
દરેક પગારદાર વ્યક્તિના પગારનો એક ભાગ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(Employees Provident Fund Organization)ના ખાતામાં જમા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે લોકો 60 વર્ષની વય પસાર કરે છે ત્યારે તેઓ EPFO ખાતામાં જમા પૈસા ઉપાડી શકે છે. જો તમે ઇચ્છો તો તમે EPFO પેન્શન સ્કીમ(Pension Scheme) પણ મેળવી શકો છો. જો તમે પણ પીએફ(PF)ની પેન્શન સુવિધાનો લાભ લેવા માગો છો, તો તેના માટે તમારી પેન્શન(Pension)ની સ્થિતિ તપાસવી ખૂબ જ જરૂરી છે.તમને PPO નંબર અપાય છે.આ PPO નંબર દ્વારા તમે સરળતાથી તમારા પેન્શનની સ્થિતિ ચકાસી શકો છો
તમને જણાવી દઈએ કે જ્યારે દરેક EPFO ખાતાધારક 60 વર્ષની ઉંમર પછી નિવૃત્ત થાય છે ત્યારે તેને EPFO દ્વારા 12 નંબરનો પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) આપવામાં આવે છે. આ એક યુનિક નંબર છે જે દરેક કર્મચારી માટે અલગ છે. આ નંબર ફક્ત તે લોકો માટે ઉપલબ્ધ છે જેઓ EPFOની પેન્શન યોજનાનો લાભ મેળવવા માંગે છે. આ PPO નંબર દ્વારા તમે સરળતાથી તમારા પેન્શનની સ્થિતિ ચકાસી શકો છો. જો તમને તમારો PPO નંબર યાદ નથી તો અમે તમને PPO નંબર જાણવા માટેની સરળ પ્રક્રિયા જણાવવા જઈ રહ્યા છીએ.