Digital Life Certificate: હવે નિવૃત્ત કર્મચારીઓ ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકશે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

|

Oct 03, 2021 | 8:53 AM

20 સપ્ટેમ્બર 2021 ના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ પેંશન એન્ડ પેંશનર્સ વેલ્ફેર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર અનુસાર પેન્શનરો 12 જાહેર ક્ષેત્રની બેન્કોના ડોરસ્ટેપ બેંકિંગ અલાયન્સ અથવા પોસ્ટલ વિભાગની ડોરસ્ટેપ સર્વિસનો ઉપયોગ કરીને જીવન પ્રમાણપત્ર રજૂ કરી શકે છે.

Digital Life Certificate: હવે નિવૃત્ત કર્મચારીઓ ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકશે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
Digital Life Certificate

Follow us on

Digital Life Certificate: 1 ઓક્ટોબરથી ઘણા સરકારી પેન્શનરોએ તેમના વાર્ષિક જીવન પ્રમાણપત્રો રજૂ કરવાનું શરૂ કરવું પડશે. અત્યાર સુધી આ પેન્શનરોને જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જવું પડતું હતું પરંતુ હવે લોકો તેમના ઘરમાંથી પણ આ કામ કરી શકે છે. પેન્શનરો કેટલીક જાહેર ક્ષેત્રની બેન્કો અને દેશની ટપાલ સેવાઓ દ્વારા આપવામાં આવતી ડોર સ્ટેપ સેવાઓ દ્વારા જીવન પ્રમાણપત્ર રજૂ કરી શકે છે.

20 સપ્ટેમ્બર 2021 ના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ પેંશન એન્ડ પેંશનર્સ વેલ્ફેર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર અનુસાર પેન્શનરો 12 જાહેર ક્ષેત્રની બેન્કોના ડોરસ્ટેપ બેંકિંગ અલાયન્સ અથવા પોસ્ટલ વિભાગની ડોરસ્ટેપ સર્વિસનો ઉપયોગ કરીને જીવન પ્રમાણપત્ર રજૂ કરી શકે છે.

આ ડોર્સ્ટએપ સેવાઓ દ્વારા આ રીતે તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરો

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

1,ડોરસ્ટેપ બેન્કિંગ એલાયન્સ
આ અંગે 12 જાહેર ક્ષેત્રની બેન્કો સાથે જોડાણ કરાયું છે જે ગ્રાહકોને તેમના ઘરના દરવાજે સેવાઓ પૂરી પાડે છે. આ બેન્કોમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, કેનેરા બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, પંજાબ એન્ડ સિંધ બેન્ક, યુકો બેન્ક અને યુનિયન બેન્કનો સમાવેશ થાય છે. અલાયન્સએ જીવન પ્રમાણપત્રો એકત્ર કરવા માટે એક સેવા રજૂ કરી છે.

પેન્શનરે પહેલા મોબાઈલ, વેબસાઈટ દ્વારા સર્વિસ બુક કરાવવી પડશે અથવા ટોલ ફ્રી નંબર પર કોલ કરવો પડશે. આ પછી એપોઈન્ટમેન્ટની તારીખ અને સમયે ડોરસ્ટેપ એજન્ટ તમારા ઘરે આવશે. સેવા બુક કરવા માટે, Google Play Store અથવા doorstepbanks.com અથવા www.dsb.imfast.co.in/doorstep/login પરથી Doorstep Banking એપ ડાઉનલોડ કરો.

તમે ટોલ ફ્રી નંબર 18001213721 અથવા 18001037188 પર કોલ કરી શકો છો.બેંક ડોર્સ્ટએપ સેવા મેળવવા માટે ફી ચૂકવવી પડી શકે છે. જો કે અલાયન્સની વેબસાઇટ પર આવા ચાર્જનો ઉલ્લેખ નથી. SBIની વેબસાઈટ મુજબ નાણાકીય અને બિન-નાણાકીય સેવાઓ 75 રૂપિયા અને જીએસટીનો ચાર્જ લઈ શકે છે.

2,પોસ્ટમેન દ્વારા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવા માટે ડોરસ્ટેપ સેવા
નવેમ્બર 2020 માં પોસ્ટ વિભાગ, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય સાથે મળીને પોસ્ટમેન દ્વારા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ રજૂ કરવાની સેવા શરૂ કરી.

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) ની વેબસાઇટ અનુસાર આ સેવા IPPB અને NON- IPPB ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સેવા મેળવવા માટે ગ્રાહક નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકે છે. આ સિવાય તે પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવક પાસેથી દરવાજાની સેવા માટે વિનંતી કરી શકે છે. પોસ્ટ વિભાગ પોસ્ટ ઇન્ફો એપ અથવા http://ccc.cept.gov.in/covid/request.aspx મારફતે ઘરઆંગણે અરજી કરી શકે છે.

 

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : દેશના ચારેય મહાનગરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

 

આ પણ વાંચો : શું તમને ભારે પડી રહી છે PERSONAL LOAN? અનુસરો આ ત્રણ સ્ટેપ્સ લોન ચૂકવવી સરળ બનશે

Published On - 8:37 am, Sun, 3 October 21

Next Article