Breaking News: રૂપિયા 2000 હજારની નોટ જમા અને એક્સચેન્જ કરવાની તારીખ લંબાવાઈ, આ છે નવી તારીખ

|

Sep 30, 2023 | 5:46 PM

જે લોકોના ઘરમાં હજુ પણ 2000 રૂપિયાની નોટ પડી છે તેમના માટે સારા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટો જમા કરાવવા અને બદલવાની પહેલાથી જ નક્કી કરેલી તારીખ લંબાવી છે. હવે કોઈપણ આ તારીખ સુધી 2000 રૂપિયાની નોટ બેંકમાં જમા અથવા બદલી શકશે. 

Breaking News: રૂપિયા 2000 હજારની નોટ જમા અને એક્સચેન્જ કરવાની તારીખ લંબાવાઈ, આ છે નવી તારીખ

Follow us on

Last Date To Exchange ₹ 2000 Note : 2 હજાર રૂપિયાની બેંક ચલણી નોટને જમા/એક્સચેન્જ કરવાની વર્તમાન વ્યવસ્થાને 07 ઓક્ટોબર, 2023 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે આ પહેલા રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ નોટ જમા કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર તારીખ નક્કી કરી હતી જ્યારે હવે તેને વધારીને 7 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે.

જે લોકોના ઘરમાં હજુ પણ 2000 રૂપિયાની નોટ પડી છે તેમના માટે સારા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટો જમા કરાવવા અને બદલવાની પહેલાથી જ નક્કી કરેલી તારીખ લંબાવી છે. હવે 7 ઓક્ટોબર સુધી 2000 રૂપિયાની નોટ સામાન્યથી લઈને ખાસ કોઈપણ બેંકમાં જમા અથવા બદલી શકશે.

આ પણ વાંચો: Jammu Kashmir: કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સુરક્ષા દળોએ 2 આતંકીઓને કર્યા ઠાર

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

આરબીઆઈએ અગાઉ 30 સપ્ટેમ્બર 2023 છેલ્લી તારીખ નક્કી કરી હતી

લોકોને તેમની 2,000 હજારની નોટો બેંક શાખાઓ અને RBIની પ્રાદેશિક શાખાઓમાં બદલી આપવા અથવા જમા કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. બિન-એકાઉન્ટ ધારક કોઈપણ બેંક શાખામાં એક સમયે 20,000 ની મર્યાદા સુધી રૂપિયા 2000 ની નોટ બદલી શકે છે. 19 મેના રોજ RBIએ રૂપિયા 2000 મૂલ્યની બૅન્કનોટને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો પરંતુ કહ્યું હતું કે તે કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. જોકે, આરબીઆઈએ બેંકોને તાત્કાલિક અસરથી આવી નોટો ઈશ્યુ કરવાનું બંધ કરવાની સલાહ આપી હતી. ત્યારે બેંકમાં નોટ જમા કરવા માટે આરબીઆઈએ અગાઉ 30 સપ્ટેમ્બર 2023 છેલ્લી તારીખ નક્કી કરી હતી.

2000 રૂપિયાની નોટને ચલણમાંથી હટાવવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો હતો

ભારતીય રિઝર્વ બેંકે 19 મે, 2023ના રોજ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી હટાવવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. ત્યારે આરબીઆઈએ કહ્યું હતું કે લોકો પાસે 2000 રૂપિયાની નોટ બદલવા અથવા બેંકમાં જમા કરાવવા માટે 4 મહિનાનો સમય છે. 30 સપ્ટેમ્બર સુધી કોઈપણ વ્યક્તિ કોઈપણ બેંકમાં 2000 રૂપિયાની નોટ જમા અથવા બદલી શકશે. પરંતુ, વેપારીઓથી લઈને સામાન્ય જનતા સુધીના દરેકે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકને પહેલેથી નક્કી કરેલી સમયમર્યાદા લંબાવવા વિનંતી કરી હતી. આ પછી રિઝર્વ બેંકે લોકોને વધુ એક સપ્તાહનો મોકો આપ્યો છે. તેણે રૂ. 2000ની નોટ જમા કરાવવા અથવા બદલવાની પહેલાથી નક્કી કરેલી સમયમર્યાદા 30 સપ્ટેમ્બરથી વધારીને 7 ઓક્ટોબર કરી છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:04 pm, Sat, 30 September 23

Next Article