
કોવિડ-19 ની ત્રીજી લહેર વચ્ચે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ તેના સભ્યોને બીજી વખત એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) ખાતામાંથી એડવાન્સ ઉપાડવાની મંજૂરી આપી છે. કોવિડ-19 મહામારી વચ્ચે પૈસા સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોને રાહત આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. EPF સબ્સ્ક્રાઇબર્સ તેમના PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે ઑનલાઇન સુવિધાનો ઉપયોગ કરી શકે છે.
આ જોગવાઈ હેઠળ કોઈપણ EPF સબ્સ્ક્રાઇબર ત્રણ મહિનાના બેઝિક પગાર અને DA જેટલી રકમ અથવા સભ્યના EPF ખાતામાં જમા કરાયેલ કુલ રકમના 75% કરતાં ઓછી હોય તે રકમ ઉપાડી શકે છે. આ બિન-રિફંડપાત્ર ઉપાડ હશે. એટલું જ નહીં EPF સભ્યો ઓછી રકમ માટે પણ અરજી કરી શકે છે.
EPF એકાઉન્ટમાંથી ઓનલાઈન પૈસા ઉપાડવા માટે તમારી પાસે એક્ટિવ યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) હોવો આવશ્યક છે. આટલું જ નહીં આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર એક્ટિવ હોવો જોઈએ. તેમજ આધાર અને PAN અને બેંક વિગતોની વેરીફાઈ કરેલી હોવી જોઈએ. આનો અર્થ એ છે કે તમારું KYC પૂર્ણ કરવું આવશ્યક છે.
આ પણ વાંચો : Share Market : જો તમારે માર્કેટના કડાકાના નુકસાનથી બચવું હોય તો આ પ્રકારે પોર્ટફોલિયો બનાવો, નહીં ડૂબે પરસેવાની કમાણી