પેટીએમ, રેઝરપે-કેશફ્રીના સ્થાનો પર દરોડા, ચાઇના લોન એપ કેસમાં EDની કાર્યવાહી

|

Sep 03, 2022 | 5:47 PM

ઈડી (Enforcement Directorate) દ્વારા મળતી જાણકારી મુજબ આ દરોડા બેંગલુરુમાં 6 અલગ અલગ જગ્યાઓ પર પાડવામાં આવ્યા છે. ઈડીના જણાવ્યા મુજબ સર્ચ ઓપરેશન ચાલુ છે.

પેટીએમ, રેઝરપે-કેશફ્રીના સ્થાનો પર દરોડા, ચાઇના લોન એપ કેસમાં EDની કાર્યવાહી
Enforcement Directorate

Follow us on

ઈડીએ (Enforcement Directorate) આજે ​​જાણકારી આપી છે કે તેમની ટીમે ઓનલાઈન પેમેન્ટ ગેટવે જેવા રેઝરપે, પેટીએમ (Paytm) અને કેશફ્રીના સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડા ચીની નાગરિકો દ્વારા નિયંત્રિત ઇન્સ્ટન્ટ લોન સામે ચાલી રહેલી તપાસના સંદર્ભમાં કરવામાં આવ્યા છે. આ લોન સ્માર્ટફોન આધારિત એપ્સ દ્વારા આપવામાં આવી હતી અને તે ગેરકાયદેસર રીતે કામ કરતી હતી. ઈડી આ કેસમાં મની લોન્ડરિંગની શક્યતાની પણ તપાસ કરી રહી છે. ઈડી દ્વારા મળતી જાણકારી મુજબ આ દરોડા બેંગલુરુમાં 6 અલગ અલગ જગ્યાઓ પર પાડવામાં આવ્યા છે. ઈડીના જણાવ્યા મુજબ સર્ચ ઓપરેશન ચાલુ છે.

દરોડામાં શું મળ્યું?

ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું, ચીની વ્યક્તિઓ દ્વારા નિયંત્રિત અથવા સંચાલિત કંપનીઓ, રેઝરપે પ્રાઇવેટ લિમિટેડ, કેશફ્રી પેમેન્ટ્સ, પેટીએમ પેમેન્ટ સર્વિસ લિમિટેડ અને અન્યો કંપનીઓ પર તપાસ હાથ ધરવામાં આવ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું કે દરોડામાં ચીની વ્યક્તિઓ દ્વારા નિયંત્રિત આ કંપનીઓના મર્ચન્ટ આઈડી અને બેંક એકાઉન્ટમાં જમા કરાયેલા 17 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.

એજન્સીનો આરોપ છે કે આ કંપનીઓ ભારતીય નાગરિકોના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેમને બનાવટી રીતે ડિરેક્ટર બનાવી રહી છે જ્યારે આ કંપનીઓ ચીનના લોકો દ્વારા નિયંત્રિત અને સંચાલિત છે. એજન્સીએ કહ્યું કે તપાસ હેઠળની આ કંપનીઓ મર્ચન્ટ આઈટી અથવા પેમેન્ટ સર્વિસ કંપનીઓ અને બેંકો સાથે જોડાયેલા એકાઉન્ટનો ઉપયોગ કરીને ગુનામાંથી નાણાં એકત્ર કરી રહી હતી અને આ કંપનીઓ દ્વારા આપવામાં આવેલા સરનામા પણ નકલી હતા.

કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ

શું છે મામલો

પોલીસને આવી ઘણી ફરિયાદો મળી હતી જેમાં ફટાફટ લોન એપ્સ લોકોને ધમકાવવામાં અને પૈસા પડાવવામાં રોકાયેલી હતી. આ ફરિયાદો મુજબ નાની રકમના રિફંડના નામે તેમની પાસેથી વધુ પડતી રકમ લેવામાં આવી રહી હતી. રકમ ન ચૂકવતા ગ્રાહકોને હેરાન કરવામાં આવતા હતા. આ એપ્સ લોકોને થોડીવારમાં નાની લોન આપવાની ઓફર કરતી હતી, પરંતુ તેના બદલામાં તેઓ મોબાઈલમાં હાજર તમામ જાણકારી લેતા હતા, જેનો ઉપયોગ તેઓ લોકો પાસેથી પૈસા પડાવી લેતા હતા. આ ફરિયાદો પર કાર્યવાહી કર્યા બાદ આમાં ચીનના નાગરિકોની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જે પછી આ ખોટી રીતે એકત્ર કરાયેલા નાણાને દેશની બહાર મોકલવાના મામલાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Next Article