મોટાભાગના લોકો સોનું અને ફિક્સ્ડ ડિપોઝિટ શ્રેષ્ઠ રોકાણ વિકલ્પ માને છે. હકીકતમાં, ભારતમાં સોનાનો વપરાશ એટલો વધી ગયો છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જાન્યુઆરી-માર્ચ દરમિયાન તે 37 ટકા વધીને 140 ટન થયો છે. COVID-19 દરમિયાન ભૌતિક સોનાનું સ્થાન ડિજિટલ સોનાએ લીધું અને ભારે લોકપ્રિયતા મેળવી છે. આ સાબિત કરે છે કે ભારતમાં કોઈપણ કટોકટી હોવા છતાં સોનું રોકાણનો સૌથી વિશ્વસનીય વિકલ્પ છે.
એક દાયકા પહેલા સુધી ડિજિટલ ગોલ્ડ વિશે કોઈ જાણતું ન હતું કારણ કે તે બજારમાં ઉપલબ્ધ ન હતું. આજે દરેક વ્યક્તિ ડિજિટલ ગોલ્ડ લેવા માંગે છે. ફિનટેક કંપનીઓ પછી તનિષ્ક અને કલ્યાણ જ્વેલર્સ જેવા પરંપરાગત જ્વેલર્સ પણ ડિજિટલ ગોલ્ડ બિઝનેસમાં પ્રવેશવાનું વિચારી રહ્યા છે. તો ચાલો જાણીએ આ શું છે?
ડિજિટલ ગોલ્ડ શું છે?
ડિજિટલ ગોલ્ડ એ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જે તમને વર્તમાન બજાર કિંમતો પર ડિજિટલ સ્વરૂપમાં શુદ્ધ સોનું ખરીદવા અને વેચવાની મંજૂરી આપે છે. આ ડિપોઝિટ અથવા નાણાકીય ઉત્પાદન નથી. તમે જે સોનું ખરીદો છો તે અસલી સોના દ્વારા સમર્થિત છે અને તે તમારા નામે પ્રમાણિત ડિપોઝિટરીમાં રાખવામાં આવે છે. આ પછી તમે કોઈપણ સમયે સિક્કા, બાર અને ઘરેણાં માટે તમારું ડિજિટલ સોનું બદલી શકો છો અને તેને તમારી સાથે લઈ જઈ શકો છો. આ માટે તમારે માત્ર મેકિંગ ચાર્જ ચૂકવવો પડશે. હાઇટેક જનરેશન માટે ડિજિટલ સોનું ખૂબ જ સરળ અને અનુકૂળ માનવામાં આવે છે. તેને રાખવામાં સુરક્ષાની ચિંતા નથી. આ જ કારણ છે કે આજકાલ ડિજિટલ ગોલ્ડ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે.
સોવરિન ગોલ્ડ બોન્ડ વિશે જાણો
સોવરિન ગોલ્ડ બોન્ડ અથવા એસજીબી રિઝર્વ બેંક દ્વારા આઠ વર્ષની હોલ્ડિંગ માટે જારી કરવામાં આવે છે. આ બોન્ડ વર્તમાન બજાર કિંમતે ડિસ્કાઉન્ટ પર જારી કરવામાં આવે છે. પરંતુ અહીં એક શરત છે. SGB તરત જ રિડીમ કરી શકાતું નથી. તેમાં ડિજિટલ ગોલ્ડ જેવી લિક્વિડિટી નથી. જો કે, તે બે મોટા લાભો સાથે આવે છે. એક 2.5% વાર્ષિક વ્યાજ અને બીજું કરમુક્ત છે. તે ઓછા જોખમનું રોકાણ હોવાથી આ બોન્ડ્સમાં રોકાણ કરવું સલામત માનવામાં આવે છે. સોનાના ભાવ હંમેશા લાંબા ગાળે વધવાની અપેક્ષા રાખવામાં આવે છે તેથી નફો થવાની સંભાવના હંમેશા રહે છે. રોકાણકારો જે જોખમ લેવા તૈયાર નથી તેઓ SGB પસંદ કરે છે.
ક્યુ રોકાણ વધુ લાભદાયક?
સોનું એ સૌથી વધુ પસંદગીની સંપત્તિ છે જે ભાવનાત્મક અને સામાજિક મહત્વ ધરાવે છે. જો તમે તેને રોકાણના દૃષ્ટિકોણથી જોઈ રહ્યા હોવ તો ડિજિટલ સોનું ટૂંકા ગાળા માટે સારો વિકલ્પ છે. જો તમે સોનું ખરીદવા માંગો છો અને લાંબા ગાળે નફો કમાવો છો, તો SGB તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. તમારે સોનામાં કેટલો સમય રોકાણ રાખવાનું છે, તમે કેટલું જોખમ લઈ શકો છો અને વળતર મેળવી શકો છો તેના આધારે તમે બંને પ્રકારની યોજનાઓમાં રોકાણ કરી શકો છો. અહીં નોંધવા જેવી મહત્વની બાબત એ છે કે તેને હોલ્ડ રાખો કારણ કે તે તમારા પોર્ટફોલિયોમાં વૈવિધ્ય બનાવે છે. કારણ કે તે મોંઘવારી સામે અસરકારક વિકલ્પ તરીકે કામ કરે છે અને સ્થિર રોકાણ આપે છે સાથે હંમેશા સારા વળતરની સંભાવના રહે છે.
આ પણ વાંચો : ભારતીય મૂળના Parag Agrawal બનશે Twitterના નવા CEO, જાણો કોણ છે પરાગ અગ્રવાલ
આ પણ વાંચો : એર ઈન્ડિયા બાદ બીજી કંપની ખાનગી હાથમાં, સરકારે આ કંપનીને 210 કરોડ રૂપિયામાં વેચવાની મંજૂરી આપી