મધ્યમ અને સામાન્ય વર્ગ માટે ખુશ ખબર, ખાદ્યતેલ સસ્તું થશે, સરકારે કંપનીઓને ભાવ ઘટાડવાના આપ્યા નિર્દેશ

|

Jul 06, 2022 | 5:42 PM

ગયા મહિને જ કંપનીઓએ ખાદ્યતેલના ભાવમાં 10 થી 15 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો. જોકે સરકારે આ કપાતને પર્યાપ્ત ગણી નથી.સરકાર હજુ પણ 12 રૂપિયા પ્રતિ લિટર સુધીની ઘટાડવાનો ઓઇલ કંપનીઓને નિર્દેશ કર્યો છે.

મધ્યમ અને સામાન્ય વર્ગ માટે ખુશ ખબર, ખાદ્યતેલ સસ્તું થશે, સરકારે કંપનીઓને ભાવ ઘટાડવાના આપ્યા નિર્દેશ
પામ તેલના ભાવમાં ધરખમ ઘટાડો, સિંગતેલના ભાવમાં વધારો

Follow us on

આગામી સમયમાં ખાદ્યતેલ (Edible Oil)ના ભાવમાં વધુ રાહત મળી શકે છે. સરકારે કંપનીઓને છૂટક બજારમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો કરવા સૂચના આપી છે. સમાચાર અનુસાર, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે ખાદ્ય તેલ કંપનીઓને એક સપ્તાહની અંદર ઉત્પાદનોની કિંમતોમાં ઘટાડો(edible oil price) કરવા માટે કહ્યું છે. સરકારના જણાવ્યા અનુસાર, ખાદ્યતેલના ભાવમાં 10 થી 15 ટકાના વધુ ઘટાડાની શક્યતા છે. ગયા મહિને કંપનીઓએ ખાદ્યતેલના ભાવમાં 10 થી 15 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો. આ બાબતને લઈને સરકારે આજે સેક્ટર સાથે જોડાયેલી મોટી કંપનીઓ સાથે બેઠક યોજી છે. બેઠકમાં ખાદ્યતેલના ભાવ ઘટાડવાના પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી. એવી ધારણા છે કે ખાદ્ય તેલની કિંમત ઘટીને 12 રૂપિયા પ્રતિ લિટર થઈ શકે છે.

કિંમતો કેટલી ઘટી શકે છે

સરકારનું અનુમાન છે કે વર્તમાન સંજોગોમાં ખાદ્યતેલના ભાવમાં 15-20 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. એવી ધારણા છે કે કંપનીઓ પ્રતિ લિટર 10 થી 12 રૂપિયાનો ઘટાડો કરી શકે છે. અહેવાલો અનુસાર, આજે મળેલી બેઠકમાં ઘણી ખાદ્યતેલ કંપનીઓએ પણ ભાવ ઘટાડવા માટે સહમતિ દર્શાવી છે, તેથી આશા છે કે આગામી દિવસોમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે. આજની બેઠકમાં ખાદ્ય સચિવ સુધાંશુ પાંડે હાજર રહ્યા હતા.

વિશ્વભરમાં ખાદ્યતેલોના ભાવમાં વધારાને કારણે સ્થાનિક બજારમાં પણ ભાવ ખૂબ ઊંચા સ્તરે પહોંચી ગયા હતા. ભારત તેની જરૂરિયાતનો લગભગ અડધો ભાગ વિદેશથી આયાત કરે છે, આવી સ્થિતિમાં વિદેશી બજારોમાં વધારાની સીધી અસર છૂટક કિંમતો પર જોવા મળી રહી છે. તાજેતરના ભૂતકાળમાં, સરકારે ડ્યુટીમાં ઘટાડા જેવા પગલાં લીધાં છે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો પણ સુધરી રહી છે. આવી સ્થિતિમાં દેશમાં છૂટક કિંમતો પણ નીચે આવી ગઈ છે. જોકે, સરકાર સ્વીકારી રહી છે કે જથ્થાબંધ ભાવમાં જેટલો ઘટાડો થયો છે તેટલો રિટેલ ભાવમાં ઘટાડો થયો નથી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

વિદેશી બજારોમાં ઘટાડો

હાલમાં ખાદ્યતેલોના જથ્થાબંધ ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. સૂત્રોને ટાંકીને પીટીઆઈના અહેવાલમાં જણાવાયું છે કે વિદેશમાં ખાદ્યતેલોના ભાવમાં ઐતિહાસિક ઘટાડો થયો છે. આ ઘટાડા વચ્ચે ક્રૂડ પામ ઓઈલ અને પામોલિન ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. વિદેશી બજારોમાં ઘટાડો અને સરકારે રિફાઇનિંગ કંપનીઓને વાર્ષિક 2 મિલિયન ટન સોયાબીન અને 2 મિલિયન ટન સનફ્લાવર ઓઇલની આયાતનો ક્વોટા બહાર પાડતાં સોયાબીન તેલના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. તેનાથી સ્થાનિક તેલ કંપનીઓની કિંમતમાં ઘટાડો થયો છે.

સરકારે આ ઉણપનો લાભ છૂટક ગ્રાહકો સુધી પહોંચાડવાનું કહ્યું છે. ગયા મહિને જ ઘણી કંપનીઓએ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો કર્યો હતો. જો કે, ગયા મહિનાના અંતમાં પીટીઆઈના અહેવાલમાં, સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે વિદેશી બજારમાં કિંમતો પ્રતિ લિટર રૂપિયા 40-50 જેટલી ઘટી ગઈ છે. અને હજુ પણ કંપનીઓ જથ્થાબંધ ભાવમાં થયેલા ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને નથી આપી રહી.

Next Article