G-20ના કારણે દિલ્હીમાં હોટેલના ભાવ આસમાને, આવતા અઠવાડિયા સુધીમાં ભાવમાં ત્રણ ગણો વધારો થઈ શકે

|

Sep 02, 2023 | 4:39 PM

G-20 સમિટમાં મહેમાનો માટે જે ફાઈવ સ્ટાર હોટલ બુક કરવામાં આવી છે તેમાં હોટેલ તાજ મહેલ, લી મેરીડિયન, શાંગરી-લા, તાજ પેલેસ, મૌર્ય શેરેટોન, ઈમ્પીરીયલ, ઓબેરોય અને લીલાનો સમાવેશ થાય છે. આ હોટલોમાં G-20 ની મુલાકાતે આવનાર મહાનુભાવો એક મોટા ગૃપમાં સાથે રહેશે, જેમાં તેમના કાર્યાલયના સાથીદારો, તેમના વિદેશ મંત્રાલયના અધિકારીઓ, અન્ય મંત્રીઓ અને સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થશે.

G-20ના કારણે દિલ્હીમાં હોટેલના ભાવ આસમાને, આવતા અઠવાડિયા સુધીમાં ભાવમાં ત્રણ ગણો વધારો થઈ શકે

Follow us on

દિલ્હીનો (Delhi) હોટેલ ઉદ્યોગ તેની અત્યાર સુધીની સૌથી વ્યસ્ત અને સૌથી હાઈ પ્રોફાઈલ સિઝનમાં પ્રવેશી ચૂક્યો છે. આ સાથે જ દિલ્હીમાં હોટલના ભાડા આકાશને આંબી જવા લાગ્યા છે. ભારત આ વખતે G-20 સમિટનું (G20 Summit) આયોજન કરી રહ્યું છે. તેથી દિલ્હીની પ્રીમિયમ હોટલોમાં વિદેશી મહેમાનોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. G-20ની બેઠક 9 અને 10 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાવાની છે. ગ્લોબલ સમિટને કારણે હોટલ ઉદ્યોગમાં ઘણી માગ જોવા મળી રહી છે.

એક દિવસનું ભાડું 20 લાખ રૂપિયા

જો બાયડન જે હોટલમાં રોકાશે તેનું એક દિવસનું ભાડું 20 લાખ રૂપિયા છે. તે જ સમયે, સામાન્ય લોકો માટે હોટલના દરોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હોટેલ સ્યુટ અને રૂમના ભાડામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. હોટેલ માલિકોના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહ સુધીમાં હોટલના ભાવમાં ત્રણ ગણો વધારો થઈ શકે છે.

હોટલના ભાડામાં થયો વધારો

જે હોટલોનું ભાડું સામાન્ય રીતે 15 થી 20 હજાર હતું તે હવે લાખોમાં પહોંચી ગયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હોટેલ સુટ્સ અને રૂમની માગમાં રોકેટ જેવી તેજી જોવા મળી રહી છે. જેના કારણે તેના ભાડામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વિદેશી મહેમાનો માટે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક એરોસિટીની હોટલમાં એક લક્ઝરી સ્યુટની કિંમત એક રાત માટે 20 લાખ રૂપિયા થઈ ગઈ છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

15-20 લાખ રૂપિયા પ્રતિ દિવસ

આઈટીસી મૌર્ય, લીલા, એરોસિટી, તાજ પેલેસ સહિતની ઘણી હોટેલોમાં રૂમ વિદેશી મહેમાનો માટે પહેલેથી જ બુક છે. જેની કિંમત 15-20 લાખ રૂપિયા પ્રતિ દિવસ છે. P-5 દેશના મિશનને જનપથ પાસે એક હોટલનો લક્ઝરી સ્યૂટ લગભગ 15 લાખ રૂપિયાના રાત્રિના ભાડા પર આપવાનું કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : સામાન્ય માણસને મોંઘવારીથી મળશે રાહત, ચાલુ મહિનાથી ખાદ્ય પદાર્થ સસ્તા થવાના સંકેત : RBI Governor

આ હોટલોમાં વિદેશી મહેમાનોનું બુકિંગ થયું

G-20 સમિટમાં મહેમાનો માટે જે ફાઈવ સ્ટાર હોટલ બુક કરવામાં આવી છે તેમાં હોટેલ તાજ મહેલ, લી મેરીડિયન, શાંગરી-લા, તાજ પેલેસ, મૌર્ય શેરેટોન, ઈમ્પીરીયલ, ઓબેરોય અને લીલાનો સમાવેશ થાય છે. આ હોટલોમાં G-20 ની મુલાકાતે આવનાર મહાનુભાવો એક મોટા ગૃપમાં સાથે રહેશે, જેમાં તેમના કાર્યાલયના સાથીદારો, તેમના વિદેશ મંત્રાલયના અધિકારીઓ, અન્ય મંત્રીઓ અને સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થશે. તમને જણાવી દઈએ કે, હોટલ માલિકોના મતે આગામી સપ્તાહમાં કિંમતોમાં 3 ગણો વધારો થઈ શકે છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article