E Shram Portal: ખરાબ સમયમાં ઉપયોગી છે ઈ-શ્રમ કાર્ડ, સાથે જ છે લાખોનો ફાયદો

|

Aug 27, 2021 | 6:36 PM

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે અસંગઠિત ક્ષેત્રના લગભગ 38 કરોડ મજૂરો માટે 12-અંકનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) અને ઈ-શ્રમ કાર્ડ બહાર પાડયું છેે, જે દેશભરમાં માન્ય રહેશે. ઇ-શ્રમ કાર્ડ દેશના કરોડો અસંગઠિત કામદારોને નવી ઓળખ આપશે.

E Shram Portal:  ખરાબ સમયમાં ઉપયોગી છે ઈ-શ્રમ કાર્ડ, સાથે જ છે લાખોનો ફાયદો
ઈ-શ્રમ કાર્ડના છે ઘણા ફાયદા

Follow us on

E Shram Portal:  મોદી સરકારે આજે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા દેશના કરોડો કામદારોને મોટી ભેટ આપી છે. કામદારોના હિતોને ધ્યાનમાં રાખીને સરકારે ઇ-શ્રમ પોર્ટલ શરૂ કર્યું છે. 26 ઓગસ્ટના રોજ સરકારે આ પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ અંતર્ગત મજૂરોના ઈ-શ્રમ કાર્ડ બનાવવામાં આવશે. આ કાર્ડ્સ પર, તેઓને 5 લાખ રૂપિયાનું મફત આરોગ્ય વીમા કવર મળશે. આયુષ્માન ભારત યોજના (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ, દરેક પરિવારને વાર્ષિક 5 લાખ રૂપિયાનું આરોગ્ય વીમો મફત આપવામાં આવે છે.

કામદારોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જેમાં તેઓએ તેમના નામ, વ્યવસાય, સરનામું, વ્યવસાયનો પ્રકાર, શૈક્ષણિક લાયકાત, કુશળતા અને કુટુંબની વિગતો વગેરેની સંપૂર્ણ વિગતો આપવી પડશે. પ્રવાસી મજૂરો તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

જે મજૂરો પાસે ફોન નથી અથવા જેમને વાંચતાં / લખતાં આવડતું નથી, તેઓ CSC કેન્દ્રોની મુલાકાત લઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે. કામદારના યુનિક ખાતા નંબર માટે રજીસ્ટ્રેશન કાર્ડ બનાવવામાં આવશે, જેને ઈ-શ્રમ કાર્ડ તરીકે નામ આપવામાં આવ્યું છે. અસંગઠિત અને પ્રવાસી કામદારોનો ડેટાબેઝ આધાર સાથે જોડવામાં આવશે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

આ સાથે, સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા દેશના કરોડો કામદારોની સુવિધા માટે રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ માટેનો ટોલ ફ્રી નંબર 14434 છે. કામદારો આ નંબર પર કોલ કરી શકશે અને પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટેની જરૂરી માહિતી મેળવી શકશે. તેઓએ ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટે આધાર નંબર અને બેંક ખાતાની વિગતો  આપવી પડશે.

અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના (PM Shram Yogi Man Dhan Yojna) વધુ સારી યોજના છે. આ યોજના હેઠળ, શેરી વિક્રેતાઓ, રિક્ષાચાલકો, બાંધકામ કામદારો અને અન્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા મજુરોને તેમની વૃદ્ધાવસ્થા સુરક્ષિત કરવામાં મદદ મળશે. આ યોજના હેઠળ, દર મહિને 3000 રૂપિયા એટલે કે 36000 રૂપિયા પ્રતિ વર્ષ પેન્શન મળશે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઈ-શ્રમ પોર્ટલનો લોગો લોન્ચ કર્યો હતો. સાથે જ મંત્રીએ ઈ – શ્રમ પોર્ટલ વિશે માહિતિ પણ આપી હતી. ઈ-શ્રમ પોર્ટલ દ્વારા સરકાર 38 કરોડ અસંગઠિત કામદારો જેમ કે બાંધકામ મજૂર, પ્રવાસી કામદારો, શેરી વિક્રેતાઓ અને ઘરેલુ કામદારોની રજીસ્ટ્રેશન કરવાનું લક્ષ્ય ધરાવે છે. જો કે આ એક મોટો પડકાર છે.

આ પણ વાંચો :  Multibagger Stock 2021 : પોણા બે રૂપિયાના શેરે એક વર્ષમાં આપ્યું 1,964% રિટર્ન , જાણો રોકાણકારોને માલામાલ બનાવનાર શેર વિશે વિગતવાર

આ પણ વાંચો : જાણો સ્માર્ટ ફોનમાં કેમ લાગે છે આગ અને થાય છે વિસ્ફોટ ! આ છે કારણ અને દુર્ઘટના અટકાવવાના ઉપાય

Published On - 6:35 pm, Fri, 27 August 21

Next Article