લો બોલો, સમય પહેલા લોન ભરપાઈ કરો તો પણ ગુનો? Kotak Mahindra Bank 59 લાખનો દંડ ફટકારતા કાનપુરના ઉદ્યોગપતિએ લોકપાલને કરી ફરિયાદ

|

Nov 15, 2021 | 10:10 AM

બેંકના ઊંચા વ્યાજદરના કારણે રાકેશ અન્ય બેંકોનો સંપર્ક કરતા રહ્યા હતા. એચડીએફસીએ ઓછા વ્યાજે તેમનું ખાતું ટેકઓવર કરવાની ઓફર કરી જે તેમણે સ્વીકારી હતી. 15 જૂને કોટકે મહિન્દ્રાને તેમનું ખાતું બંધ કરવા માટે પત્ર આપ્યો હતો પરંતુ બેંકે 14 ઓગસ્ટના રોજ બળજબરીથી તેમનું લોન એકાઉન્ટ રિન્યુ કર્યું હતું.

લો બોલો, સમય પહેલા લોન ભરપાઈ કરો તો પણ ગુનો? Kotak Mahindra Bank 59 લાખનો દંડ ફટકારતા કાનપુરના ઉદ્યોગપતિએ લોકપાલને કરી ફરિયાદ
kotak mahindra bank file image

Follow us on

કોટક મહિન્દ્રા બેંકની મનમાનીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. બેંકો સમયસર લોન જમા ન કરવા બદલ દંડ સાથે ડિફોલ્ટર જાહેર કરે છે પરંતુ જો સંપૂર્ણ જવાબદારી સમય પહેલાં ચૂકવવામાં આવે તો પણ દંડ… હા, આ હકીકત છે જેમાં કોટક મહિન્દ્રા બેંકે એક ગ્રાહક સાથે આવી જ મનમાની કરી છે. ગ્રાહકે આ અંગેની બેંક લોકપાલને ફરિયાદ કરી છે.

કાનપુરના વિષ્ણુપુરીના રહેવાસી રાકેશ કુમાર ગુપ્તા રક્ષિત એન્જિનિયરિંગ વર્ક્સ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર છે. તેમની પનકીખાતેની ફેક્ટરી એક MSME ફર્મ છે. રાકેશ કુમાર ગુપ્તા એ મોલ રોડ સ્થિત કોટક મહિન્દ્રા બેંકમાંથી 3.50 કરોડ રૂપિયાની ઓવરડ્રાફ્ટ લિમિટ લીધી હતી. માર્ચમાં તેને રિન્યુ કરાવવાનું હતું જે માટે તેમણે બેંકમાં અરજી કરી હતી. બેંકે જૂન સુધી કોરોનાથી ઓડિટ કરાવ્યું ન હતું.

બેંકના ઊંચા વ્યાજદરના કારણે રાકેશ અન્ય બેંકોનો સંપર્ક કરતા રહ્યા હતા. એચડીએફસીએ ઓછા વ્યાજે તેમનું ખાતું ટેકઓવર કરવાની ઓફર કરી જે તેમણે સ્વીકારી હતી. 15 જૂને કોટકે મહિન્દ્રાને તેમનું ખાતું બંધ કરવા માટે પત્ર આપ્યો હતો પરંતુ બેંકે 14 ઓગસ્ટના રોજ બળજબરીથી તેમનું લોન એકાઉન્ટ રિન્યુ કર્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

રક્ષિત એન્જિનિયરિંગ વર્ક્સ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર રાકેશ કુમાર ગુપ્તા કહે છે કે સંપૂર્ણ રકમ ચૂકવવા છતાં અને લેખિત માહિતી આપવા છતાં કોટક મહિન્દ્રા બેંકે પહેલા 17.81 લાખ અને પછી 59 લાખ માટે નોન કમ્પ્લાયન્સ ના નામે નોટિસ આપી હતી. રાકેશ કહે છે કે જો મેં નિયમોનું પાલન ન કર્યું તો બેંકે મને કરોડોનો ઓવરડ્રાફ્ટ કેવી રીતે આપ્યો હતો.

બેંકે તેના પોતાના લેખિત કરારને રદ કર્યો. આરબીઆઈએ પણ નિયમોને હોલ્ડ પર રાખ્યા હતા. હવે હું મારા પોતાના પૈસા અને મિલકતના કાગળો મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યો છું. આ અંગે કોટક મહિન્દ્રા બેંકના ટેરિટરી સેલ્સ મેનેજર અંકિત શ્રીવાસ્તવ કહે છે કે ગ્રાહકને તે બેંકમાંથી જવાની સ્વતંત્રતા છે જ્યાં તેને સસ્તી લોન મળે છે. આ ચાર્જ વિશે કશું કહી શકું તેમ નથી કારણ કે મામલો હવે બેંકિંગ લોકપાલમાં છે. બેંકની નોડલ ટીમ આ મામલે તપાસ કરી રહી છે. ગ્રાહકની ફરિયાદ 15 દિવસમાં ઉકેલવ આવવાની આશા છે.

 

આ પણ વાંચો :  SBI માત્ર 4 ક્લિક પર આપી રહી છે સસ્તાં દરે Personal Loan, જાણો કઈ રીતે કરવી અરજી અને શું છે પ્રક્રિયા

 

આ પણ વાંચો : રેલયાત્રીઓ માટે અગત્યના સમાચાર : આગામી 7 દિવસ માટે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ પ્રભાવિત થશે, દરરોજ 6 કલાક બંધ રહેશે સેવા

Next Article