1 વર્ષની અંદર છોડી દીધી ‘નોકરી’? તો શું PFના પૂરેપૂરા પૈસા ઉપાડી શકશો કે લાગશે ‘મોટો ઝટકો’? જાણી લો આ ‘નવો નિયમ’

જો તમે 1 વર્ષની અંદર જ નોકરી છોડી દીધી છે, તો શું તમે પીએફ (PF)ના પૂરેપૂરા પૈસા ઉપાડી શકશો? સરકારના નવા નિયમ પછી આ સવાલ દરેક કર્મચારીને મૂંઝવણમાં કુકી રહ્યો છે.

1 વર્ષની અંદર છોડી દીધી નોકરી? તો શું PFના પૂરેપૂરા પૈસા ઉપાડી શકશો કે લાગશે મોટો ઝટકો? જાણી લો આ નવો નિયમ
| Updated on: Jul 03, 2026 | 6:33 PM

કેન્દ્ર સરકારે નવી કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) યોજના, 2026 જાહેર કરી દીધી છે. આ અંતર્ગત EPF ખાતાઓમાંથી આંશિક ઉપાડ (પાર્શિયલ વિડ્રોઅલ) માટે એક સરળ અને નવો ફ્રેમવર્ક રજૂ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, સોશિયલ સિક્યોરિટી કોડ, 2020 હેઠળ નોટિફાય કરાયેલી આ નવી સ્કીમ 6 દાયકા જૂની ઈપીએફ યોજના, 1952નું સ્થાન લેશે.

નવા નિયમોમાં PF સભ્યોને પોતાની અલગ-અલગ જરૂરિયાતો માટે પોતાના એલિજિબલ બેલેન્સ (લાયક બેલેન્સ) ના 100 ટકા સુધીનો હિસ્સો ઉપાડવાની મંજૂરી છે.

આ સિવાય એક નવો નિયમ પણ ઉમેરવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ હવે દરેક સભ્યએ પોતાના ઈપીએફ ખાતામાં લઘુત્તમ બેલેન્સ (મિનિમમ બેલેન્સ) જાળવી રાખવું ફરજિયાત રહેશે.

શું બદલાઈ રહ્યો છે ‘ઉપાડનો નિયમ’?

નવા નિયમો હેઠળ EPF સભ્યો આંશિક ઉપાડ માટે ડેઝિગ્નેટેડ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. અહીં એ જાણવું જરૂરી છે કે, આ Withdrawal એક મહત્વની શરતને આધીન રહેશે. યોજનાના નિયમો અનુસાર, કમિશનર નિર્દિષ્ટ પોર્ટલ (Commissioner-designated portal) પર કોઈ સભ્યની અરજી પર આંશિક ઉપાડને મંજૂરી આપી શકે છે, જે સભ્યના ખાતામાં લઘુત્તમ બેલેન્સ જાળવી રાખવાની આવશ્યકતાને આધીન રહેશે. નવી યોજનામાં આ મિનિમમ બેલેન્સને પ્રથમ વખત વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે.

શું હોય છે Eligible Member Balance અને Minimum Balance?

નોટિફિકેશન મુજબ, મિનિમમ બેલેન્સનું ગણિત કંઈક આ રીતે નક્કી કરવામાં આવ્યું છે. લઘુત્તમ બેલેન્સ એટલે એવી રકમ કે, જે સભ્યના ખાતામાં જમા થયેલા કુલ યોગદાન (જેમાં કર્મચારી અને કંપની બંનેનો હિસ્સો અને તેના પર મળતું વ્યાજ જોડાયેલ છે) ના 25 ટકા બરાબર હોય.

કોઈ પણ આંશિક ઉપાડનો લાભ આપ્યા પછી આ રકમ સભ્યના ખાતામાં અનિવાર્યપણે બચેલી રહેવી જોઈએ. સરળ શબ્દોમાં કહીએ તો, તમારી અત્યાર સુધીની કુલ ઈપીએફ બચત (તમારું યોગદાન + કંપનીનું યોગદાન + વ્યાજ) નો ઓછામાં ઓછો 25 ટકા હિસ્સો ઉપાડ પછી પણ તમારા ખાતામાં બ્લોક રહેશે.

આ ફરજિયાત 25 ટકા મિનિમમ બેલેન્સને બાદ કર્યા પછી જે રકમ બચે છે, તેને ‘એલિજિબલ મેમ્બર બેલેન્સ’ કહેવામાં આવે છે. કોઈ પણ કર્મચારી માત્ર આ એલિજિબલ મેમ્બર બેલેન્સ જ ખાતામાંથી ઉપાડી શકે છે.

