Family Pension : કેન્દ્ર સરકારે Pension અંગે લીધો આ મોટો નિર્ણય, જાણો વિગતવાર

|

Sep 30, 2021 | 7:03 AM

અગાઉ સરકારે બેંક કર્મચારીઓના પરિવારોને રાહત આપવા માટે ફેમિલી પેન્શનને છેલ્લા પગારના 30% સુધી વધારવા માટે ઇન્ડિયન બેન્કિંગ એસોસિએશનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સરકારના આ પગલાથી બેંક કર્મચારીઓના પરિવાર દીઠ કુટુંબ પેન્શન 30,000 રૂપિયાથી વધીને 35,000 રૂપિયા થઈ ગયું છે.

Family Pension : કેન્દ્ર સરકારે  Pension અંગે લીધો આ મોટો નિર્ણય, જાણો વિગતવાર
Family Pension

Follow us on

ફેમિલી પેન્શન(Family Pension)ના હકદાર લોકો માટે મોટા સમાચાર છે. સરકારે માનસિક અથવા શારીરિક વિકલાંગતાથી પીડાતા બાળકો/ભાઈ -બહેનોને કૌટુંબિક પેન્શન આપવા માટે આવક મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે. આવા બાળકો/ભાઈ -બહેનો આજીવન કૌટુંબિક પેન્શન માટે લાયક રહેશે, જો તેમની કુલ આવક આ કૌટુંબિક પેન્શન સિવાયના સ્ત્રોતોમાંથી મેળવેલી કુટુંબ પેન્શન કરતા ઓછી હશે. એટલે કે, મૃતક સરકારી કર્મચારીને મળેલા છેલ્લા પગારના 30% અને સંબંધિત પેન્શનર માટે સ્વીકાર્ય મોંઘવારી રાહત (Dearness Relief – DR) સાથે જોડી પેંશન નક્કી કરવામાં આવશે.

આ કિસ્સામાં લાભ 08 ફેબ્રુઆરી 2021 થી ઉપલબ્ધ થશે. હાલમાં વિકલાંગ બાળકો અથવા ભાઈ-બહેનો કૌટુંબિક પેન્શન માટે નિયમ છે કે જો ફેમિલી પેન્શન સિવાય અન્ય સ્રોતોમાંથી વિકલાંગ બાળક/ભાઈ-બહેનોની કુલ માસિક આવક મોંઘવારી રાહત (DR) સાથે રૂ 9,000/- થી વધુ ન હોય તો કે લાભ મળે છે.

અગાઉ સરકારે બેંક કર્મચારીઓના પરિવારોને રાહત આપવા માટે ફેમિલી પેન્શનને છેલ્લા પગારના 30% સુધી વધારવા માટે ઇન્ડિયન બેન્કિંગ એસોસિએશનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સરકારના આ પગલાથી બેંક કર્મચારીઓના પરિવાર દીઠ કુટુંબ પેન્શન 30,000 રૂપિયાથી વધીને 35,000 રૂપિયા થઈ ગયું છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

સાર્વજનિક ક્ષેત્રના બેંક કર્મચારીઓના વેતન સુધારણા અંગેના 11 મા દ્વિપક્ષીય કરારમાં 11 નવેમ્બર, 2020 ના રોજ યુનિયન સાથે ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA) દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ફેમિલી પેન્શનમાં વધારો અને નેશનલ પેન્શન યોજના હેઠળ એમ્પ્લોયરના યોગદાનમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ યોજનામાં પેન્શનરના છેલ્લા પગારના 15, 20 અને 30 ટકાનો સ્લેબ હતો. તેની મહત્તમ મર્યાદા રૂપિયા 9,284/-હતી. તે ખૂબ નાની રકમ હતી. એટલું જ નહીં, સરકારે નવી પેન્શન યોજના હેઠળ એમ્પ્લોયરોનું યોગદાન હાલના 10% થી વધારીને 14% કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.

કર્મચારીઓને HRA માં વધારો મળશે
સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (Dearness Allowance) 1 જુલાઈ 2021 થી 28% મળવાનું શરૂ થઈ રહ્યું છે. DA વધાર્યા બાદ હવે કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર છે. હવે સરકારે વધુ એક ભથ્થાને મંજૂરી આપી છે. હાઉસ રેન્ટ એલાઉન્સ (House Rent Allowance)માં પણ હવે વધારો થયો છે.

મોંઘવારી ભથ્થું 25%થી વધુ હોય તો HRA ઓટોમેટિક વધે છે. DoPT ના નોટિફિકેશન અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) માં ફેરફાર મોંઘવારી ભથ્થાના આધારે કરવામાં આવ્યો છે. સરકારે હવે વધેલા HRA માં અન્ય કેન્દ્રીય કર્મચારીઓનો સમાવેશ કરવાનું શરૂ કરી દીધું છે.

તમામ કર્મચારીઓને વધેલા HRA નો લાભ મળવા લાગ્યો છે. શહેરની શ્રેણી અનુસાર 27 ટકા, 18 ટકા અને 9 ટકા HRA મળવાનું શરૂ થયું છે. આ વધારો DA સાથે 1 જુલાઈ 2021 થી પણ અમલમાં આવ્યો છે.

આ પણ વાંચો :  7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે વધુ એક ભથ્થાંને મંજૂરી આપી, જાણો કેટલો મળશે લાભ

 

આ પણ વાંચો :  Ambani Vs Adani : ગૌતમ અદાણી આ બિઝનેસમાં મુકેશ અંબાણી સાથે સ્પર્ધામાં ઉતરશે, આ શહેરોથી કારોબારની કરાઈ શરૂઆત

Next Article