અમેરિકાના ‘તોફાન’માં ઈલોન મસ્કની એક લાખ કરોડથી વધુની સંપત્તિ ઉડી ગઈ, જેફ બેઝોસે 3.22 અબજ ડોલર ગુમાવ્યા

યુએસએના તોફાનમાં, વિશ્વના પ્રથમ અમીર વ્યક્તિ એવા એલોન મસ્કની કુલ સંપત્તિના $ 13.3 (લગભગ રૂ. 1,08,587 કરોડ)નું નુકસાન થયું. જ્યારે, જેફ બેઝોસને $ 3.22 બિલિયનનુ નુકસાન થવા પામ્યું છે.

અમેરિકાના તોફાનમાં ઈલોન મસ્કની એક લાખ કરોડથી વધુની સંપત્તિ ઉડી ગઈ, જેફ બેઝોસે 3.22 અબજ ડોલર ગુમાવ્યા
Elon Musk (File photo)
| Edited By: | Updated on: Sep 30, 2022 | 11:00 AM

યુએસ શેરબજારોમાં ગુરુવારે ફરી એકવાર વેચવાલીનું ભારે તોફાન આવ્યું હતું, જેમાં ટેસ્લા, ગૂગલ (આલ્ફાબેટ ઇન્ક.), ફેસબુક (મેટા) અને એમેઝોન જેવી દિગ્ગજ કંપનીઓના શેર આડેધડ રીતે તૂટ્યા. આ અમેરિકન શેરબજારમાં ફુંકાયેલા વાવાઝોડામાં, વિશ્વના પ્રથમ અમીર ઇલોન મસ્કના (Elon Musk) $ 13.3 (લગભગ 1,08,587 કરોડ રૂપિયા) ઉડી ગયા. તે જ સમયે, જેફ બેઝોસને (Jeff Bezos) $ 3.22 બિલિયનનુ નુકસાન થવા પામ્યું છે.

તમને જણાવી દઈએ કે ગુરુવારે યુએસ શેરબજારનો મુખ્ય સૂચકાંક ડાઉ જોન્સ 1.54 ટકા એટલે કે 458 પોઈન્ટના ઘટાડા સાથે 29225 ના સ્તર પર બંધ થયો હતો.જ્યારે, Nasdaq 2.84 ટકા ઘટીને 10737 ના સ્તર પર બંધ થયો હતો. તો બીજીબાજુ, S&P 500 2.11 ટકા ઘટ્યો હતો. તેની અસર એ હતી કે એલોન મસ્કના ટેસ્લાના શેર 6.81 ટકા ઘટ્યા હતા. જેના કારણે તેમને એક જ દિવસમાં $13.3 બિલિયનનું નુકસાન થવા પામ્યું હતું.

તો બીજી તરફ, જેફ બેઝોસના એમેઝોનના શેરમાં પણ 2.72 ટકાનો ઘટાડો થયો હતો. આ કારણે તેમની કુલ સંપત્તિમાં $3.22 બિલિયનનો ઘટાડો થયો હતો. ફેસબુક એટલે કે મેટા પ્લેટફોર્મના શેરમાં પણ 3.67 ટકાનો ઘટાડો થયો છે. આ કારણે માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં $1.82 બિલિયનનો ઘટાડો થયો છે.

આ વર્ષે અત્યાર સુધીમાં $30.3 બિલિયન ગુમાવનાર એલોન મસ્કની નેટવર્થ હવે $240 બિલિયન છે. આ હોવા છતાં, બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં એલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે.

ટોચના 10 અમીરોમાં આ વર્ષે લગભગ $55 બિલિયનની સંપત્તિ ગુમાવનાર જેફ બેઝોસ $138 બિલિયન સાથે બીજા ક્રમે છે. બર્નાર્ડ આર્નોલ્ટ, જેણે અત્યાર સુધીમાં કુલ $ 48 બિલિયન ગુમાવ્યા છે, તે 129 બિલિયન ડોલર સાથે ત્રીજા સ્થાને છે.

અદાણી ઉપર પણ સ્થાનિક બજાર તૂટવાની અસર

ગુરુવારે ગૌતમ અદાણીએ $3.51 બિલિયનની સંપત્તિ ગુમાવી હતી. આમ છતાં, તે આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિ છે, ગૌતમ અદાણીની સંપત્તિમાં $51.1 બિલિયનનો ઉમેરો થયો છે. તે હવે $128 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં ચોથા સ્થાને છે.