Dabur દેશની પહેલી plastic waste neutral કંપની બની, 27000 ટન કચરાને રિસાયકલ કર્યો

|

Feb 15, 2022 | 7:40 AM

ડાબરે એક નિવેદનમાં કહ્યું કે આ સિદ્ધિ મેળવનારી તે પ્રથમ ભારતીય કંપની છે. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2021-22માં દેશભરમાંથી લગભગ 27,000 ટન વપરાયેલ પ્લાસ્ટિક કચરો એકત્ર કરવામાં આવ્યો છે અને તેને પ્રોસેસ કરીને રિસાયકલ કરવામાં આવ્યો છે.

Dabur દેશની પહેલી plastic waste neutral કંપની બની, 27000 ટન કચરાને રિસાયકલ કર્યો
Dabur India turns plastic waste neutral

Follow us on

આયુર્વેદિક ઉત્પાદન બનાવતી કંપની ડાબરે(Dabur) સોમવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે તે 100 ટકા ‘પ્લાસ્ટિક વેસ્ટ ન્યુટ્રલ કંપની‘(plastic waste neutral company) બની છે. પેકેજ્ડ ગુડ્સ કંપની ડાબર ઈન્ડિયા લિ(Dabur India Ltd) એ વર્તમાન નાણાકીય વર્ષમાં લગભગ 27,000 મેટ્રિક ટન પોસ્ટ-કન્ઝ્યુમર પ્લાસ્ટિક વેસ્ટ(post-consumer plastic waste)ને એકત્ર કર્યા પછી પ્રોસેસિંગ અને રિસાયકલ કર્યું છે.

ડાબરે એક નિવેદનમાં કહ્યું કે આ સિદ્ધિ મેળવનારી તે પ્રથમ ભારતીય કંપની છે. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2021-22માં દેશભરમાંથી લગભગ 27,000 ટન વપરાયેલ પ્લાસ્ટિક કચરો એકત્ર કરવામાં આવ્યો છે અને તેને પ્રોસેસ કરીને રિસાયકલ કરવામાં આવ્યો છે.

ડાબરે કહ્યું, “આજે અમે એક વર્ષથી અમારા ઉત્પાદનોના પેકેજિંગમાં વપરાતા લગભગ તમામ પ્લાસ્ટિક વેસ્ટને એકત્ર કરીએ છીએ અને તેને રિસાયકલ કરીએ છીએ. આ રીતે અમે ‘પ્લાસ્ટિક વેસ્ટ ન્યુટ્રલ’ કંપની બની રહ્યા છીએ. આ મામલામાં તે પ્રથમ ભારતીય ગ્રાહક ઉત્પાદનોની કંપની પણ બની છે જેણે આ સિદ્ધિ હાંસલ કરી છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

તેને કંપની માટે ગર્વની ક્ષણ ગણાવતા ડાબર ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર-ઓપરેશન્સ શાહરૂખ ખાને જણાવ્યું હતું કે, “અમે તમામ પ્રકારનો પ્લાસ્ટિક કચરો એકત્રિત કરીએ છીએ. અમે અમારી પર્યાવરણીય, સામાજિક અને કંપનીની કામગીરીની સફરમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.”

કંપનીએ વર્ષ 2021-22માં ઉત્પાદનોના ઉપયોગ પછી પ્લાસ્ટિકના કચરા સ્વરૂપે દેશભરમાંથી 22,000 ટન કચરાને પ્રોસેસ કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ કંપનીનો દાવો છે કે તેનાથી વધુ પ્લાસ્ટિક કચરાનો નિકાલ થાય છે. ડાબરે નિર્ધારિત સમય કરતાં ત્રણ મહિના વહેલા લક્ષ્યાંક હાંસલ કર્યો છે.

“અમે દેશભરમાં સરકાર-રજિસ્ટર્ડ રિસાયક્લિંગ ભાગીદારો સાથે કામ કરીએ છીએ અને શહેરો, નગરો, ગામડાઓમાં પ્લાસ્ટિક કચરો ઘટાડવા માટે પ્રગતિશીલ પગલાં લીધાં છે જ્યારે સમુદાયમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ વિશે જાગૃતિ પણ વધારી છે. એકત્ર કરાયેલ પ્લાસ્ટિકનો કચરો વિવિધ રિસાયકલર્સ, વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ્સ અને સિમેન્ટ ફર્નેસને મોકલવામાં આવે છે” તેમ ખાને તેમણે ઉમેર્યું.

ડાબરની પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પહેલ વર્ષ 2017-18માં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (PWM) નિયમ 2016, 2018 (સુધારેલ)ના ભાગરૂપે શરૂ કરવામાં આવી હતી. પ્લાસ્ટિક ન્યુટ્રલ હાંસલ કરવા માટે કંપનીઓ છેલ્લા કેટલાક વર્ષોથી રિસાયક્લિંગના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં પ્લાસ્ટિકના કચરો એ એક મોટી સમસ્યા છે.

આ પણ વાંચો : TV9 નેટવર્ક ટૂંક સમયમાં લોન્ચ કરશે News9 Plus, વિશ્વમાં સંભવતઃ પ્રથમ વખત શરૂ થશે OTT ન્યૂઝ સર્વિસ પ્લેટફોર્મ

આ પણ વાંચો : ટર્કિશ એરલાઈનના પૂર્વ ચેરમેન Ilker Ayci ને મળી Air India ની કમાન, 1 એપ્રિલથી સંભાળશે કામ

Next Article