એસ્સાર ગ્રુપ ગુજરાતમાં રૂપિયા 55000 કરોડનું રોકાણ કરશે, ગુજરાત સરકાર સાથે કંપનીએ MOU કર્યા

|

Dec 15, 2023 | 7:45 AM

એસ્સાર ગ્રુપ ગુજરાતમાં એનર્જી ટ્રાન્સફોર્મેશન, પાવર અને પોર્ટ પ્રોજેક્ટ્સમાં રૂ. 55,000 કરોડનું રોકાણ કરશે. ગુરુવારે આ રોકાણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એસ્સાર દ્વારા આ રોકાણ વિવિધ પ્રોજેક્ટ માટે કરશે.

એસ્સાર ગ્રુપ ગુજરાતમાં રૂપિયા 55000 કરોડનું રોકાણ કરશે, ગુજરાત સરકાર સાથે કંપનીએ MOU કર્યા

Follow us on

એસ્સાર ગ્રુપ ગુજરાતમાં એનર્જી ટ્રાન્સફોર્મેશન, પાવર અને પોર્ટ પ્રોજેક્ટ્સમાં રૂ. 55,000 કરોડનું રોકાણ કરશે. ગુરુવારે આ રોકાણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એસ્સાર દ્વારા આ રોકાણ એક ગીગાવોટ ક્ષમતાનો ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ સ્થાપવા, સલાયા પાવર પ્લાન્ટના વિસ્તરણ અને સલાયા પોર્ટને લોજિસ્ટિક્સ હબમાં રૂપાંતરિત કરવા માટે કરવામાં આવશે.

કંપનીની યોજના શું છે?

એસ્સાર ગ્રૂપે જણાવ્યું હતું કે તેણે ‘વાઇબ્રન્ટ ગુજરાત’ વૈશ્વિક રોકાણકારો સમિટ 2024 પહેલાં કુલ રૂપિયા 55,000 કરોડના રોકાણ અંગે ગુજરાત સરકાર સાથે ત્રણ મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે- એસ્સાર રાજ્યમાં ઊર્જા પરિવર્તન, પાવર અને બંદર ક્ષેત્રોમાં વ્યૂહાત્મક રોકાણ કરવાના નવા તબક્કામાં છે. આ પહેલનો હેતુ 10,000 થી વધુ રોજગારીની તકો ઊભી કરવાનો છે.

કંપની 4 દાયકાથી વેપારનો વિકાસ કરી રહી  છે

છેલ્લા ચાર દાયકામાં, એસ્સારે ગુજરાતમાં ઊર્જા, ધાતુઓ, ખાણકામ અને ઇન્ફ્રા ક્ષેત્રોમાં રૂ. 1 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. તેમાં વાડીનાર ખાતે વાર્ષિક 20 મિલિયન ટનની ઓઇલ રિફાઇનરી અને હજીરા ખાતે સ્ટીલ પ્લાન્ટનો સમાવેશ થાય છે. જોકે, કંપનીએ તેનું દેવું ચૂકવવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં આ પ્રોજેક્ટ્સ વેચી દીધા હતા.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

આ રીતે એસ્સાર હવે ગુજરાતમાં રોકાણના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી રહી છે. એસ્સાર કેપિટલના ડાયરેક્ટર પ્રશાંત રુઈયાએ એમઓયુ પર હસ્તાક્ષર કરવા અંગે જણાવ્યું હતું કે, “ગુજરાત એસ્સારના વ્યૂહાત્મક રોકાણોમાં સતત મોખરે રહ્યું છે. ઊર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. 55,000 કરોડના વધારાના રોકાણ સાથે રાજ્યની આર્થિક પ્રગતિમાં ફાળો આપીને અમને આનંદ થાય છે. 30,000 કરોડ થશે.

સલાયા પાવર પ્લાન્ટ માટે રોકાણ કરશે

એસ્સાર ગ્રુપ તેના સલાયા પાવર પ્લાન્ટના વિસ્તરણના બીજા તબક્કામાં વધારાના રૂ. 16,000 કરોડનું રોકાણ કરશે. આ ઉપરાંત, એસ્સાર પોર્ટ્સ સલાયા પોર્ટને લોજિસ્ટિક્સ સેન્ટરમાં રૂપાંતરિત કરવા માટે રૂ. 10,000 કરોડનું રોકાણ પણ કરવા જઈ રહી છે. જોકે, એસ્સાર ગ્રૂપે આ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા માટે કોઈ સમયરેખાનો ઉલ્લેખ કર્યો નથી. એસ્સાર એનર્જી – ઇન્ફ્રા અને લોજિસ્ટિક્સ, મેટલ અને માઇનિંગ, ટેક અને રિટેલના મુખ્ય ક્ષેત્રોમાં સક્રિય છે. તેની કંપનીઓની કુલ આવક $15 બિલિયન છે.ગુજરાત સાથે કંપનીનો ઘણો જૂનો સંબંધ રહ્યો છે

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:44 am, Fri, 15 December 23

Next Article