ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ (Credit Card) ઉપર ફ્રોડનું જોખમ તો હમેંશા રહેતું હોય છે. એટલા માટે એ મહત્વનું છે કે તમે સાવચેત રહો અને તે પદ્ધતિઓનો ઉપયોગ કરો, જે છેતરપિંડીનું (Fraud) જોખમ ઘટાડી શકે છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તાજેતરમાં ગ્રાહકો માટે ડિજિટલ સુરક્ષા સંબંધિત માર્ગદર્શિકા લઈને આવી છે. આની મદદથી ગ્રાહકો સુરક્ષિત ટ્રાન્ઝેક્શન કરી શકશે. નાણાકીય સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ હોવાથી SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા માટે કેટલીક સલામતી ટિપ્સ લઈને આવી છે. ચાલો જાણીએ SBIના ડેબિટ, ક્રેડિટ કાર્ડની સુરક્ષા ટિપ્સ.
આ સિવાય તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ્સ માટે એક માસ્ટર સર્ક્યુલર બહાર પાડ્યો છે. આ પરિપત્ર મુજબ હવે ગ્રામીણ બેંકો પણ ક્રેડિટ કાર્ડ જાહેર કરી શકશે. જો કે, આ માટે ગ્રામીણ બેંકે સ્પોન્સર બેંક સાથે કરાર કરવો પડશે.
જો અર્બન કો-ઓપરેટિવની આર્થિક સ્થિતિ મજબૂત હોય તો તેઓ પણ ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરી શકે છે. નિષ્ણાતો કહે છે કે માસ્ટર સર્ક્યુલર સંકેત આપી રહ્યું છે કે રિઝર્વ બેન્ક આગામી દિવસોમાં નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ એટલે કે NBFCને ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ કરવાની મંજૂરી આપી શકે છે. જો કોઈ NBFC ક્રેડિટ કાર્ડ જાહેર કરવા માંગે છે તો તેને રિઝર્વ બેંકની મંજૂરીની જરૂર છે.
રિઝર્વ બેન્કનો નવો પરિપત્ર તમામ શિડ્યુલ કોમર્શિયલ બેન્કો, રાજ્ય સહકારી બેન્કો, જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કો, નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (NBFCs)ને લાગુ પડે છે. જોકે રિઝર્વ બેંકનો આ નિયમ પેમેન્ટ બેંક પર લાગુ થશે નહીં. રિઝર્વ બેંકના પરિપત્ર અંગે પર્સનલ ફાઈનાન્સ એપ બ્રાન્ચના મેનેજિંગ ડિરેક્ટર સુચેતા મહાપાત્રાએ કહ્યું કે RBIના નિર્ણયથી પારદર્શિતા વધશે, જેનો ફાયદો ગ્રાહકોને થશે.