Dividend Stocks : ત્રિમાસિક પરિણામ સાથે કંપનીઓ ડિવિડન્ડ વહેંચી રહી છે, આ શેરના રોકાણકારોને મળ્યો જબરદસ્ત લાભ

|

Jun 03, 2023 | 8:04 AM

Dividend Stocks : જો તમે એવા શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો જે ડિવિડન્ડની ચૂકવણીમાં ટોચ પર હોય તો તમારે અલગ-અલગ કંપનીઓ દ્વારા આપવામાં આવેલા ડિવિડન્ડ સંબંધિત ડેટા તપાસવો પડશે. આ સાથે રોકાણકારોને દરેક શેર પર મળતા વળતરની માહિતી જાણવી પણ જરૂરી છે.

Dividend Stocks : ત્રિમાસિક પરિણામ સાથે કંપનીઓ ડિવિડન્ડ વહેંચી રહી છે, આ શેરના રોકાણકારોને મળ્યો જબરદસ્ત લાભ

Follow us on

Dividend Stocks : જો તમે એવા શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો જે ડિવિડન્ડની ચૂકવણીમાં ટોચ પર હોય તો તમારે અલગ-અલગ કંપનીઓ દ્વારા આપવામાં આવેલા ડિવિડન્ડ સંબંધિત ડેટા તપાસવો પડશે. આ સાથે રોકાણકારોને દરેક શેર પર મળતા વળતરની માહિતી જાણવી પણ જરૂરી છે. રેલિગેર એન્ટરપ્રાઇઝે સૌથી વધુ ડિવિડન્ડ ચૂકવનારા શેરોની યાદી બનાવી છે. આ યાદી આ કંપનીઓની મૂળભૂત શક્તિ પર આધારિત છે. ડિવિડન્ડએ કંપનીના નફાનો તે ભાગ છે જે તે તેના શેરધારકોને વધારાના નફા તરીકે વહેંચે છે. શેરબજારમાં માત્ર અમુક કંપનીઓ જ ડિવિડન્ડ આપે છે જે શેર દીઠ આપવામાં આવે છે. રોકાણકારોને આ ડિવિડન્ડ મની ત્રિમાસિક અથવા વાર્ષિક ધોરણે મળે છે. જાણો સારું ડિવિડન્ડ આપતી કંપનીઓ વિશે…

  • સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAIL) : મેટલ સેક્ટરના આ સ્ટોકની ડિવિડન્ડ યીલ્ડ 10.6 ટકા છે. SAILનો શેર 1.76 ટકાના વધારા સાથે રૂ. 83.65 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
  • NMDC : આ સ્ટોક આ યાદીમાં બીજા સ્થાને છે. આ સ્ટોકની ડિવિડન્ડ યીલ્ડ 9.9 ટકા છે. NMDCનો શેર 1.82 ટકાના વધારા સાથે રૂ. 108.90 પર ટ્રેડ કરી રહ્યો હતો.
  • ઈન્ડિયન ઓઈલ (IOC) : ઓઈલ અને ગેસ સેક્ટરના આ સ્ટોકે તેના રોકાણકારોને 9.5 ટકાનું ડિવિડન્ડ આપ્યું છે. ઈન્ડિયન ઓઈલનો શેર 0.83 ટકાના ઘટાડા સાથે રૂ. 89.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
  • REC : આ શેરે શેરધારકોને 8.3 ટકાનું ડિવિડન્ડ યીલ્ડ આપ્યું છે. આરઈસીનો શેર 2.56 ટકાના વધારા સાથે રૂ. 144.25ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
  • PTC INDIA: આ શેરે શેરધારકોને 7.8 ટકા ડિવિડન્ડ આપ્યું છે.
  • નેશનલ એલ્યુમિનિયમ કંપની (NALCO): આ શેરે શેરધારકોને 7.8 ટકા ડિવિડન્ડ યીલ્ડ પણ આપી છે.
  • કોલ ઈન્ડિયા (COAL INDIA): માઈનિંગ સેક્ટરની કોલ ઈન્ડિયાએ 7 ટકાનું ડિવિડન્ડ આપ્યું છે.
  • ONGC: આ શેરે 6.8 ટકા રિટર્ન  આપ્યું છે.
  • પાવર ફાઇનાન્સ કંપની (PFC): આ શેરે ડિવિડન્ડના રૂપમાં 6.6% વળતર આપ્યું છે.
  • ગેઇલ ઇન્ડિયા(GAIL INDIA): આ શેરે 6.5% ડિવિડન્ડ આપ્યું છે.

આ પણ વાંચો : Hoax calls and Cyber Fraud safety tips : જો તમને અજાણ્યા નંબર પરથી કોલ આવે તો શું કરવું? વાંચો કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવનો જવાબ

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:03 am, Sat, 3 June 23

Next Article