ધનતેરસે જ્વેલરી શોપમાં વધારે ભીડ દેખાઈ રહી છે? શુદ્ધ સોનાની આ રીતે ઘરે બેઠા ખરીદી કરો

શું તમે ધનતેરસ પર જ્વેલરી ખરીદવાનું વિચારી રહ્યા છો પરંતુ શું તમને જ્વેલર્સ પર ઘણી ભીડ જોવા મળે છે? આવી સ્થિતિમાં ચિંતા કરવાની જરૂર નથી. આ અહેવાલમાં અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે ગણતરીના સમયમાં શુદ્ધ સોનું ખરીદી શકો છો.

ધનતેરસે જ્વેલરી શોપમાં વધારે ભીડ દેખાઈ રહી છે? શુદ્ધ સોનાની આ રીતે ઘરે બેઠા ખરીદી કરો
| Edited By: | Updated on: Nov 10, 2023 | 12:26 PM

શું તમે ધનતેરસ પર જ્વેલરી ખરીદવાનું વિચારી રહ્યા છો પરંતુ શું તમને જ્વેલર્સ પર ઘણી ભીડ જોવા મળે છે? આવી સ્થિતિમાં ચિંતા કરવાની જરૂર નથી. આ અહેવાલમાં અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે ગણતરીના સમયમાં શુદ્ધ સોનું ખરીદી શકો છો. આ માટે તમારે ક્યાંય બહાર જવાની પણ જરૂર નથી તમે તેને ઘરે બેઠા ઓનલાઈન ખરીદી શકો છો.

અમે જે સોના વિશે વાત કરી રહ્યા છીએ તે ડિજિટલ સોનું છે જે વાસ્તવિક સોના કરતાં ખરીદવું સરળ છે. તમે તેને કોઈપણ જ્વેલર પાસે ગયા વિના ઘણી એપ દ્વારા  ખરીદી શકો છો.

બે રીતે સોનુ ખરીદી શકાય છે

તમે એપની મદદથી બે રીતે સોનું ખરીદી શકો છો,  ક્યાંતો તમે કેટલા રૂપિયાનું સોનુ ખરીદો છોએ તે સોનાની કિંમત દાખલ કરી શકો છો, આ સિવાય તમે કેટલા ગ્રામ સોનું જોઈએ છે તેનું વજન પણ અહીં દાખલ કરી શકો છો.

સોનાની કિંમત લખીને, તમે જોશો કે તમે આટલા પૈસા માટે કેટલું સોનું મેળવી શકો છો. તે જ સમયે, જો તમે વજન લખો છો, તો તે પણ તમને બતાવવામાં આવશે કે સોનાની કિંમત કેટલી ચુકવવાની રહેશે

અહીં તમે વિકલ્પ પસંદ કરી શકો છો અને બધું કાળજીપૂર્વક ભરી શકો છો અને ચુકવણી કરી શકો છો. નોંધ: પેમેન્ટ કરતા પહેલા, તમારી પાસે પ્રોમો કોડ છે કે નહીં તે તપાસો, જો તમારી પાસે પ્રોમો કોડ છે તો તેને લાગુ કરો. આ પછી ચાલુ રાખો, તમને આનાથી થોડો ફાયદો મળી શકે છે.

ડિજિટલ ગોલ્ડ ઓફરિંગ પ્લેટફોર્મ

તમે ભારતમાં ડિજિટલ સોનું ખરીદવા માટે ઘણા પ્લેટફોર્મ પર પણ જઈ શકો છો. Paytm , PhonePe અને Google Pay તમને ડિજિટલ સોનું ઑનલાઇન ખરીદવાની તક આપે છે.

બિલ સાથે ખાતરીથી સોનુ મળે છે

ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ખરીદવામાં આવેલા સોનામાં વજન અને ગુણવત્તા બંનેની ચિંતા રહેતી નથી. આ પ્લેટફોર્મ બિલ સાથે શુદ્ધ સોનુ આપે છે જે વેચવામાં પણ સરળતા રહે છે.

આ પણ વાંચો : આજે ધનતેરસ પર સોનું ખરીદવા જઈ રહ્યા છો? અનુસરો આ 7 ટિપ્સ જે તમને છેતરપિંડીથી બચાવશે

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો