Gujaratમાં બનતી આ Cough Syrupમાં જોખમી કેમિકલ તત્વો મળી આવ્યા! Food and Drug Control વિભાગે ઉત્પાદન બંધ કરાવ્યું

Bharuch : ગુજરાતની જાણીતી ફાર્માસ્યુટિકલ કંપનીના કફ સિરપ અને એન્ટિ-એલર્જી સિરપ(Cough and anti-allergy syrup)માં જોખમી કેમિકલ તત્વો(toxic) મળી આવ્યા છે. સરકારી રિપોર્ટમાં આ ચોંકાવનારી હકીકત  સામે આવી છે.ગુજરાત(Gujarat)ના અંકલેશ્વર પ્લાન્ટ(Norris Medicines Ankleshwar Plant) માં આ દવાનું ઉત્પાદન કરે છે જે બંધ કરવા કહેવામાં આવ્યું હતું.

Gujaratમાં બનતી આ Cough Syrupમાં જોખમી કેમિકલ તત્વો મળી આવ્યા! Food and Drug Control વિભાગે ઉત્પાદન બંધ કરાવ્યું
| Edited By: | Updated on: Oct 06, 2023 | 7:42 AM

ગુજરાતની જાણીતી ફાર્માસ્યુટિકલ કંપનીના કફ સિરપ અને એન્ટિ-એલર્જી સિરપ(Cough and anti-allergy syrup)માં જોખમી કેમિકલ તત્વો(toxic) મળી આવ્યા છે. સરકારી રિપોર્ટમાં આ ચોંકાવનારી હકીકત  સામે આવી છે.કંપની ગુજરાત(Gujarat)ના અંકલેશ્વર પ્લાન્ટ(Norris Medicines Ankleshwar Plant) માં આ દવાનું ઉત્પાદન કરે છે જે બંધ કરવા કહેવામાં આવ્યું હતું.

ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન કમિશનર એચ.જી.કોસિયાએ જણાવ્યું હતું કે ગયા મહિને નોરિસ મેડિસિન્સ( Norris Medicines) લિમિટેડની દવાની તપાસ દરમિયાન દવાઓ Toxic Chemicals મળી આવ્યા હતા.

ગુજરાત રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના કમિશનર એચજી કોશિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ગયા મહિને નોરિસ ફેક્ટરીની તપાસ કરી હતી અને તેનું ઉત્પાદન સ્થગિત કરવા અને દવાઓ પરત મંગાવવા  આદેશો આપ્યા હતા.

“કંપની સારી મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસના પાલન પરિમાણોમાં ખરાબ રીતે નિષ્ફળ ગઈ છે. પાણીની પર્યાપ્ત વ્યવસ્થા ન હતી. એર-હેન્ડલિંગ યુનિટ પણ માર્ક અપ ટુ ધ માર્ક હતું. જાહેર આરોગ્યના મોટા હિતમાં યુનિટને ઉત્પાદન બંધ કરવાનો આદેશ આપ્યો હતો ” તેમ કોશિયાએ કહ્યું હતું.

48 દવાઓ Standard Quality Test માં Fail થઈ હતી

તમને જણાવી દઈએ કે ગેમ્બિયા, ઉઝબેકિસ્તાન અને કેમરૂનમાં કથિત રીતે ઇથિલિન ગ્લાયકોલ અને ડાયેથિલિન ગ્લાયકોલ સિરપના સેવનથી બાળકોના મોત થવાના અગાઉ અહેવાલ સામે આવ્યા હતા. આ પછી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ ઓગસ્ટમાં કુલ 1,166 નમૂનાઓનું પરીક્ષણ કર્યું હતું જેમાંથી 48 દવાઓના સેમ્પલ પ્રમાણભૂત ગુણવત્તાના ન હોવાનુંજણાયું હતું.

આ પણ વાંચો : Vodafone Ideaના 22 કરોડ મોબાઈલ ઠપ્પ થઈ જશે? 7864 કરોડના દેવાની વસુલાત માટે ટાવર કંપનીની સેવા બંધ કરવાની ચીમકી

સીરપ માટે CDSCO રિપોર્ટ ‘મહત્વપૂર્ણ’ છે: WHO

કોશિયાએ જણાવ્યું કે નોરિસ દ્વારા કફ સિરપની નિકાસ કરવામાં આવી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ જણાવ્યું કે સલામત મર્યાદા 0.10 ટકાથી વધુ નથી જે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ધોરણો પર આધારિત છે.Central Drugs Standard Control Organisation(CDSCO) મુજબ ઉત્પાદન જરૂરી છે.

કફ સીરપની ગુણવત્તાનો મામલો વિવાદિત બન્યો છે

આ સિવાય સીડીએસસીઓએ તમિલનાડુની કંપની ફોર્ટ્સ (ઈન્ડિયા) લેબોરેટરીઝ દ્વારા ઉત્પાદિત કોલ્ડ આઉટ સીરપના ત્રણ બેચ સામે પણ પગલાં લીધા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું હતું કે ઈરાકમાં વેચાયેલા કોલ્ડ આઉટના બેચમાં ડીઈજી અને ઈજીના અસ્વીકાર્ય સ્તરો છે.સરકાર સમર્થિત ફાર્માસ્યુટિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ફાર્મેક્સિલ)ના ચેરમેન એસવી વીરામણીએ આ મામલે નિવદેન આપ્યું  હતું કે કોલ્ડ આઉટમાંથી રીટેન્શન સેમ્પલના વિશ્લેષણમાં કોઈ ઝેરી તત્વ મળ્યા નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:41 am, Fri, 6 October 23