જો તમે પણ PF ખાતાધારક છો તો તમારા માટે આ અગત્યના સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (Employees’ Provident Fund Organisation)એ તેના તમામ ગ્રાહકોને ચેતવણીઓ જારી કરી છે. EPFO એ તેના 6 કરોડ PF ખાતાધારકોને વ્યક્તિગત માહિતી અને કોઈપણ પ્રકારની એપ ડાઉનલોડ કરવા બાબતે ચેતવણી આપી છે. EPFOએ તેના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી છે.
#EPFO never asks its members to share their personal details like Aadhaar, PAN, UAN, Bank Account or OTP over phone or on social media.#SocialSecurity #ईपीएफ@byadavbjp @Rameswar_Teli @PMOIndia @PIB_India @PIBHindi @MIB_India @DDNewslive @airnewsalerts @mygovindia @PTI_News pic.twitter.com/kG6UQ5O3mb
— EPFO (@socialepfo) October 23, 2021
કોઈપણ નોકરી શોધનાર માટે તેના પ્રોવિડન્ટ ફંડ એટલે કે PFની રકમ સૌથી મહત્વપૂર્ણ છે. ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ રકમ સૌથી મહત્વપૂર્ણ ફંડ છે. PF પર વ્યાજ સહિત પૈસા જમા થાય છે. આ કિસ્સામાં તમારે તમારા પીએફના નાણાં વિશે અત્યંત સાવધ રહેવાની જરૂર છે.
જાણો EPFOએ શું કહ્યું
EPFOએ તેના ખાતાધારકોને કોઈપણ ફેક કોલથી સાવધાન રહેવાની સલાહ આપી છે. EPFO એ એલર્ટમાં જણાવ્યું હતું કે, EPFO ક્યારેય તેના ખાતાધારકોને UAN નંબર, આધાર નંબર, PAN નંબર અથવા બેંકની વિગતો માટે ફોન કૉલ પર પૂછતું નથી અને ન તો EPFO તેના ખાતાધારકોને કોઈ ફોન કૉલ કરે છે.
મોટું નુકસાન થઇ શકે છે
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા કહેવામાં આવ્યું છે કે હંમેશા EPFO ના નામે આવતા ફોન કોલ્સથી સાવચેત રહો. EPFOએ નકલી વેબસાઇટ્સથી બચવાની સલાહ પણ આપવામાં આવી છે. જો તમે EPFO ચેતવણીને અવગણશો તો તમારે ભારે કિંમત ચૂકવવી પડશે અને તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.
બેંકો સમયાંતરે એલર્ટ પણ જારી કરે છે
ઉલ્લેખનીય છે કે બેંક તેના ગ્રાહકોની સુરક્ષા માટે સમયાંતરે ચેતવણીઓ જારી કરતી રહે છે. બેંક તેના ટ્વિટર હેન્ડલ અને MMS દ્વારા ગ્રાહકોને એલર્ટ મોકલતી રહે છે.
બેન્કિંગ ફ્રોડના કેસો વધી રહ્યા છે
આપને જણાવી દઈએ કે લોકડાઉન દરમિયાન બેંકિંગ ફ્રોડના કેસમાં વધારો થયો છે. RBI ના રિપોર્ટ અનુસાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને કારણે વર્ષ 2018-19માં 71,543 કરોડ રૂપિયાના બેન્કિંગ ફ્રોડ થયા છે. આ સમયગાળા દરમિયાન બેંક ફ્રોડના 6800 થી વધુ કેસ નોંધાયા હતા. વર્ષ 2017-18માં ફ્રોડના 5916 કેસ નોંધાયા હતા જેમાંથી રૂ 41,167 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી. છેલ્લા 11 નાણાકીય વર્ષોમાં બેંક ફ્રોડના કુલ 53,334 કેસ પ્રકાશમાં આવ્યા છે, જ્યારે તેમના દ્વારા 2.05 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે.
આ પણ વાંચો : Stock Update : શેરબજારની પ્રારંભિક તેજી વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર
આ પણ વાંચો :7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, ઓક્ટોબરના પગારમાં 3 ભથ્થાંનો લાભ મળશે,જાણો વિગતવાર