1 વર્ષની અંદર નોકરી છોડવા પર શું છે ‘નિયમો’?

આ યોજના એવા કર્મચારીઓને મોટી રાહત આપે છે કે, જેઓ પોતાની નોકરી શરૂ કર્યાના 12 મહિના પૂરા થાય તે પહેલાં જ કામ છોડી દે છે. નવા નિયમો અનુસાર, જો કોઈ સભ્ય 1 વર્ષની અંદર પણ નોકરી છોડી દે છે, તો પણ તે પોતાના પીએફના આંશિક ઉપાડ માટે હકદાર રહેશે. જો કે, આવો સભ્ય માત્ર ઉપાડની તારીખ સુધી ઉપલબ્ધ પોતાના એલિજિબલ મેમ્બર બેલેન્સની મર્યાદા સુધી જ નાણાં ઉપાડી શકશે.

ક્યારે અને કઈ જરૂરિયાતો માટે ઉપાડી શકાય છે ‘100% એલિજિબલ બેલેન્સ’?

ઈપીએફની કુલ 12 મહિનાની સદસ્યતા પૂરી કર્યા પછી સભ્યો પોતાની અલગ-અલગ વ્યક્તિગત અને પારિવારિક જરૂરિયાતો માટે પોતાના એલિજિબલ મેમ્બર બેલેન્સના 100 ટકા સુધીનો હિસ્સો ઉપાડી શકે છે. આ જરૂરિયાતોમાં નીચેની બાબતો જોડાયેલી છે:

  1. પોતાનો અથવા પરિવારનો ઈલાજ
  2. પોતાના અથવા પરિવારમાં શિક્ષણ
  3. પોતાના અથવા પરિવારમાં લગ્ન
  4. ઘર અથવા ફ્લેટ ખરીદવા
  5. ઘર બનાવવા માટે જમીન ખરીદવા
  6. ઘરનું નિર્માણ કરવા
  7. હોમ લોન ચૂકવવા
  8. વર્તમાન ઘરનું રીનોવેશન/સુધારણા કરવા

આ સિવાય વિશેષ પરિસ્થિતિઓમાં પણ 12 મહિનાની સદસ્યતા પૂરી થયા બાદ 100% એલિજિબલ મેમ્બર બેલેન્સ ઉપાડવાની મંજૂરી આપી શકાય છે.

કેટલી વાર ઉપાડી શકાય છે ‘પૈસા’?

નવી યોજનામાં એ વાતની પણ મર્યાદા નક્કી કરવામાં આવી છે કે, કોઈ સભ્ય પોતાની પૂરી સદસ્યતા દરમિયાન અલગ-અલગ હેતુઓ માટે કેટલી વાર પૈસા ઉપાડી શકે છે.

  • શિક્ષણ માટે: પૂરી સદસ્યતા દરમિયાન મહત્તમ 10 વખત ઉપાડ
  • લગ્ન માટે: પૂરી સદસ્યતા દરમિયાન મહત્તમ 5 વખત ઉપાડ
  • ઘર/આવાસ સંબંધિત કામ માટે: મહત્તમ 5 વખત ઉપાડ
  • વિશેષ પરિસ્થિતિઓમાં: એક નાણાકીય વર્ષમાં મહત્તમ 2 વખત ઉપાડ

કેમ જરૂરી છે મિનિમમ બેલેન્સનો આ ‘નવો નિયમ’?

આ પહેલાં લાગુ ઈપીએફ ઉપાડના નિયમો અલગ-અલગ હેતુઓ અને અલગ-અલગ શરતો સાથે જોડાયેલા હતા, જેના કારણે ઘણા કિસ્સાઓમાં સભ્યો પોતાના ખાતાનું મોટાભાગનું બેલેન્સ ઉપાડી લેતા હતા.

નવો ફ્રેમવર્ક એલિજિબલ મેમ્બર બેલેન્સની એક સમાન વિભાવનાને લાગુ કરીને સમગ્ર ઉપાડ પ્રક્રિયાને સ્ટાન્ડર્ડાઇઝ (પ્રમાણિત) કરે છે. આ નિયમ એ પણ સુનિશ્ચિત કરે છે કે, કર્મચારીઓની નિવૃત્તિ (રિટાયરમેન્ટ) ની બચતનો ઓછામાં ઓછો 25 ટકા હિસ્સો હંમેશા રોકાયેલો રહે, જેથી તેમનું ભવિષ્ય સુરક્ષિત રહે.

ચાંદીમાં આવશે ‘સુનામી’… ₹3 લાખ પાર જવાનો ‘નવો ટાર્ગેટ’, બજારના મોટા માથાઓએ કરી ‘મોટી ભવિષ્યવાણી’

Follow Us