તૈયાર કરવામાં આવ્યું છે જ્યારે અર્થવ્યવસ્થા મહામારીની અસરોમાંથી બહાર આવી રહી છે. સીતારામને કહ્યું કે, અમે સતત અથવા ટકાઉ પુનરુદ્ધાર ઈચ્છીએ છીએ. બજેટમાં વૃદ્ધિને પુનર્જીવિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં અગ્રતાના ધોરણે ટકાઉ પુનરુદ્ધાર અને સાનુકૂળ કર વ્યવસ્થા અંગેનો સંદેશ પણ છે.

આ પણ વાંચો :  PPF Investment : આ રીતે પીપીએફમાં કરો બમણું રોકાણ, ટેક્સ પણ બચશે અને વળતર પણ સારૂં મળશે

Next Article