EPFO : જો ખાતામાં PF વ્યાજ ન આવ્યું હોય તો ક્યાં કરવી ફરિયાદ? મિસ્ડ કોલ અને SMS સહીત આ 4 રીતે તપાસો તમારું બેલેન્સ

|

Nov 12, 2021 | 8:22 AM

નાણાકીય વર્ષ 2020 21 માટે સરકાર EPF બચત પર 8.5 ટકાના દરે વ્યાજ આપી રહી છે. વ્યાજના પૈસા પીએફ ખાતામાં આવ્યા કે નહીં તે તમે ઘરે બેઠા જોઈ શકો છો.

EPFO  : જો ખાતામાં PF વ્યાજ ન આવ્યું હોય તો ક્યાં કરવી ફરિયાદ? મિસ્ડ કોલ અને SMS સહીત આ 4 રીતે તપાસો તમારું બેલેન્સ
MapmyIndia IPO

Follow us on

સરકારે દેશના કરોડો કર્મચારીઓના પીએફ ખાતા(PF Account)માં વ્યાજ ઉમેરવાનું શરૂ કરી દીધું છે. નાણાકીય વર્ષ 2020 21 માટે સરકાર EPF બચત પર 8.5 ટકાના દરે વ્યાજ આપી રહી છે. વ્યાજના પૈસા પીએફ ખાતામાં આવ્યા કે નહીં તે તમે ઘરે બેઠા જોઈ શકો છો. આ સિવાય જો તમારા ખાતામાં વ્યાજની રકમ જમા નથી થઈ તો તમે તેની ફરિયાદ પણ કરી શકો છો.

જો તમારા EPFO ​​ખાતામાં વ્યાજ ન આવ્યું હોય તો અહીં ફરિયાદ કરો
આ માટે તમારે https://epfigms.gov.in/ વેબસાઇટ પર જવું પડશે. આ વેબસાઈટ પર જઈને તમારે Register Grievance પર ક્લિક કરવાનું રહેશે. આ પછી PF મેમ્બર, EPF પેન્શનર, એમ્પ્લોયર સ્ટેટસ પસંદ કરે ત્યારબાદ PF એકાઉન્ટ સંબંધિત ફરિયાદ માટે PF સભ્ય પસંદ કરવું. આ બધી પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી UAN નંબર અને સિક્યોરિટી કોડ દાખલ કરો અને Get Details પર ક્લિક કરો. UAN સાથે જોડાયેલા એકાઉન્ટમાંથી વ્યક્તિગત માહિતી મળશે. તે પછી Get OTP પર ક્લિક કરો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. તમે OTP સબમિટ કરી પર્સનલ વિગતો ભર્યા પછી તે પીએફ નંબર પર ક્લિક કરો જેના પર ફરિયાદ નોંધાવવાની રહેશે. આ પછી એક પોપ અપ આવશે. અહીં તમારે PF ઓફિસર, એમ્પ્લોયર, એમ્પ્લોયી ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ સ્કીમ અથવા એક્સ-પેન્શનમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. વિગતો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને સબમિટ પર ક્લિક કરો. આ પછી તમારી ફરિયાદ નોંધવામાં આવશે અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ પર ફરિયાદ નોંધણી નંબર આવશે.

તમે 4 સરળ રીતે તમારું PF બેલેન્સ ચેક કરી શકો છો.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

1. મિસ્ડ કોલ દ્વારા બેલેન્સ જાણો
તમારા PFના પૈસાની સ્થિતિ ચેક કરવા માટે તમારે તમારા નોંધાયેલા મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મિસ કોલ આપવો પડશે. આ પછી તમને EPFOના મેસેજ દ્વારા PFની વિગતો મળશે. અહીં પણ તમારું UAN, PAN અને Adhaar લિંક હોવું જરૂરી છે.

2. ઓનલાઇન બેલેન્સ ચેક કરો
1. ઓનલાઇન બેલેન્સ ચેક કરવા માટે EPFO ની વેબસાઇટ પર લ લોગ ઇન કરો, epfindia.gov.in માં ઇ-પાસબુક પર ક્લિક કરો.
2. હવે તમારી ઇ-પાસબુક પર ક્લિક કરવા પર એક નવું પેજ passbook.epfindia.gov.in પર આવશે.
3. હવે અહીં તમે તમારું યુઝર નામ (UAN નંબર), પાસવર્ડ અને કેપ્ચા ભરો
4. વિગતો ભર્યા પછી તમે એક નવા પેજ પર આવશો અને અહીં તમારે મેંબર આઈડી પસંદ કરવાનું રહેશે.
5. અહીં તમને ઇ-પાસબુક પર તમારું ઇપીએફ બેલેન્સ મળશે.

3. ઉમંગ એપ પર બેલેન્સ આ રીતે ચકાસો
1. આ માટે તમારી ઉમંગ એપ્લિકેશન (Unified Mobile Application for New-age Governance) ખોલો અને EPFO પર ક્લિક કરો.
2. હવે બીજા પેજ પર employee-centric services પર ક્લિક કરો.
3. અહીં તમે ‘વ્યૂ પાસબુક’ પર ક્લિક કરો. આ સાથે તમે તમારો યુએન નંબર અને પાસવર્ડ (ઓટીપી) નંબર દાખલ કરો
4. તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. આ પછી તમે તમારું પીએફ બેલેન્સ ચકાસી શકો છો.

4. SMS દ્વારા બેલેન્સ તપાસો
જો તમારો UAN નંબર EPFO સાથે નોંધાયેલ છે તો પછી તમે મેસેજ દ્વારા તમારા PF બેલેન્સ વિશેની માહિતી મેળવી શકો છો. આ માટે તમારે 7738299899 પર EPFOHO મોકલવો પડશે. આ પછી તમને મેસેજ દ્વારા PFની માહિતી મળશે. જો તમને હિન્દી ભાષામાં માહિતી જોઈએ છે તો તમારે EPFOHO UAN લખીને મોકલવી પડશે. પીએફ બેલેન્સ જાણવા માટેની આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં ઉપલબ્ધ છે. પીએફ બેલેન્સ માટે, તમારું યુએન( UAN), બેંક ખાતું, પાન(PAN) અને આધાર (AADHAR) ને લિંક થયેલ હોવું આવશ્યક છે.

 

આ પણ વાંચો : IPO Allotment Status: PolicyBazaar ના શેરની થઇ રહી છે ફાળવણી, કઈ રીતે જાણશો તમને શેર મળ્યા કે નહીં ?

આ પણ વાંચો : Petrol Diesel Price Today: અમદાવાદમાં આજે 1 લીટર પેટ્રોલની કિંમત 95.13 રૂપિયા, જાણો શું છે તમારા શહેરમાં 1 લીટર ઇંધણનો ભાવ

Next Article