સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર કૌસ્તવ દત્તા(Kaustav Dutta ) નામના વ્યક્તિએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને ટેગ કરીને પૂછ્યું, “મારા માતા-પિતા (વરિષ્ઠ નાગરિકો) તેમની નજીકની SBI શાખામાં લોકર ખોલવા માંગે છે. પરંતુ શાખાના અધિકારીઓએ તેમને એમ કહીને ના પાડી દીધી કે ત્યાં કોઈ લોકર ઉપલબ્ધ નથી. ઘણી વિનંતીઓ પછી અધિકારીઓએ તેને આડકતરી રીતે કહ્યું કે લોકર ખોલવા માટે તેણે બ્રાન્ચમાં 10 લાખ રૂપિયાની એફડી કરવી પડશે અથવા તેણે જીવન વીમો ખરીદવો પડશે.
@TheOfficialSBI My senior citizen parents wanted to open a locker with the nearest #sbi branch.
They were rejected saying nothing is available.
On requesting they are told indirectly for a 10 lac FD or go for Life Insurance.
Why can’t they display the no of lockers available?— Kaustav Dutta (@kaus_dut) November 12, 2021
લોકર ખોલવાના બદલે એફડી કરવાની ફરજ પડાય છે?
દત્તાની આ ટ્વીટ સામાન્ય માણસ માટે ભલે ખૂબ જ સાધારણ હોય પરંતુ તેનો જવાબ મેળવવો આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે. વાસ્તવમાં, ઘણીવાર બેંકની શાખામાં લોકર ખોલવા જશો તો અધિકારીઓ સૌથી પહેલા તમને કહેશે કે લોકર ઉપલબ્ધ નથી. અને જો તમે તેની પાસેથી વધુ વિનંતી કરશો, તો તે તમને લોકર આપવા માટે FD મેળવવા માટે પણ કહેવામાં આવે છે પરંતુ શું કોઈ બેંક તમને લોકર ખોલવાના બદલે FD ખોલવાનું કહી શકે છે? આજે અમે તમને RBI દ્વારા લોકરને લઈને બનાવેલા નિયમો વિશે જણાવીશું, જે તમારા બધા માટે જાણવું ખૂબ જ જરૂરી છે.
લોકર અંગે RBI નો નિયમો શું છે
ભારતીય રિઝર્વ બેંક (RBI) ના નિયમો અનુસાર, કોઈપણ વ્યક્તિ કોઈપણ બેંકમાં લોકર ખોલી શકે છે અને બેંક અધિકારીઓ તમને FD ખોલવા અથવા તેના માટે જીવન વીમો ખરીદવા દબાણ કરી શકતા નથી. લોકર ખોલવાના નિયમો હેઠળ, તમારે બેંક દ્વારા નક્કી કરાયેલ ભાડું અને ચાર્જ ચૂકવવા પડશે. જો કે, જુદી જુદી બેંકો લોકર ખોલવા માટે અલગ-અલગ ભાડું અને અલગ-અલગ ફી વસૂલે છે. તમને જણાવી દઈએ કે બેંકમાં હાજર દરેક લોકરમાં બે ચાવી હોય છે. એક ચાવી ગ્રાહક પાસે છે અને બીજી ચાવી બેંક પાસે છે. આ બંને ચાવીનો ઉપયોગ લોકર ખોલવા માટે થાય છે. એક ચાવીથી કોઈ લોકર ખોલી શકાતું નથી.
આ પણ વાંચો : Share Market : શેરબજારની લાલ નિશાનમાં શરૂઆત, Sensex 60,029 તો Nifty 17,906 સુધી સરક્યો
આ પણ વાંચો : IPO માં પ્રાઈસ બેન્ડ ઉપર લાગશે લગામ, ઓછામાં ઓછું 5% અંતર ફરજીયાત બનાવવા SEBI ની વિચારણાં
Published On - 10:02 am, Wed, 17 November 21