શેર માર્કેટ(Share Market)માંથી કમાણી કરવા માટે સૌથી જરૂરી છે કે તમારે સારી કંપનીના શેરમાં રોકાણ કરવું પડશે.આ સ્ટોરીમાં આપણે બજારના તે બે શેરો વિશે વાત કરીશું. જેને બજાર નિષ્ણાતો અને કોટક સિક્યોરિટીઝ સાથે સંકળાયેલા શ્રીકાંત ચૌહાણ દ્વારા ખરીદવાનું સૂચન કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ બંને શેરો વિશે.
આ પણ વાંચો : Foxconn: ફોક્સકોને ભારત માટે કરી મોટી જાહેરાત, આ રાજ્યમાં કરશે 400 મિલિયન ડોલરનું રોકાણ
પ્રથમ સ્ટોક તરીકે એક્સપર્ટ ચૌહાણે દિગ્ગજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પસંદ કર્યું છે. નિષ્ણાતના મતે, કોઈપણ રોકાણકાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સ્ટોક રૂ. 2490ના સ્ટોપ લોસ સાથે ખરીદી કરી શકાય છે. નિષ્ણાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે રૂ. 2620નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ દેશની જાણીતી કંપની છે, જે 1973 થી બજારમાં હાજર છે,
30 જૂન, 2023 ના રોજ પૂરા થતા ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક રૂ. 211372 કરોડ નોંધાઈ છે. જે છેલ્લા ક્વાર્ટરની કુલ આવક કરતાં 2.08 ટકા ઓછી છે. ટેક્સ ચૂકવ્યા પછી, તાજેતરના ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 18,182 કરોડ છે.
બીજા સ્ટોક તરીકે, નિષ્ણાત ચૌહાણને ટાટા સ્ટીલ કંપની પસંદ આવી છે, આ કંપની મેટલ સેક્ટરમાં કામ કરે છે. નિષ્ણાતે Tata Steel કંપની પર 124 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે. રોકાણકારને કોઈ મોટું નુકસાન ન થાય તે માટે 118 રૂપિયાનો સ્ટોપ લોસ આપવામાં આવ્યો છે. કંપની 1997 થી બજારમાં છે.
ટાટા સ્ટીલ કંપનીના ચોથા ક્વાર્ટરના પરિણામો પર નજર કરીએ તો, કંપનીએ અહીં કંસોલિડેટ કુલ આવક તરીકે રૂ. 60666.48 કરોડ નોંધ્યા છે. જે છેલ્લા ક્વાર્ટરની કુલ આવક કરતાં 3.90 ટકા ઓછી છે. તાજેતરના ક્વાર્ટરમાં ટેક્સ ચૂકવ્યા પછી કંપનીનો ચોખ્ખો નફો રૂ. 796.13 કરોડ છે.
શેર બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.
બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો