ફેસબુક આપી રહ્યુ છે કોઇ ગેરંટી વગર 50 લાખ રૂપિયાની લોન, જાણો કેવી રીતે કરશો ઓનલાઇન એપ્લાય

|

Feb 05, 2022 | 4:39 PM

લોન માટે શરત એ છે કે ઓછામાં ઓછા છેલ્લા 6 મહિનાથી મેટા અથવા ફેસબુકથી સંબંધિત કોઈપણ એપ સાથે જોડાયેલા હોવા જોઇએ અને તમારા વ્યવસાયની જાહેરાત કરી રહ્યાં હોવા જોઇએ.

ફેસબુક આપી રહ્યુ છે કોઇ ગેરંટી વગર 50 લાખ રૂપિયાની લોન, જાણો કેવી રીતે કરશો ઓનલાઇન એપ્લાય
Facebook gives loan up to Rs 50 lakh

Follow us on

આપણામાંથી મોટા ભાગના લોકો ફેસબુક (Facebook) નો ઉપયોગ કરતા હશે. આપણે ફોટો, વીડિયો અને વિચાર શેર કરવા માટે ફેસબુકનો ઉપયોગ કરીએ છીએ. જો તમને એ જાણ થાય કે ફેસબુક તમને વ્યાપાર વધારવા માટે લોન (Loans) પણ આપે છે તો ! તમને જાણીને કેવું લાગશે ? ફેસબુકે (Facebook) Small Business Loans Initiative લોન્ચ કર્યું છે. આ માટે તેણે Indifi સાથે ભાગીદારી કરી છે. અગાઉ ફેસબુકે માત્ર 200 શહેરોમાં લોન સેવા શરૂ કરી હતી અને હવે તેને 329 શહેરોમાં વિસ્તારવામાં આવી છે. લોન મેળવવા માટે કોઈ પ્રોસેસિંગ ફી પણ લેવામાં આવતી નથી. લોન માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

કેટલી લોન મળી શકે

ફેસબુક કે મેટા પોતે લોન આપતું નથી, પરંતુ Indifi કંપની દ્વારા લોન આપવામાં આવે છે. તેની મદદથી તમે 2 લાખથી 50 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો. તમારે લોન માટે કંઈ ગીરવી રાખવાની જરૂર નથી. લોન પર 17 થી 20 ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવું પડશે. મહિલા સાહસિકોને વ્યાજ દર પર 0.2% નું ડિસ્કાઉન્ટ મળશે. એકવાર તમારી લોન મંજૂર થઈ ગયા પછી તમને માત્ર એક જ દિવસમાં પુષ્ટિ મળી જશે. બાકીના દસ્તાવેજો માત્ર 3 દિવસમાં કરવામાં આવશે.

કોણ લોન લઈ શકે છે

આ લોન માટે ફેસબુકે બે શરતો રાખી છે. પ્રથમ એ છે કે આ લોન માટે અરજી કરનાર વ્યક્તિનો વ્યવસાય તેના સર્વિસ નેટવર્ક સાથે ભારતીય શહેરમાં હોવો જોઈએ. બીજી શરત એ છે કે તમે ઓછામાં ઓછા છેલ્લા 6 મહિનાથી મેટા અથવા ફેસબુકથી સંબંધિત કોઈપણ એપ સાથે જોડાયેલા હોવા જોઇએ અને તમારા વ્યવસાયની જાહેરાત કરી રહ્યાં હોવા જોઇએ. આ પ્રોગ્રામ હેઠળ માત્ર નાના ઉદ્યોગ સાહસિકોને જ લોન મળશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ રીતે અરજી કરો

લોન માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે તમારે Facebook Small Business Loans Initiative પેજ પર જવું પડશે. જ્યારે તમે Apply Now પર ક્લિક કરો છો, ત્યારે તમારી સામે એક ફોર્મ ખુલશે. તેના પર તમારે તમારા વ્યવસાય સંબંધિત કેટલીક વધુ અંગત માહિતી આપવી પડશે. તે વિનંતી કરેલ માહિતી ભરીને સબમિટ કરવાની રહેશે. જો તમને લોન માટે લાયક ગણવામાં આવે, તો કંપની તમારો સંપર્ક કરશે.

 

આ પણ વાંચો :કંપની ખુદ Instagramનો ઉપયોગ કરવાનો કરી રહી છે ઈન્કાર! શું માનસિક સ્વાસ્થ્ય છે તેની પાછળનું કારણ?

આ પણ વાંચો :કૃષિ સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં આગળ આવી રહ્યા છે યુવાનો, ડ્રેગન ફ્રૂટ અને સ્ટ્રોબેરીની કરી રહ્યા છે ખેતી

Next Article