હીરાઉદ્યોગમાં(Diamond ) રફ હીરાની કિંમતમાં નિરંતર થઇ રહેલો વધારો યથાવત રહ્યો છે. જેના કારણે ડાયમંડ જ્વેલરીની(Jewelry ) માગ સાથે ઉત્પાદન (Production ) પર અસર હવે થઇ રહી છે. વિતેલા 6 મહિનાના સમયગાળા દરમિયાન મધ્યમ તથા હલકી કક્ષાના રફ હીરાના ભાવો 70 ટકા સુધી વધી જવાથી તેની સીધી અસ૨ જવેલરીના કામ પર પડી છે અને જ્વેલરીનું કામકાજ પણ અંદાજે 35 થી 40 ટકા સુધી ઘટી ગયું હોવાનું ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ , દિવાળી બાદના સમયથી આફ્રિકા , રશિયા , ઓસ્ટ્રેલિયા , કેનેડા વગેરે દેશોની કંપનીઓ દ્વારા ઉત્પાદિત થતાં રફ હીરાની કિંમતો સતત વધી રહી છે. વિતેલા ચાર થી છ મહિનામાં જ આ કિંમતો આસમાને આંબી ગઇ છે અને મધ્યમ કક્ષાથી લઇને હલકી કક્ષાના રફ હીરાના ભાવોમાં અંદાજે 70 ટકા સુધીનો ભાવ વધારો થઇ ચૂક્યો છે. જેની સીધી અસર ડાયમંડ જ્વેલરી પર પડવા પામી છે.
રફ હીરાના વધતા ભાવોને કારણે નાના અને મધ્યમ કક્ષાના કારખાનેદારો પૂરતા પ્રમાણમા કામ નહીં કરી શક્તાં સુરતમાં જ્વેલરીનું કામકાજ કરતાં યુનિટોમાં અંદાજે 35 થી 40 ટકા કામકાજ ઘટી ગયું છે. વધુમાં નાના અને હલકી કક્ષાના રફ હીરામાં વધતા રહેલા ભાવોને – કારણે સ્થાનિક હીરા ઉદ્યોગમાં નાના તથા હલકી કક્ષાના હીરામાં 45 થી 50 ટકા તથા ઊંચી રફમાં લગભગ 30 ટકા સુધીની અછત વર્તાઇ રહી છે.
બીજી તરફ જે રીતે રફ હીરાના ભાવો વધ્યા છે એ રીતે તૈયાર હીરાના ભાવોમાં વધારો નહીં થતાં હીરાઉદ્યોગકારો દ્વારા હવેથી હીરાના ઉત્પાદન પર પણ મર્યાદા રાખવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે , સુરત શહે૨ માંથી દર વર્ષે અમેરિકા , હોંગકોંગ , દુબઇ અને યુરોપના દેશોમાં લગભગ 8 થી 9 હજાર કરોડની જ્વેલરી એક્ષ્પર્ટ કરવામાં આવે છે. જે એક્ષ્પોર્ટમાં રફ હીરાના વધતાં ભાવોના કારણે ઘટાડો થયો છે.
આમ છેલ્લા છ મહિનામાં રફ હીરાના ભાવ વધ્યા છે. જેના કારણે મધ્યમ તથા હલકી કક્ષાના રફ હીરામાં 50 ટકા અને ઊંચી કક્ષાના હીરામાં 35 ટકા સુધીની અછત જોવા મળી રહી છે. જેની સીધી અસર ડાયમંડ જવેલરીના ઉત્પાદન પર પડી છે. આ ઉત્પાદન 40 ટકા જેટલું ઘટી ગયું છે. આવનારા દિવસોમાં તેમાં સુધારો આવે તેવી અપેક્ષા જ્વલેરી ઉત્પાદકો રાખી રહ્યા છે.
આ પણ વાંચો :