ડિસેમ્બર મહિનો માર્કેટમાં કમાણીનો મહિનો સાબિત થયો છે, જાણો આ વખતે રેકોર્ડ તૂટશે કે યથાવત રહેશે ?

|

Dec 04, 2021 | 2:29 PM

નિષ્ણાતો માને છે કે બજારના પ્રદર્શનને ઘણી બાબતોથી અસર થાય છે, તેથી કોઈ એક પરિબળ અથવા ચાર્ટના આધારે નિર્ણય લેવો યોગ્ય નથી. આ સ્થિતિમાં રોકાણકારોએ બજારને અસર કરતા રોકાણ પર પણ નજર રાખવી જોઈએ.

ડિસેમ્બર મહિનો માર્કેટમાં કમાણીનો મહિનો સાબિત થયો છે, જાણો આ વખતે રેકોર્ડ તૂટશે કે યથાવત રહેશે ?
Symbolic Image

Follow us on

લોકો ફ્યુચર્સ માર્કેટમાં થોડા પૈસા લગાવીને મોટો નફો મેળવવા માગતા હોય છે. જોકે અત્યાર સુધી મોમેન્ટમમાં રહેલા શેરબજારે (Stock Market) વર્ષના અંત સુધીમાં તેમને અનિશ્ચિતતામાં મૂકી દીધા છે. ડિસેમ્બર(December Month)ને લઈ નિષ્ણાંતો(Experts)નું કહેવું છે ગત 20 વર્ષમાં આ મહિનાએ ઘણો ફાયદો નોંધાવ્યો છે. પરંતુ કોરોનાનો નવો ઓમિક્રોન વેરિઅન્ટ(Corona Omicron variant)આના પર અસર કરી શકે છે તેમજ અન્ય ઘણા પરિબળો છે જે માર્કેટ પર અસર કરી શકે છે.

બજાર માટે ડિસેમ્બર મહિનો કેવો રહ્યો ?

ચાર્ટ જોતા પ્રથમ નજરે એવું લાગે છે કે ડિસેમ્બર મહિનો બજાર માટે સારો સાબિત થશે. જોકે બજારના જાણકારોના મતે નિર્ણય લેવો એટલો સરળ નથી. છેલ્લા 20 વર્ષમાં નિફ્ટીની મુવમેન્ટ પર નજર કરીએ તો ડિસેમ્બર મહિનો સૌથી વધુ લાભનો મહિનો સાબિત થયો છે. છેલ્લા 20 વર્ષમાં 14 વખત નિફ્ટીએ એક મહિનાનો ફાયદો નોંધાવ્યો છે, જ્યારે માત્ર 6 વખત નિફ્ટી (Nifty) ખોટમાં બંધ થયો છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

રોકાણકારોની વ્યૂહરચના શું છે ?

નિષ્ણાતો માને છે કે બજારના પ્રદર્શનને ઘણી બાબતોથી અસર થાય છે, તેથી કોઈ એક પરિબળ અથવા ચાર્ટના આધારે નિર્ણય લેવો યોગ્ય નથી. આ સ્થિતિમાં રોકાણકારોએ બજારને અસર કરતા રોકાણ પર પણ નજર રાખવી જોઈએ. અર્થવ્યવસ્થા સાથે સંબંધિત એક જ નિર્ણય બજારની સમગ્ર ગતિવિધિને બદલી શકે છે, તેથી તમારે એ જાણવું ખુબ જરૂર છે કે ડિસેમ્બર મહિનામાં શેરબજારને કઈ ઘટનાઓ અસર કરી શકે છે.

ડિસેમ્બરની મોટી ઘટનાઓ શું છે

RBIની પોલિસી સમીક્ષા બેઠક 6 થી 8 ડિસેમ્બર દરમિયાન યોજાવાની છે. આ બેઠકના નિર્ણય અને અર્થવ્યવસ્થાને લઈને રિઝર્વ બેંકની કમેન્ટ્સ પર રોકાણકારોની નજર રહેશે. સ્થાનિક નીતિ સિવાય, યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના રાહત પેકેજને સમાપ્ત કરવા અને વ્યાજ દરોમાં વધારો કરવાના કોઈપણ પગલાથી બજારને અસર થઈ શકે છે. આ સમયે શેરબજારની સૌથી મોટી ચિંતા કોવિડનો પ્રકાર ઓમિક્રોનની અસરને લઈને છે. જો તેનો ફેલાવો અને અસર વધે તો રોકાણકારોનું માર્કેટમાંથી બહાર નીકળવું નિશ્ચિત છે.

વર્ષના અંતે બજારનું પ્રદર્શન કેવું રહ્યું ?

વર્ષ 2021માં શરૂ થયેલી બજારની તેજી ઓક્ટોબરના મધ્યમાં તેના ઉપલા સ્તરે પહોંચી હતી. 1 જાન્યુઆરીથી સેન્સેક્સ 45000ના સ્તરથી વધીને 18 ઓક્ટોબરે 61700ના સ્તરે પહોંચ્યો હતો, જોકે આ પછી ઊંચા મૂલ્યાંકન અને કોરોનાને લઈને નવી ચિંતાઓ વચ્ચે બજારમાં નરમાઈનો ટ્રેન્ડ શરૂ થયો હતો, જે હજુ ચાલુ છે.

ઓક્ટોબર અને નવેમ્બરમાં FIIsએ આશરે રૂ. 20,000 કરોડનું વેચાણ કર્યું છે અને હાલમાં સેન્સેક્સ 57700ની સપાટીથી નીચે આવી ગયો છે. આ ડિસેમ્બર મહિનો નક્કી કરશે કે બજાર વધુ ઊંચાઈએ પહોંચે છે કે કોરોનાકાળ દરમિયાન તીવ્ર ઘટાડાનું પુનરાવર્તન કરે છે.

 

આ પણ વાંચો: ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં આવ્યો ઘટાડો, ગોલ્ડ રિઝર્વ ઘટાડાની દેખાઈ અસર

આ પણ વાંચો: Rajkot: ધોરાજી પંથકમાં સિંચાઈ માટે કેનાલમાં પાણી ન છોડતા ધરતીનો તાત ચિંતિત

Next Article