જો તમે કોઈપણ કંપનીમાં કામ કરો છો, તો તમારી પાસે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) વિશે ખૂબ સારી માહિતી હોવી જોઈએ. નોકરી કરતા લોકો માટે EPFO ના ઘણા મોટા ફાયદા છે, જે મુશ્કેલીના સમયમાં લોકો માટે ખૂબ મદદગાર સાબિત થાય છે. વાસ્તવમાં, જ્યારે તમે કોઈ કંપનીમાં કામ કરો છો, ત્યારે તમારા કામ માટે મળેલા પગારમાંથી અમુક પૈસા કાપીને પીએફ ખાતામાં જમા કરવામાં આવે છે. તમારી સાથે, કંપની તમારા પીએફ ખાતામાં પણ કેટલાક પૈસા મૂકે છે. પીએફ ખાતામાં (PF Account) જમા રકમ પર મળતું વ્યાજ (Interest Rate) કોઈપણ બેંક દ્વારા ચૂકવવામાં આવતા વ્યાજ દર કરતા ઘણું વધારે છે. પીએફ ખાતાધારકોને નિવૃત્તિ પછી પેન્શન પણ મળે છે. જો કે, પીએફ ખાતા સાથે સંકળાયેલા તમામ લાભો મેળવવા માટે, કેટલીક મહત્વપૂર્ણ વિગતો છે, જે અપ-ટૂ-ડેટ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પીએફ ખાતામાં, ખાતાધારકની ઘણી મહત્વપૂર્ણ માહિતી જેમ કે નામ, આધાર નંબર, બેંકનું નામ, બેંક એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ, પાન નંબર વગેરે અપડેટ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માહિતીમાં કેટલીક એવી માહિતી છે જે સામાન્ય રીતે બદલાતી નથી જેમ કે- નામ, આધાર નંબર અને PAN નંબર પરંતુ બેંક સંબંધિત વિગતો બદલાઈ શકે છે. ધારો કે તમે દિલ્હીમાં રહો છો અને નોઈડામાં કામ કરો છો. જ્યારે તમે તમારી નોકરી શરૂ કરી ત્યારે કંપનીએ નોઈડાની સ્ટેટ બેંકની શાખામાં તમારું સેલેરી એકાઉન્ટ ખોલાવ્યું હતું. જે પછી તમે તમારા પીએફ ખાતામાં સ્ટેટ બેંકના પગાર ખાતાની વિગતો દાખલ કરી હતી.
હવે થોડા સમય પછી, તમે નોઈડામાં સ્થિત સ્ટેટ બેંકમાં ચાલતું બેંક એકાઉન્ટ તમારા ઘરની નજીકની સ્ટેટ બેંકની શાખામાં ટ્રાન્સફર કર્યું છે, જે દિલ્હીમાં છે. આ સ્થિતિમાં તમારો IFSC કોડ બદલાઈ જશે. જણાવી દઈએ કે, કે બેંકની શાખાઓના IFSC કોડ તેની શાખાના સ્થાનના આધારે નક્કી કરવામાં આવે છે. દિલ્હી અને નોઈડાની અલગ અલગ શાખાઓના IFSC કોડ પણ અલગ અલગ હોય છે. હવે જેમ તમે જાણો છો કે પીએફ ખાતામાં દાખલ કરવાની બેંક વિગતોમાં બેંક ખાતાનો IFSC કોડ દાખલ કરવો ફરજિયાત છે. આવી સ્થિતિમાં હવે તમારે તમારા પીએફ ખાતામાં નોંધાયેલી બેંકની વિગતોમાં પણ ફેરફાર કરવો પડશે.
આ પણ વાંચો : સોનાનાં ભાવમાં ઉછાળાથી આ કંપનીને થયો લાભ, શેરે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી
Published On - 5:32 pm, Fri, 18 March 22