Air India Disinvestment: ભાજપના સાંસદ સુબ્રમણ્યમને ઝટકો,દિલ્હી હાઈકોર્ટ સુબ્રમણ્યમ સ્વામીની અરજી ફગાવી

|

Jan 06, 2022 | 1:21 PM

કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યુ કે એર ઈન્ડિયા સતત ખોટમાં ચાલી રહી છે અને સરકાર વધુ નુકસાન સહન કરી શકે તેમ નથી.

Air India Disinvestment: ભાજપના સાંસદ સુબ્રમણ્યમને ઝટકો,દિલ્હી હાઈકોર્ટ સુબ્રમણ્યમ સ્વામીની અરજી ફગાવી
Subramanian Swamy (File Photo)

Follow us on

Air India Disinvestment:  દિલ્હી હાઈકોર્ટે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટ (Air India Disinvestment) પ્રક્રિયાને રદ કરવા અંગે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. આ મામલાની સુનાવણી કરતા કોર્ટે  (Delhi High Court) કહ્યુ કે ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા નીતિગત નિર્ણય છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દિલ્હી હાઈકોર્ટમાં આપ્યો આ જવાબ

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ (Tushar Mehta) દિલ્હી હાઈકોર્ટમાં કહ્યુ કે, એર ઈન્ડિયા સતત ખોટમાં ચાલી રહી છે અને સરકાર વધુ નુકસાન સહન કરી શકે તેમ નથી. ટાટા સન્સ વતી દિલ્હી હાઈકોર્ટને કહેવામાં આવ્યું છે કે એર ઈન્ડિયાની બોલી લગાવનાર કંપની 100% ભારતીય છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ લગાવ્યા હતા આ આરોપ

બીજી તરફ તેમની અરજીમાં ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ હતુ કે એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટ માટેની બિડિંગ પ્રક્રિયા મનસ્વી, ભ્રષ્ટ, દૂષિત, ગેરબંધારણીય અને જાહેર હિતની વિરુદ્ધ હતી. તેણે પિટિશનમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે ટાટા સન્સ દ્વારા આ મામલે ગેરરીતિ કરવામાં આવી છે. સ્વામીએ એડવોકેટ સત્ય સાબરવાલ મારફત દાખલ કરેલી અરજીમાં અધિકારીઓની ભૂમિકા અને કાર્યપદ્ધતિ અંગે CBI તપાસ અને કોર્ટ સમક્ષ તેનો વિગતવાર અહેવાલ રજૂ કરવાની પણ વિનંતી કરી હતી.

એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઑક્ટોબરમાં કેન્દ્ર સરકારે ટાટા સન્સ કંપની દ્વારા એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસમાં 100 ટકા હિસ્સા માટે તેમજ ‘ગ્રાઉન્ડ હેન્ડલિંગ’ કંપની AISATSમાં 50 ટકા હિસ્સા માટે ઓફર કરેલી ઉચ્ચતમ બોલીને સ્વીકારી હતી.

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડની કિંમત 80 ડોલરને પાર પહોંચી,શું પેટ્રોલ – ડીઝલની કિંમત ઉપર પડશે અસર? જાણો આજની કિંમત

Published On - 1:21 pm, Thu, 6 January 22

Next Article