Google map: ફક્ત ટ્રાવેલ માટે જ નહી ઉપયોગી નથી ગુગલ મેપ, ઘરે બેઠા કમાણી પણ થઈ શકે આ એપથી !

ગૂગલ મેપનો ઉપયોગ માત્ર નેવિગેશન માટે જ નહીં, પૈસા કમાવવા માટે પણ થઈ શકે છે. અમે તમને તે ટિપ્સ જણાવી રહ્યા છીએ જેને ફોલો કરીને તમે ઘરે બેઠા સરળતાથી પૈસા કમાઈ શકો છો.

Google map: ફક્ત ટ્રાવેલ માટે જ નહી ઉપયોગી નથી ગુગલ મેપ, ઘરે બેઠા કમાણી પણ થઈ શકે આ એપથી !
Google Map (Symbolic Image)
| Edited By: | Updated on: Feb 24, 2022 | 6:52 AM

આપણે સૌ જાણીએ છીએ તેમ ગૂગલ મેપનો (Google Map) ઉપયોગ પોતાના લોકેશન સુધી પહોચવા માટે કરવામાં આવે છે. કેબ ડ્રાઈવરથી લઈને સામાન્ય માણસ સુધી સૌ કોઈ ગૂગલમેપ ના ઉપયોગથી પરીચિત છે.  પરંતુ શું તમે જાણો છો કે ગૂગલ મેપના ઉપયોગ દ્વારા તમે ઘરે બેઠા કમાણી કરી શકો છો ? આ સાંભળી ને કદાચ તમને વિશ્વાસ નહી આવે પરંતુ આ વાત સાચી છે. માણસોને રસ્તો ભૂલવાથી બચાવતુ અને યોગ્ય ઠેકાણે પહોચવામાં મદદગાર બનતુ ગૂગલ મેપ હવે કમાણીનો સ્ત્રોત પણ બની ગયું છે.  પરંતુ ખૂબ ઓછા લોકો છે જેને આ ફીચર વિશે ખબર છે. એટલા માટે આજે અમે તમને વિગતવાર જણાવીશું કે કેવી રીતે તમે Google Map પરથી લોકેશન ટ્રેક કરવાની સાથે સાથે કમાણી પણ શકો છો.

આવી રીતે કરો કમાણી

જો તમે ક્યારેય પણ ગુગલ મેપનો ઉપયોગ કર્યો હશે તો તમને ખ્યાલ જ હશે કે, ગુગલ મેપ પર ઘણા બીઝનેસ સેન્ટરો આવેલા હોય છે. જ્યારે કોઈ પણ કંપની પોતાને ગુગલ પર લીસ્ટ કરે છે, ત્યારે તેનું વેરિફિકેશન જરૂરી હોય છે. વેરિફિકેશન માટે રીવ્યુ જરૂરી હોય છે. બસ આ જ છે, તમારી કમાણીનો રસ્તો! તમારે પહેલા ગૂગલ મેપ પર એવા બિઝનેસ શોધવા પડશે જે વેરિફાઈડ નથી. આ પછી, તમે તે બિઝનેસ માલિકોને એક મેઇલ મોકલો અને તેમને કહો કે તમે વેરિફિકેશનમાં તેમને કેવી રીતે મદદ કરી શકો. કારણ કે ગુગલની પોલિસી અનુસાર, જો કોઈ બિઝનેસ વેરિફાઈડ નથી, તો તેને થોડા દિવસોમાં લિસ્ટમાંથી હટાવી દેવામાં આવશે.

તમે તમારા રીવ્યુ સાથે અન્ય લોકો પાસેથી પણ રીવ્યુ કરાવી શકો છો. આના બદલામાં, તમે તેમની સાથે ડીલ કરી શકો છો અને થોડો ચાર્જ લઈ શકો છો. આ આઈડિયા ખૂબ જ અસરકારક છે અને ઘણા યુવાનો આ આઈડિયા દ્વારા ઘણી કમાણી કરી રહ્યા છે અને 20 ડોલર થી 50 ડોલર સુધીની કમાણી કરી રહ્યા છે.

ગૂગલ મેપમાં ઉમેરાયું નવુ ફીચર

ગૂગલે થોડા દિવસો પહેલા મેપમાં પ્લસ કોડ નામનું એક નવું ફીચર ઉમેર્યું છે. આની મદદથી ગૂગલ મેપનો ઉપયોગ કરનાર પોતાના ઘરનું ડિજિટલ એડ્રેસ બનાવી શકશે. આ ડિજિટલ એડ્રેસની મદદથી કોઈ વ્યક્તિ તમારા ઘરના ચોક્કસ સ્થાન સુધી પહોંચી શકશે.

આ પણ વાંચો :  વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી પાસેથી વસુલવામાં આવ્યા 18000 કરોડ રૂપિયા, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં આપી માહિતી