Delhi Mumbai Expressway : દેશના સૌથી ભવ્ય માર્ગ ઉપર કોને મળશે Entry અને કોના પ્રવેશ પર લાગશે પ્રતિબંધ? જાણો અહેવાલ દ્વારા

|

Feb 16, 2023 | 1:00 PM

Delhi Mumbai Expressway : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર, જો તમે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઝડપથી વાહન ચલાવો છો, તો તમે તરત જ પકડાઈ જશો. તમારું ચલણ ફક્ત ઓનલાઈન જ કરવામાં આવશે. એક્સપ્રેસ વે પર કારની સ્પીડ 120, બસ અને ટ્રકની 100 અને નાના વાહનોની સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવી છે.

Delhi Mumbai Expressway : દેશના સૌથી ભવ્ય માર્ગ ઉપર કોને મળશે Entry અને કોના પ્રવેશ પર લાગશે પ્રતિબંધ? જાણો અહેવાલ દ્વારા
Delhi Mumbai Expressway

Follow us on

Delhi Mumbai Expressway : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના સોહના-દૌસા-લાલસોટ સેક્શન પર આજથી સામાન્ય વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ છે. 12 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. ટૂંક સમયમાં બીજા તબક્કાની કામગીરી પણ પૂર્ણ કરી લોકાર્પણની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે છે. તેની કુલ લંબાઈ 1,386 કિમી છે. તેની પૂર્ણાહુતિ સાથે ભારતની રાજધાનીથી દેશની આર્થિક રાજધાની સુધીની સફર ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ થશે. આ સામે કેટલાક લોકો માટે માઠા સમકાર પણ છે બાઇક ચાલકો આ ભવ્ય એક્સપ્રેસ વે પર મુસાફરીનો આનંદ માણી શકશે નહીં. તેનું કારણ એ છે કે બાઇક સહિત કેટલાક વાહનો ચલાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે રાજસ્થાન, એમપી, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતનારાજ્યોમાંથી પસાર થશે. એક્સપ્રેસ વેની બાજુમાં બનેલા રેસ્ટ સ્ટેશનો પર લોકલ કેટરિંગની વ્યવસ્થા કરવામાં આવશે. દિલ્હી અને દૌસા વચ્ચેના તમામ બાકીના સ્ટેશનોને રાજસ્થાન અને હરિયાણાની પરંપરાગત થીમ પર ડિઝાઇન કરવામાં આવ્યા છે. દૌસા સુધી વાહનોની અવરજવર શરૂ થવાની સાથે ટોલ પણ શરૂ થઈ ગયો છે.

એક્સપ્રેસ વેનો પ્રથમ તબક્કો દિલ્હી અને જયપુર વચ્ચેનો છે. તેની રજૂઆત સાથે, મુસાફરીનો સમય ઘટીને 3.5 કલાક થઈ ગયો છે. જ્યારે આ મેગા-એક્સપ્રેસ વે સંપૂર્ણ રીતે કાર્યરત થશે, ત્યારે દિલ્હી-મુંબઈ વચ્ચેનું અંતર માત્ર 12 કલાકનું રહેશે જે અત્યાર સુધી 24 કલાકનું છે. એવી અપેક્ષા છે કે સમગ્ર પ્રોજેક્ટ 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે.

Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ

આ વાહનો એક્સપ્રેસ વે પર દોડશે નહીં

તમે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર તમામ વાહન લઈ જય શકાતું નથી કારણ કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા તેના પર કેટલાક વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એક્સપ્રેસ વે પર બાઇક, ટ્રેક્ટર-ટ્રોલી, ઘોડા અને બળદગાડા દોડી શકશે નહીં. તેમને એક્સપ્રેસ વેના પ્રવેશ પર જ રોકવામાં આવશે.

ઑનલાઇન દંડ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર, જો તમે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઝડપથી વાહન ચલાવો છો, તો તમે તરત જ પકડાઈ જશો. તમારું ચલણ ફક્ત ઓનલાઈન જ કરવામાં આવશે. એક્સપ્રેસ વે પર કારની સ્પીડ 120, બસ અને ટ્રકની 100 અને નાના વાહનોની સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ ઝડપ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે, તો તેણે ચલણ ચૂકવવું પડશે.

Published On - 1:00 pm, Thu, 16 February 23

Next Article