
છેલ્લા કેટલાક વર્ષોમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે રોકાણકારો માટે કમાણીની જબરદસ્ત તકો ઉભી કરી છે. છેલ્લા 3 અને 5 વર્ષમાં 7 ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે સતત 25% થી વધુનું વાર્ષિક રિટર્ન (CAGR) આપ્યું છે. આ યાદીમાં Invesco India Midcap Fund, Bandhan Small Cap Fund, HDFC Mid Cap Fund જેવા લોકપ્રિય ફંડ્સનો સમાવેશ થાય છે.
ETMutualFunds એ ઓછામાં ઓછા 5 વર્ષના ટ્રેક રેકોર્ડ ધરાવતા 205 ફંડ્સના પ્રદર્શનનો અભ્યાસ કર્યો હતો. નોંધનીય છે કે, સેક્ટર અને થીમેટિક ફંડ્સનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આમાં ફક્ત એવા ફંડ્સ પસંદ કરવામાં આવ્યા હતા, જેમણે 3 અને 5 વર્ષમાં 25% થી વધુ CAGR આપ્યું હતું.
| ફંડનું નામ | 3 વર્ષનું CAGR | 5 વર્ષનું CAGR |
|---|---|---|
| Bandhan Small Cap Fund | 30.17% | 27.88% |
| Edelweiss Mid Cap Fund | 25.15% | 26.33% |
| HDFC Mid Cap Fund | 25.90% | 26.94% |
| Invesco India Midcap Fund | 27.67% | 25.93% |
| Motilal Oswal Large & Midcap Fund | 25.75% | 25.11% |
| Motilal Oswal Midcap Fund | 26.27% | 29.78% |
| Nippon India Growth Mid Cap Fund | 25.04% | 26.46% |
Bandhan Small Cap Fund ની વાત કરીએ તો, તેને રિટર્ન આપવામાં બીજા બધા ફંડોને પાછળ છોડી દીધા છે. તેણે 3 વર્ષમાં 30.17% CAGR અને 5 વર્ષમાં 27.88% CAGR નું મજબૂત રિટર્ન આપ્યું. નાના શેરોમાં રોકાણને કારણે આ ફંડ વધુ જોખમ ધરાવે છે પરંતુ તે હજુ પણ રિટર્નની દ્રષ્ટિએ ટોપ પર છે.
આ 7 ફંડ્સમાં 5 મિડ-કેપ ફંડ, 1 સ્મોલ-કેપ ફંડ અને 1 લાર્જ અને મિડ-કેપ ફંડનો સમાવેશ થાય છે. આનો અર્થ એ થયો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં મિડ-કેપ કંપનીઓએ રોકાણકારોને ખુશ કરી દીધા છે.
મિડ-કેપ કેટેગરીમાં સૌથી મોટા ફંડ (AUM દ્વારા) HDFC મિડ કેપ ફંડે 3-વર્ષના CAGR 25.90% અને 5-વર્ષના CAGR 26.94% આપ્યા છે. ઇન્વેસ્કો ઇન્ડિયા મિડકેપ ફંડે પણ પ્રભાવશાળી 27.67% (3-વર્ષ) અને 25.93% (5-વર્ષ) CAGR હાંસલ કરેલ છે.
Motilal Oswal Mutual Fund ના બે ફંડ્સ Motilal Oswal Large & Midcap Fund તેમજ Motilal Oswal Midcap Fund બંનેએ 25%+ CAGR આપ્યું છે.
Nippon India Growth Mid Cap Fund ઇક્વિટી ફંડ્સમાં સૌથી વધુ NAV ધરાવે છે. તેણે 3 અને 5 વર્ષમાં 25% થી વધુનો CAGR પણ આપ્યો છે. આ ફક્ત Performance-Based વિશ્લેષણ છે.
ફંડ્સમાં ભૂતકાળનું રિટર્ન ભવિષ્યની કોઈ ગેરંટી આપતું નથી. રોકાણ હંમેશા તમારી જોખમ લેવાની ક્ષમતા, સમય અવધિ અને નાણાકીય લક્ષ્યોના આધારે કરવું જોઈએ.
Published On - 6:05 pm, Sat, 29 November 25