કામની વાત : શું LPG GAS CYLINDER ની Expiry Date હોય છે? જાણો હકીકત

|

Feb 24, 2022 | 9:10 AM

IOC તેની વેબસાઈટ પર જણાવે છે કે તમામ એલપીજી સિલિન્ડર ખાસ પ્રકારના સ્ટીલ અને રક્ષણાત્મક કોટિંગ સાથે બનાવવામાં આવે છે અને તેનું ઉત્પાદન BIS 3196 હેઠળ કરવામાં આવે છે.

કામની વાત : શું LPG GAS CYLINDER ની Expiry Date હોય છે? જાણો હકીકત
LPG GAS CYLINDER

Follow us on

LPG CYLINDER: જો રસોડામાં એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે તો તમારા મનમાં પ્રશ્ન આવે છે કે શું ગેસની પણ એક્સપાયરી ડેટ(Expiry Date) હોય છે? ઓઈલ માર્કેટિંગ કંપની IOCL (Indian Oil) એ તેની વેબસાઈટ પર આ પ્રશ્નની માહિતી આપવામાં આવી છે.

ગેસ સિલિન્ડર અંગે મહત્વપૂર્ણ માહિતી

IOC તેની વેબસાઈટ પર જણાવે છે કે તમામ એલપીજી સિલિન્ડર ખાસ પ્રકારના સ્ટીલ અને રક્ષણાત્મક કોટિંગ સાથે બનાવવામાં આવે છે અને તેનું ઉત્પાદન BIS 3196 હેઠળ કરવામાં આવે છે. માત્ર એવા સિલિન્ડર ઉત્પાદકો કે જેઓ ચીફ કંટ્રોલર ઑફ એક્સપ્લોઝિવ્સ (CCOE) દ્વારા માન્યતા પ્રાપ્ત હોય એટલે કે જે BIS લાઇસન્સ ધરાવતા હોય તેવા લાઇસન્સ ધારકો ને તેનું ઉત્પાદન કરવા માટે મંજૂરી આપવામાં આવે છે.

સુરક્ષાની ખાતરી કરાય છે

જો કે આ પરિપત્ર વર્ષ 2007નો છે પરંતુ IOCની વેબસાઈટ ઘ્વારા એવી માહિતી પણ આપવામાં આવી છે કે એક્સપાયરી ડેટ એ વસ્તુઓની જ હોઈ છે જે ચોક્કસ સમયમાં બગડવાની છે. જ્યાં સુધી એલપીજી સિલિન્ડરનો સંબંધ છે, તે ઘણા બાહ્ય અને આંતરિક ધોરણો અનુસાર બનાવવામાં આવે છે તેથી એક રીતે તેમની કોઈ એક્સપાયરી તારીખ હોતી નથી પરંતુ સમયસર તેનું પરીક્ષણ ચોક્કસ કરવામાં આવે છે.

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

 સિલિન્ડર ઉપર લાખણ શું સૂચવે છે

એલપીજી સિલિન્ડરોના વૈધાનિક પરીક્ષણ અને પેઇન્ટિંગ માટે સમય નક્કી કરવામાં આવે છે અને તેની ઉપર કોડની જેમ લખેલું હોય છે કે આગામી કઈ તારીખે તેમને પરીક્ષણ માટે મોકલવામાં આવશે. ઉદાહરણ તરીકે, A 2022 નો અર્થ છે કે તેઓને 2021 (એપ્રિલ-જૂન) ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પરીક્ષણ માટે મોકલવામાં આવશે. એ જ રીતે જે સિલિન્ડરો પર B 2022 લખેલું હશે તેને વર્ષ 2022ના બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈ-સપ્ટેમ્બર) વચ્ચે ફરીથી પરીક્ષણ માટે મોકલવામાં આવશે.

કેવી રીતે એલપીજી સિલિન્ડર બુક કરી શકાય

  •  મોબાઈલ એપ અથવા IOC ના પોર્ટલની મુલાકાત લઈને લોગીન કરો
  • આ પછી એલપીજી વિતરકોની સંપૂર્ણ યાદી અને રેટિંગ બતાવવામાં આવશે
  • ઇચ્છિત વિતરકના નામ પર ક્લિક કરો
  • માંગવામાં આવેલી વિગતો ભર્યા પછી સિલિન્ડર બુક કરવામાં આવશે
  • તમે સરકારી એપ UMANG થી રિફિલ પણ બુક કરાવી શકો છો
  • રિફિલ બુકિંગની ચુકવણી ભારત બિલ પે સિસ્ટમ એપથી કરી શકાય છે
  • આ સિવાય UPI થી પણ પેમેન્ટ કરી શકાય છે.

 

આ પણ વાંચો : LIC IPO: PMJJBY પોલિસીધારકોને IPO માં નહીં મળે વિશેષ લાભ, ચેરમેનના નિવેદન સામે LIC એ સ્પષ્ટતા કરી

 

આ પણ વાંચો : MONEY9: પહેલી વખત કાર ખરીદો છો? તો આ વીડિયો તમને ચોક્કસથી ફાયદો કરાવશે

Next Article