ખોટી ઓળખ સાથે Pakistan થી China રવાના કરાયેલા Radioactive પદાર્થના કન્ટેનરોને DRI એ મુંદ્રા પોર્ટ ખાતે ઝડપી પડાયા

આ કાર્ગોને લઈ તપાસનો દોર તેજ બન્યો છે. આ મામલે અનેશ પ્રશ્નો પણ ઉભા થયા છે. ભારત સાથે સારા સંબંધ ન ધરાવતા બને પાડોશી દેશો વચ્ચે જોખમી પદાર્થની લેવડ - દેવડ તપાસ માંગી રહી છે.

ખોટી ઓળખ સાથે Pakistan થી China રવાના કરાયેલા Radioactive પદાર્થના કન્ટેનરોને DRI એ મુંદ્રા પોર્ટ ખાતે ઝડપી પડાયા
Mundra Port
| Edited By: | Updated on: Nov 19, 2021 | 1:54 PM

18 નવેમ્બર 2021 ના ​​રોજ જોઈન્ટ કસ્ટમ્સ અને ડીઆરઆઈ(DRI)ની ટીમે મુંદ્રા બંદર( Mundra Port) પર વિદેશી જહાજમાંથી અઘોષિત હેઝાર્ડસલ(hazardous) મટીરીયલ હોવાની શંકાના આધારે ઘણા કન્ટેનર સીઝ કર્યા હતા. મામલાની ગંભીરતા એ કારણે વધી જાય છે કે આ કાર્ગો પાકિસ્તાનના કરાચીથી ચીનના શાંઘાઈ તરફ રવાના કરાયા હતા.

અદાણી પોર્ટના સૂત્રો અનુસાર આ કાર્ગો બિન-જોખમી (Non-Hazardous) તરીકે લઈ જવાતો હતો ત્યારે જપ્ત કરાયેલા કન્ટેનરમાં હેઝાર્ડ વર્ગ 7 માર્કિંગ હતા. જે રેડિયોએક્ટિવ પદાર્થ હોવાનું સૂચવે છે. જો કે કન્ટેનર મુંદ્રા પોર્ટ અથવા ભારતના અન્ય કોઈ બંદર માટે નિર્ધારિત નહોતા પરંતુ પાકિસ્તાનના કરાચીથી ચીનના શાંઘાઈ જતા હતા, સરકારી અધિકારીઓએ તેમને વધુ તપાસ માટે મુન્દ્રા પોર્ટ પર ઉતારી દીધા હતા.

 

adani ports and sez (APSEZ) એ આ કામગીરી માટે તમામ શક્ય સહાય પૂરી પાડી હતી અને કસ્ટમ્સ અને DRI કર્મચારીઓને તેમની ત્વરિત અને સંકલિત કાર્યવાહી માટે આભાર માન્યો હતો. કંપનીએ જણાવ્યું છે કે અમે તેમની કર્તવ્યપરાયણતા ખંતને સલામ કરીએ છીએ અને ભારતને સુરક્ષિત રાખવા જરૂરી કોઈપણ કાર્યવાહીમાં સંપૂર્ણ મદદ કરવાનું ચાલુ રાખીશું. અદાણી જૂથ રાષ્ટ્રીય સુરક્ષાને ખૂબ જ ગંભીરતાથી લે છે અને તેની સાથે કોઈને પણ કોઈપણ રીતે બાંધછોડ કરવા દેશે નહીં.

આ કાર્ગોને લઈ તપાસનો દોર તેજ બન્યો છે. આ મામલે અનેશ પ્રશ્નો પણ ઉભા થયા છે. ભારત સાથે સારા સંબંધ ન ધરાવતા બને પાડોશી દેશો વચ્ચે જોખમી પદાર્થની લેવડ – દેવડ તપાસ માંગી રહી છે. મામલો આટલેથી અટકતો નથી. મૂળભૂત ઓળખ છુપાવીને રેડિયોએક્ટિવ પદાર્થ કાર્ગોમાં રવાના કરવાની બાબત કોઈ મોટા કાવતરા તરફ પણ ઈશારો કરે છે.

જોઈન્ટ કસ્ટમ્સ અને ડીઆરઆઈ(DRI)ની ટીમે સમયસર અને સફળતાથી આ કન્ટેનર ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી છે. આવા મોટી સંખ્યામાં કન્ટેનર ઝડપી પાડવા ભારત માટે મોટી સફળતા થી ઓછું આંકી શકાય તેમ નથી જોકે આ કન્ટેનરની ઊંડાણપૂર્વકની તપાસમાં ચોંકાવનારી માહિતીઓ ભાર આવે તો પણ નવાઈ નહિ

 

આ પણ વાંચો :  Life Certificate : Pensioners માટે સારા સમાચાર, હવે પોસ્ટ ઓફિસથી પણ Life Certificate મેળવી શકાશે, જાણો કઈ રીતે

 

આ પણ વાંચો : Paytm ના નિરાશાજનક લિસ્ટિંગ બાદ રોકાણકારોએ Hold કરવું કે Sell? જાણો નિષ્ણાંતોના અભિપ્રાય