પોસ્ટ ઓફીસ સેવિંગ રેટથી બમણું વળતર આપી રહી છે આ યોજના, મોંઘવારી દર કરતાં વધુ વ્યાજ

EPFOએ ટ્વીટમાં લખ્યું છે કે, મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે EPFO ​​તરફથી રિટર્ન અત્યારે સૌથી ઓછું છે. જ્યારે સત્ય એ છે કે EPFO ​​સૌથી વધુ 8.1 ટકા વ્યાજ આપી રહ્યું છે. EPFO તેના ગ્રાહકોને પોસ્ટ ઓફિસ બચત દર કરતાં બમણા કરતાં વધુ વ્યાજ આપી રહ્યું છે.

પોસ્ટ ઓફીસ સેવિંગ રેટથી બમણું વળતર આપી રહી છે આ યોજના, મોંઘવારી દર કરતાં વધુ વ્યાજ
Symbolic Image
| Edited By: | Updated on: Apr 02, 2022 | 6:59 PM

ઈપીએફઓ પર અન્ય યોજનાઓ કરતા વધુ વળતર

EPFO ​​બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે સભ્યને EPF ખાતા પર 8.1 ટકાના દરે વ્યાજ મળશે. EPFO એ ટ્રસ્ટી મંડળની ભલામણ નાણા મંત્રાલયને મોકલી હતી જ્યાંથી તેને મંજૂરી આપવામાં આવી હતી. બાદમાં નાણામંત્રીએ સંસદમાં EPFOના વ્યાજ દર વિશે જણાવ્યું.
તેમણે કહ્યું કે EPFOમાં અન્ય યોજનાઓ કરતાં વધુ વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તે પહેલા, ઘણા મીડિયા અહેવાલોમાં વ્યાજ દરનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને અગાઉના વર્ષોની તુલનામાં વર્તમાન વ્યાજ દર વિશે માહિતી આપવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે EPFOના વ્યાજ દરો સતત ઘટી રહ્યા છે.  હવે સરકાર અને EPFOએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે.

એફડી પર 4 ટકાથી 5 ટકા વ્યાજ

આ પણ વાંચો :  Post Office ની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણ સારા વળતર સાથે ટેક્સમાં છૂટનો લાભ આપશે,જાણો યોજનાને વિગતવાર