પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે ‘મોટી ખુશખબર’! રિટાયરમેન્ટ પછી PF માંથી દર મહિને મળી શકે છે ₹34,375 સુધીની આવક

પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરતા લાખો કર્મચારીઓ માટે રિટાયરમેન્ટ પછીની આવકને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે. EPFO એ એક એવી નવી સિસ્ટમ (SWP) ને મંજૂરી આપી છે, જેનાથી નિવૃત્તિ પછી PF માં જમા મૂળ રકમને અડ્યા વિના પણ દર મહિને નિયમિત આવક મેળવી શકાશે.

પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે મોટી ખુશખબર! રિટાયરમેન્ટ પછી PF માંથી દર મહિને મળી શકે છે ₹34,375 સુધીની આવક
| Updated on: Nov 28, 2026 | 6:01 PM

પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા લોકો માટે ખુશખબર છે. EPFO એ નવા સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન (SWP) ને મંજૂરી આપી છે. આનાથી એમ્પ્લોયીને રિટાયરમેન્ટ પછી PF માં જમા પોતાના પૈસામાંથી નિયમિત રીતે ઇન્કમ મળશે. PF માં જમા પૈસા પર મળતા ઇન્ટરેસ્ટમાંથી આ ઇન્કમ થશે. તેનો અર્થ એ છે કે, એમ્પ્લોયીને રિટાયરમેન્ટ પછી જરૂરી ખર્ચાઓ માટે PF ના પૈસા ઉપાડવા નહીં પડે.

સબ્સ્ક્રાઇબરના PF ખાતામાં મૂળ રકમ જમા રહેશે

આ સુવિધાની ખાસ વાત એ છે કે, નિવૃત્તિ પછી સભ્યના PF ખાતામાં જમા થયેલી મુખ્ય રકમ અકબંધ રહેશે. આને એક ઉદાહરણની મદદથી સમજી શકાય છે. જો કોઈ એમ્પ્લોયીના PF ખાતામાં રિટાયરમેન્ટ સમયે 50 લાખ રૂપિયા જમા છે અને EPF પર 8.25 ટકા વ્યાજ મળે છે, તો વર્ષભરમાં લગભગ 4.12 લાખ રૂપિયા વ્યાજ બનશે.

વ્યાજના આ પૈસા દર મહિને સબ્સ્ક્રાઇબરના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકાય છે. આ હિસાબે દર મહિનાની સરેરાશ વ્યાજ રકમ લગભગ 34,375 રૂપિયા થશે.

EPF ના ઇન્ટરેસ્ટ રેટમાં ફેરફારથી મન્થલી ઇન્કમ બદલાશે

આમાં એ ધ્યાન રાખવું જરૂરી છે કે, 34,375 રૂપિયાને EPFO તરફથી દર મહિને મળતું નિશ્ચિત વ્યાજ કે નક્કી ચૂકવણી ન સમજવું જોઈએ. આ વાર્ષિક વ્યાજ દરના આધારે કરવામાં આવેલી એક સાંકેતિક કેલ્ક્યુલેશન છે. જો EPF ના ઇન્ટરેસ્ટ રેટમાં ફેરફાર થાય છે, તો દર મહિને મળતી વ્યાજની રકમમાં પણ ફેરફાર થઈ શકે છે.

સબ્સ્ક્રાઇબર્સ માટે નિયમિત ઇન્કમના વિકલ્પો ઉપલબ્ધ

EPFO ની નવી વિડ્રોઅલ સિસ્ટમ હેઠળ સબ્સ્ક્રાઇબર્સ પોતાની જરૂરિયાત મુજબ અલગ-અલગ વિકલ્પો પસંદ કરી શકશે. તેમાં માત્ર વ્યાજ ઉપાડવું, વ્યાજની સાથે મૂળ રકમનો થોડો ભાગ ઉપાડવો અથવા શરૂઆતમાં એકસામટી રકમ લઈને ત્યારબાદ નિયમિત હપ્તામાં પૈસા ઉપાડવાનું સામેલ છે.

PF માં જમા પૈસાના વ્યાજની રકમમાંથી થશે ‘નિયમિત ઇન્કમ’

જો કોઈ રિટાયર કર્મચારી માત્ર વ્યાજની રકમ ઉપાડવાનો વિકલ્પ પસંદ કરે છે, તો તેનું મૂળ PF કોર્પસ ખાતામાં જળવાઈ રહેશે. આ રીતે જમા રકમ પર વ્યાજ મળતું રહેશે અને રિટાયરમેન્ટ પછી નિયમિત આવકનું સાધન પણ ઉપલબ્ધ રહેશે. આ સિસ્ટમમાં જે રકમ PF ખાતામાં બચેલી રહેશે, તેના પર વ્યાજ મળતું રહેશે.

સરકાર સમયાંતરે PF ના ઇન્ટરેસ્ટ રેટની સમીક્ષા કરે છે

સરકાર EPF ના વ્યાજ દરની સમયાંતરે સમીક્ષા કરે છે. તેથી, ભવિષ્યમાં વ્યાજ દરમાં ફેરફાર થવા પર મળતી રકમ પણ બદલાઈ શકે છે. PF માં જમા આખા પૈસા એકસાથે ઉપાડવાને બદલે હપ્તામાં ઉપાડવાનો વિકલ્પ એવા લોકો માટે ઉપયોગી થઈ શકે છે.

એમાંય જેમને નિયમિત આવકની જરૂર છે અને જેઓ પોતાની મૂળ બચતને લાંબા સમય સુધી જાળવી રાખવા માંગે છે. સાથોસાથ જો કોઈ રિટાયર્ડ વ્યક્તિ માત્ર ઇન્ટરેસ્ટ ઇન્કમથી પોતાનો ખર્ચ ચલાવવા માંગે છે તો તેના PF ખાતામાં જમા મૂળ રાશિ જળવાઈ રહેશે.

નોકરી છોડ્યા પછી કેટલા સમય સુધી મળે છે PF પર વ્યાજ? જાણો EPFOનો આ મહત્વનો નિયમ

Follow Us
Loading...
Unable to load recommendations.